February 11, 2026
ટોપ ન્યુઝ

હાદસોં કા હિન્દુસ્તાનઃ આફતોને આમંત્રણ આપવા માટે કોણ જવાબદાર?

Spread the love


હિમાચલ નબળો પડી રહ્યો છે, કેદારનાથમાં 7,200 વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા

નવી દિલ્હીઃ દેશમાં ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ ભારતમાં કુદરતી આફતોને કારણે હાહાકાર વ્યાપ્યો છે. વીકએન્ડમાં અનેક રાજ્યો કુદરતી આફતોની થપાટ વાગી હતી, જેમાં ભારે વરસાદને કારણે અનેક ઘરો તૂટવાની સાથે લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઓગસ્ટથી સપ્ટેમ્બર હજુ ભારે વરસાદની આગાહી છે, જેમાં અત્યારે સૌથી વધુ જાનહાનિ ઉત્તર ભારતમાં હિમાચલ-ઉત્તરાખંડ અને મધ્ય ભારતમાં બિહાર, ઉત્તર પ્રદેશથી લઈને પશ્ચિમ બંગાળ પણ ડૂબી રહ્યું છે.
એરપોર્ટમાં પાણી ફરી વળ્યા
કોલકાતામાં ભારે વરસાદને કારણે પાર્કિંગ પ્લોટમાં પાણી ભરાઈ જવાથી ફ્લાઈટસને રોકવામાં આવી છે. હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ, મંડી, ચંમ્બામાં તબાહી ઊભી થઈ છે. વાદળો ફાટવાના બનાવમાં નદીઓમાં પૂરમાં પરિસ્થિતિ ઊભી થઈ છે. પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી-ડેમોમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. ચંબામાં રુપણી અને રાજનગર વિસ્તારોમાં વરસાદ પછી રહેવાસી વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, જ્યારે અનેક ગાડીઓ તણાઈ હતી. આજે હિમાચલમાં વાદળ ફાટવાની ઘટનામાં આઠ લોકોનાં મોત થયા છે.
ઉત્તરાખંડના હરદ્વારમાં ગંગા નદીમાં ફસાયેલા કાવડિયાને રેસ્ક્યૂ કરવામાં આવ્યા, જ્યારે મધ્ય પ્રદેશના રિવા નદીમાં પૂરને કારણે આસપાસના વિસ્તારોમાં ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદને કારણે ઝારખંડમાં પણ હજારો લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. એવી જ હાલત રાજસ્થાન અને ગુજરાતના અનેક જિલ્લામાં કફોડી હાલત ઊભી થઈ શકે છે.
national disaster
હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી
કેદારનાથમાં કુદરતી આફતને કારણે એડીઆરએફ, એસડીઆરએફ સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા બચાવ કામગીરી હાથ ધરી છે, જેમાં 7,200થી વધુ લોકોને બચાવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સેંકડો યાત્રાળુઓને પગપાળા જૂના રસ્તા મારફત ખસેડવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ હજારો લોકો ફસાયા છે. એરફોર્સ દ્વારા હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે લલિત મહારાજે કહ્યું હતું કે આ સમસ્યા માટે માનવી જવાબદાર છે. હિમાચલને યાત્રા ધામને બદલે પર્યટન સ્થળ બનાવ્યું છે. અહીં આવનારા લોકો સુવિધા શોધી રહ્યા છે, તેથી હિમાચલ પણ એનો જવાબ આપી રહ્યો છે. હિમાચલમાં સૌથી વધુ હેલિકોપ્ટર-પ્લેનની અવરજવર થઈ રહી છે, જેથી કંપન વધી રહ્યા છે. હિમાચલ નબળો પડી રહ્યો છે. હિમાચલ જ નહીં, પણ પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ એ જ હાલત છે. ગયા અઠવાડિયા દરમિયાન કેરળના વાયનડમાં ભૂસ્ખલનનમાં
ફ્રિજમાં હીટર રાખો તો શું થાય
પહેલા હિમાચલ પર્વતીય રેન્જમાં બરફથી બારેમાસ ઢંકાયેલો રહેતો હવે તો બરફ ગાયબ થઈ રહ્યો છે. 2013 પછી નિરંતર બરફનું પ્રમાણ ઘટી રહ્યું છે. હિમાલયમાં બરફ ઓછો પડી રહ્યો છે. નવા બરફના અભાવે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે. જેમ કે પુસ્તકને સુરક્ષિત રાખવા માટે આપણે પુંઠ્ઠું યા કવર બાંધીએ છીએ. પણ હવે કુદરત તેના ગ્લેશિયર્સને આ આવરણ આપી રહી નથી. આ કારણે ગ્લેશિયર્સ પણ પીગળી રહ્ંયા છે. કેદારનાથ જેવા યાત્રાધામમાં કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ વધી રહ્યું છે. દાખલા તરીકે જો આપણે ફ્રીજની અંદર હીટર ચાલુ કરીશું તો શું થશે? ચોક્કસપણે વિસ્ફોટ થશે. બસ એવું જ ફક્ત ઉત્તર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં હાલત છે. ઔદ્યોગિક અને રહેવાસી વિસ્તારોના ફેલાવાને કારણે પર્યાવરણનું નિકંદન થઈ રહ્યું છે. ટૂંકમાં, દેશમાં વિકાસની ઉડાન સૌ ભરી રહ્યા છે, પરંતુ એના પાછળના વિનાશ માટે જવાબદાર તત્ત્વોમાં તમામ સરકાર, પ્રશાસન અને માનવજાત જવાબદાર છે એટલું નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!