એન્ટાર્કટિકાનો અસલી માલિક કોણ?
પૃથ્વીને બે ભાગમાં વહેંચવામાં આવેલી છે, જેમાં એક ઉત્તર અને બીજો દક્ષિણ ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધમાં આર્કટિક અને દક્ષિણ ગોળાર્ધમાં એન્ટાર્કટિક પ્રદેશ છે. આ બંને એક નહીં અનેક રીતે અલગ છે. એન્ટાર્કટિકા સાત ખંડમાનો એક છે. એન્ટાર્કટિકા મહાસાગરથી ઘેરાયેલી જમીન છે, જ્યારે બરફથી આચ્છાદિત વિસ્તાર છે પણ બરફ આચ્છાદિત પર ઘણી બધી જાડી પરત છે. અહીંની જીવસૃષ્ટિની વાત કરીએ તો પેંગ્વિન મોટાભાગે દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે, જ્યારે મોટાભાગના વિસ્તારમાં કાયમી ધોરણે બરફ છવાયેલો રહે છે. હવામાનની વાત કરીએ તો એન્ટાર્કટિકામાં 21 ડિસેમ્બરથી ઉનાળો ઉડધો પૂરો થઈ ગયો હોય છે, ત્યારે સૂર્ય ક્ષિતિજથી સૌથી ઊંચાઈ પર જોવા મળે છે, જ્યારે અહીંયા ફક્ત સાહસિકો જ મુસાફરી કરી શકે છે, પણ એન્ટાર્કિટકાનો માલિક અસલી કોણ છે એનો સવાલ થાય તો જાણો વિગતવાર જવાબ.

વાસ્તવમાં એન્ટાર્કટિકા પર તો અનેક દેશો દાવો કરે છે અને પોતાની રીતે લશ્કરથી લઈને જાસૂસી સુધી તથા વૈજ્ઞાનિકો પણ સંશોધન કરે છે. સૌથી પહેલા બ્રિટિશ એન્ટાર્કટિક ટેરિટરી (BAT) એ સૌથી જૂનો પ્રાદેશિક દાવો છે, જે 1908થી ફોકલેન્ડ આઇલેન્ડ્સ ડિપેન્ડન્સી પેટન્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ દાવો આંશિક રીતે આર્જેન્ટિના અને ચિલીના દાવાઓ સાથે ઓવરલેપ થાય છે.
બ્રિટન, ચિલી, ફ્રાન્સ, ન્યૂઝેલન્ડ, નોર્વે અને ઓસ્ટ્રેલિયા
બ્રિટન સિવાય આર્જેન્ટિના 1946થી કરે છે અને 1904થી દક્ષિણ ઓર્કના આઈલેન્ડસમાં લોરી ટાપુના પરના એક બેઝની હાજરીના આધારિત છે. ચિલી અને ફ્રાન્સ પણ પોતાની માલિકીનો દાવો કરે છે, જેમાં ફ્રાન્સે 1938માં ઐતિહાસિક દાવા ફ્રાન્સીસ રિસર્ચર જુલ્સ ડ્યુમોટ ડી ઉરવિલ દ્વારા 1840માં કરવામાં આવેલી શોધના આધારે કર્યો છે. ન્યૂ ઝીલેન્ડ પણ યુકેના દાવાનો ભાગ હતો. નોર્વે અને ઓસ્ટ્રેલિયા પણ દાવો કરી ચૂક્યા છે.
કોઈના દાવાને માન્યતા આપ્યા રશિયા-અમેરિકાનું પ્રભુત્વ
યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા (તે સમયે સોવિયેત યુનિયન) એ અન્ય લોકોના દાવાઓને માન્યતા આપ્યા વિના ભવિષ્યમાં દાવા કરવાનો અધિકાર અનામત રાખ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ એન્ટાર્કટિકામાં ત્રણ વર્ષભર સંશોધન સ્ટેશનો ધરાવે છે. તો બીજી બાજુ રશિયા 10 સંશોધન સ્ટેશનો, પાંચ વર્ષભર સુવિધાઓ અને પાંચ મોસમી સ્ટેશનો ચલાવે છે, જે પર્યાવરણીય અને આબોહવા અવલોકનો, દરિયાકાંઠાના પાણી અને દરિયાઈ બરફના અભ્યાસ, લિથોસ્ફિયરના ભૂકંપીય વધઘટ અને જૈવવિવિધતાને આવરી લે છે.
તાપમાનમાં થયેલા ફેરફારથી વૈજ્ઞાનિકોએ ચેતવ્યા હતા
એન્ટાર્કટિકા પર થનારા ફેરફારોને અવગણી શકાય નહીં, તેમાંય વળી તાપમાન. કે ગયા વર્ષે એન્ટાર્કટિકાનું તાપમાન વધી ગયા પછી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી. એન્ટાર્કટિકામાં ગરમી ઘણી હદ સુધી વધી શકે છે અને એની અસર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકામાં અસર થઈ શકે છે. એન્ટાર્કટિક ધ્રુવીય વમળ એટલે હવામાનમાં થનારા ફેરફાર દુનિયાભરના હવામાનને પ્રભાવિત કરી શકે છે, જે વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય છે. વૈશ્વિક વૈજ્ઞાનિક માટે ચિંતાનો વિષય છે કે આ ક્લાયમેટ ચેન્જના કારણે દરિયાઈ બરફ અને જવાળામુખી ફાટવાની ઘટના વધી રહી છે. એન્ટાર્કટિકને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે અને દક્ષિણ અમેરિકામાં દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ શકે છે. ટૂંકમાં, ગ્લોબલ વોર્મિંગ દુનિયા માટે આફત ઊભી કરી શકે છે.
