February 19, 2026
બિઝનેસમનોરંજન

દુનિયાની સૌથી નાની વયની અબજોપતિ અભિનેત્રી છે કોણ, ટોટલ નેટવર્થ જાણશો તો ચોંકી જશો!

Spread the love

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકથી એક ચઢિયાતી અભિનેત્રી છે, જેમાં અમુક પોતાના અભિનયથી નામ કમાવ્યું છે. તો કોઈ પોતાના ફિલ્મી પરિવારને લઈ ચર્ચામાં રહે છે, જ્યારે અમુક અભિનેત્રી હોવાની સાથે એક બિઝનેસવુમન તરીકે પણ નામ કમાવ્યુ છે. આજે એવી એક અભિનેત્રીની વાત કરીએ તો જે હજુ માંડ 30-32 વર્ષની છે, પરંતુ દુનિયાના અબજોપતિની યાદીમાં નામ આવી ચૂક્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધીના સૌથી નાની ઉંમરના અબજોપતિની યાદીમાં પણ નામ આવ્યું છે. હવે તમને તાલાવેલી જાગી હશે કે કોણ છે એ અભિનેત્રી કે આટલું મોટું અચીવમેન્ટ મળ્યું છે. એ ખુબસુરત હસિના કોણ છે એના માટે ચોક્કસ તમે દીપિકા, કરિના યા અન્ય અભિનેત્રીનું નામ આવી ગયું હશે પણ યે બાત ભી ગલત હૈ. ચલો એ વાતનો પણ ફોડ પાડી દઈએ.
selena1
1.3 અબજ ડોલરની કૂલ નેટવર્થ ધરાવે છે
એની અબજોપતિની સિદ્ધિ સાથે અન્ય વાત એ પણ કરીએ આ અભિનેત્રીએ અભિનય જ નહીં, પરંતુ પોતાની કારકિર્દીમાં અભિનય પૂર્વે સિંગિંગની દુનિયામાં નામ કમાવ્યું હતું. એની સફળતાની વાત પણ યંગસ્ટર્સ માટે પ્રેરણામૂર્તિ છે. બોલીવુડ નહીં, પરંતુ હોલીવુડની અભિનેત્રી અને સિંગર છે સેલેના ગોમ્સ. સૌથી નાની વયે અબજોપતિની યાદીમાં પોતાનું નામ જોડનારી સેલેના એક અભિનેત્રી હોવાની સાથે સફળ બિઝનેસવુમન, સિંગર અને ઈન્વેસ્ટર પણ છે. અમેરિકાની સૌથી નાની ઉંમરની સેલ્ફ મેડ અબજોપતિમાં નામ કમાવનારી સેલેનાની ટોટલ નેટવર્થ 1.3 અબજ ડોલરે પહોંચી છે, જે જાણીને દરેક લોકોના હોંશ ઉડી જાય.
કમાણીનો મોટો હિસ્સો રિયર બ્યુટી બ્રાન્ડનો છે
બ્લુમબર્ગના અહેવાલ અનુસાર ઓનલી મર્ડર્સ ઈન ધ બિલ્ડિંગ ફેમ અભિનેત્રી સેલેનાની કમાણીનો અમુક હિસ્સો સિંગિંગ, બ્રાન્ડ ડીલ્સ અને એક્ટિંગમાંથી આવે છે. આમ છતાં સૌથી વધુ આવક તો પ્રોપર્ટી રિયર બ્યુટી સાથે જોડાયેલ છે, જે પાંચ વર્ષ જૂની મેકઅપ લાઈન છે. આ બ્રાન્ડ ખાસ કરીને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર અને ટીનએજર્સમાં વિશેષ લોકપ્રિય છે. સેલેનાની ટોટલ નેટવર્થનું અનુમાન તેની બ્યુટી બ્રાન્ડની ભાગીદારીના આધારે લગાવ્યું છે. એના સિવાય સેલેના વંડરમાઈન્ડ સાથે પણ સંકળાયેલી છે, જે મેન્ટલ હેલ્થ પ્લેટફોર્મ સાથે સંબંધિત છે.
ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ
સેલેનાની અન્ય ઈન્કમની વાત કરીએ તો મ્યુઝિક, એક્ટિંગ, પ્રોપર્ટીઝ અને બ્રાન્ડ પાર્ટનરશિપમાંથી પણ આવે છે. સૌથી મોટી વાત એ કે સેલેના ગોમ્સના ઈન્સ્ટાગ્રામ પર પણ મોટી ફોલોઅર્સની સંખ્યા ધરાવે છે. દુનિયામાં ત્રીજા નંબરની સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી સ્ટાર છે. સેલેનાને ઈન્સ્ટાગ્રામ પર 424 મિલિયન ફોલોઅર્સ છે, જે ફુટબોલ સ્ટાર રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પછી ત્રીજા ક્રમે આવે છે. એને કારણે જ પુમા કંપની સાથે સેલેનાએ 30 મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, જ્યારે 10 મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે.
ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે શરુઆત
પોતાની શરુઆતની કારકિર્દીમાં એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ એક સિંગર તરીકે કામ કર્યા પછી અભિનય ક્ષેત્રે સફળતા હાંસલ કરી હતી. અત્યાર સુધીમાં ટીવી શોની સાથે ફિલ્મોમાં જોવા મળી છે. 32 વર્ષની ઉંમરમાં લાઈવ કોન્સર્ટ કરે છે તેમ જ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!