Sunday Special: 150 વર્ષ જૂના ટાટા ગ્રુપના સુકાની માટે કોણ છે દાવેદાર?
ભારતના ઉદ્યોગજગતમાં અનેક બિઝનેસ ગ્રુપ સફળતાના શિખરો પર છે, જેમાં પેઢીઓની પેઢીઓ આગળ વધી રહી છે, જેમાં સૌથી પહેલું કદાચ ટાટા ગ્રુપનું નામ પણ લઈ શકાય. 150 વર્ષ જૂના એવા ટાટા ગ્રુપમાં રતન ટાટાની આગેવાનીમાં એક જમાનામાં ટાટા ગ્રુપનું નામ ઉદ્યોગજગતમાં અલગ મુકામ હાંસલ કર્યું હતું. એમના પછી ટાટા ગ્રુપનું સુકાન દિવગંત સાયરસ મિસ્ત્રી અને હવે એન ચંદ્રશેખરનના હાથમાં છે, પરંતુ હવે ચંદ્રશેખરન પછી આ ગ્રુપનું સુકાન સંભાળવા માટે બે દીકરી પૈકી માયા ટાટાનું નામ લેવામાં આવી રહ્યું છે. હવે સવાલ એ થાય કે બે દીકરી કોણ છે, જ્યારે માયા ટાટા શા માટે સંભાળી શકે છે ટાટા ગ્રુપનું સુકાન. જાણીએ બિઝનેસ જાયન્ટ ગ્રુપની દીકરીઓની ગ્રુપ સાથેના કનેક્શનની વાત.
દીકરા કરતા દીકરીઓની દાવેદારી મજબૂત
રતન ટાટાએ લગ્ન તો કર્યા નથી તથા તેમને કોઈ સંતાન પણ નથી, જ્યારે તેમનો પરિવાર પણ મોટો નથી. સાવકો ભાઈ નોએલ ટાટા છે, જે રતન ટાટાના ઉતરાધિકારી બની શકે. પરિવારમાં દીકરા કરતા બે દીકરીઓની દાવેદારી મજબૂત માનવામાં આવે છે. નોએલ ટાટાને બે દીકરી છે, જેમાં એક લિયાહ (Leah Tata) અને બીજી માયા (Maya) તથા એક દીકરો પણ છે નોવિલે ટાટા (Noville Tata). નોએલ ટાટાએ ટાટા ગ્રુપની ફેશન બિઝનેસ ટ્રેન્ટને સંભાળે છે. લિયાહ મોટી દીકરી છે. લિયાહના મામા સાયરસ મિસ્ત્રી એક તબક્કે ગ્રુપના ચેરમેન હતા. લિયાહ પણ વિદેશમાં ભણી છે, જ્યારે ટાટા ગ્રુપના મેડિકલ સેન્ટર ટ્રસ્ટની ટ્રસ્ટી છે અને કેન્સર હોસ્પિટલની ઈન્ચાર્જ પણ છે તેમ જ હાલ ટાટા ગ્રુપની હોસ્પિટાલિટી બિઝનેસ તાજ હોટેલ બ્રાન્ડ સાથે કામ પણ કર્યું છે. આ ઉપરાંત, લિયાહ સાથે સૌથી સફળ સુકાની બની શકે તેના માટે હવે માયાનું નામ પણ મોખરે છે.
34 વર્ષની દીકરી સુકાન સંભાળવા સજ્જ?
ટાટા ગ્રુપની ઓળખ દેશ અને દુનિયા એમ બંનેમાં છે. ગ્રુપનું નામ તેની ક્રેડિબિલિટી અને ક્વોલિટી એમ બંને રીતે લેવામાં આવે છે. ટાટા ગ્રુપને જે શિખર પર પહોંચાડવામાં આવ્યું છે, તેમાં જેઆરડી ટાટા અને રતન ટાટાનું મોટું યોગદાન છે. રતન ટાટા પછી ગ્રુપની જવાબદારી સાયરસ મિસ્ત્રીએ સંભાળી હતી, પરંતુ કાર અકસ્માતમાં નિધન થયા પછી અચાનક ગ્રુપનું સુકાન એન. ચંદ્રશેખરના હાથમાં છે. પણ હવે એવું કહેવાય છે કે ટૂંક સમયમાં ગ્રુપની કમાન 34 વર્ષની માયા ટાટા કરશે.
ટાટા ગ્રુપમાં 18 ટકાનો હિસ્સો છે દીકરીનો
માયા ટાટા ખાસ તો રતન ટાટા સાથે સંપર્કમાં રહેનારી અને ટાટાની પાસે ગ્રુપ સંબંધિત અનેક જવાબદારીઓ છે. સંબંધની વાત કરીએ માયા ટાટા રતન ટાટાની ભત્રીજી છે. માયા ટાટાના માતાપિતા નોએલ ટાટા અને અલુ મિસ્ત્રી છે. નોએલ ટાટા રતન ટાટાના ભાઈ છે, જ્યારે માતા અલુ મિસ્ત્રી ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન દિવગંત સાયરસ મિસ્ત્રીની બહેન છે. મિસ્ત્રી ફેમિલીની સાયરસ ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ અને સ્ટર્લિંગ ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપ મારફત ટાટા સન્સમાં 18.4 ટકાનો હિસ્સો ધરાવે છે. ટાટા સન્સમાં તેમની મોટી ભાગીદારીને કારણે હવે દીકરી માયા ટાટાને ટાટા ગ્રુપનું સુકાન સંભાળવાની તક મળી શકે એવા અહેવાલો છે.
વિદેશમાં કર્યો છે અભ્યાસ
દુનિયાની ગ્લેમરસ દુનિયાથી દૂર 34 વર્ષની માયા બહુ નાની ઉંમરમાં ગ્રુપની જવાબદારી સંભાળી હતી. બ્રિટનની વારવિક યુનિવર્સિટી અને બેયસ બિજનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી ઉદ્યોગજગતમાં ઝંપલાવ્યું હતું. બિઝનેસ કારકિર્દીની શરુઆત ટાટા કેપિટલના મુખ્ય ખાનગી ઈક્વિટી ફંડ ટાટા ઓપોર્ચ્યુનિટી ફંડથી કરી હતી, જ્યાં માયાએ પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને રોકાણ સંબંધિત વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
ટાટા ન્યૂ એપ લોન્ચ કરવામાં ભૂમિકા
માયાએ ટાટા ડિજિટલમાં કામ કરતા ટાટા ન્યૂ એપ્લિકેશન લોન્ચ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગ્રુપ માટે આ સૌથી મોટી સિદ્ધિ હતી. હાલમાં ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના છ બોર્ડ મેમ્બરમાંથી પણ એક છે. કોલકાતા સ્થિત કેન્સર હોસ્પટલ છે, જ્યારે તેનું ઉદ્ઘાટન 2011માં રતન ટાટાએ કર્યુ હતું. ધીમે ધીમે માયા ગ્રુપની જવાબદારીઓ સંભાળવા માટે સક્ષમ બની રહી છે. તેની દરેક ક્ષેત્રમાં નાની નાની પણ અસરકારક કામગીરીને કારણે ભવિષ્યમાં ટાટા ગ્રુપનું સુકાન સંભાળી લે તો નવાઈ રહેશે નહીં એવો દાવો કરવામાં આવ્યો છે.