Talk of the Town: રાતોરાત ઓલિમ્પિક સ્ટાર બનનાર યુસુફ ડિકેક છે કોણ?
ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું પણ દિલ જીતી લીધું
પેરિસઃ ઓલિમ્પિકની રમતોમાં શૂટિંગ સરળ નથી. ખેલાડી ટેક્નિકની સાથે માનસિક રીતે તૈયાર હોવાનું સૌથી વધુ જરુરી છે. બીજી વાત યુદ્ધ માટે ઉતરનારા યોદ્ધા માટે સુરક્ષાના ઉપકરણો પહેરવાનું જરુરી હોય છે. શૂટિંગની રમતમાં પણ શૂટર દ્વારા લેન્સ, કાન અને આંખનું કવર પણ આવશ્યક છે, પરંતુ આધેડવયના શૂટરે આ બધાને અવગણીને રેકોર્ડ બ્રેક પ્રદર્શન કર્યું અને સિલ્વર મેડલ જીત્યો. હાલના તબક્કે ઓલિમ્પિકમાં રમાતી તમામ રમતોમાં આ સાર્પશૂટરનું નામ સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે.
Yusuf Dikeç from Turkiye came with only his glasses and won the silver medal at the Olympics. King like John Wick is on the world agenda👏
— Tansu Yegen (@TansuYegen) August 1, 2024
વાત કરીએ યુસુફ ડિકેકની. તુર્કીના શૂટર યુસુફ ડિકેકનું નામ ઓલિમ્પિકના ઇતિહાસમાં નામ હંમેશાં યાદ રાખવામાં આવશે. પેરિસ ઓલિમ્પિકમાં તેને 10 મીટર શૂટિંગ મિક્સ્ડ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતી લીધો અને એ પણ કોઈ ઓપ્ટિકલ ગેઝેટ્સના ઉપયોગ વિના. શૂટિંગ કર્યું એ વખતે ડિકેકે આંખોમાં નોર્મલ ચશ્મા, કાનમાં ઈયરફોન અને પેન્ટના ખિસ્સામાં હાથ જ રાખ્યો હતો. એક સ્ટાર જેવા સ્વેગમાં ટાર્ગેટ નિશાન પાર પાડીને ઓલિમ્પિકના સ્ટાર પણ દંગ રહી ગયા હતા. હવે મનમાં સવાલ થાય કે કોણ છે યુસુફ ડિકેક.
તુર્કીના કહરામનમારસ શહેરના ગોક્સુન જિલ્લાના તાસોલુક ગામમાં જન્મલા ડિકેક આર્મીની સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી ગ્રેજ્યુએશન કર્યું હતું. ડાન્સના શોખીન ડિકેક જેંડરમેરી જનરલ કમાન્ડ માટે અધિકારી તરીકે કામ કર્યું હતું અને એના પછી શૂટિંગની દુનિયામાં એન્ટ્રી કરીને 2001માં શૂટિંગની સ્પર્ધામાં સત્તાવાર ભાગ લેવાનું શરુ કર્યું અને એના પછી પાછું વળીને જોયું નહોતું. બીજા એક દાયકામાં તો શૂટિંગમાં માસ્ટર બની ગયો.
2014માં 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ અને 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલમાં ડબલ વર્લ્ડ ચેમ્પિયન, 2023માં 10 મીટર પિસ્તોલ મિક્સ્ડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સાત વખત યુરોપિયન ચેમ્પિયન પણ બન્યો છે.
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ડીકેકે જણાવ્યુ હતું કે પોતાની શૂટિંગની ટેક્નિક એકદમ અલગ છે. હું બંને આંખો ખુલ્લી રાખીને શૂટિંગ કરું છું અને મારી આ રીતથી રેફરી પણ હેરાન છે. ડિકેક ભારત પણ આવેલો છે, જે હૈદરબાદમાં આર્મીની ઈન્ટરનેશનલ સ્પોર્ટસની હરિફાઈમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ખેલાડીઓ સિવાય ઓલિમ્પિકના રસિયાઓ પણ આ સ્વેગ જોઈને જોતા રહ્યા હતા. ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિનું પણ દિલ જીતી લીધું હતું.
SWAG.
This man just explained the meaning of the term to us. #Paris2024Olympics #YusufDikeç pic.twitter.com/zQhkjJuBfV
— anand mahindra (@anandmahindra) August 1, 2024
આનંદ મહિન્દ્રાએ યુસુફની પ્રશંસા કરતા થાક્યા નહોતા. સોશિયલ મીડિયા પર આનંદ મહિન્દ્રાએ તેની મજાની તારીફ કરી હતી. જોકે, યુસુફ ડિકેક પોતાનું ગોલ્ડ મેડલનું સપનું ચૂકી ગયો હતો. યુસુફ ગોલ્ડ મેડલ લાવી નહીં શકતા દેશ માટે લખ્યું કે દેશે જે જવાબદારી સોંપી હતી એ પાર કરી શક્યો નથી, પરંતુ 2028ના લોસ એન્જેલસમાં એ સપનું સાકાર કરશે.
