કેન્સરપીડિત બહેનને જીત સમર્પિત કરનારા આકાશ દીપ છે કોણ?
ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી 28 વર્ષના આકાશ કર્યો ચમત્કાર

ઇંગ્લેન્ડ અને ભારતની ટેસ્ટ સિરીઝમાં બીજી ટેસ્ટમાં ભારત વિજય પથ પર પહોંચ્યા પછી અનેક પડકારો હતા. સિનિયર બોલરની ગેરહાજરી વચ્ચે નવોદિત બોલર પર મદાર હતો. ટવેન્ટી-ટવેન્ટીમાં હાર્ડ હીટર કેપ્ટન શુભમન ગિલ પહેલી ટેસ્ટમાં ઢગલો રન કર્યા પછી બીજી ટેસ્ટમાં રેકોર્ડ બ્રેક રનનો વરસાદ કર્યા પછી તેના પર ગંભીર સવાલો ઊભા થયા હતા. પહેલી ઈનિંગના માફક બીજી ઈનિંગમાં બોલરનો જાદુ જરુરી હતો અને એવું જ થયું નવોદિત બોલર આકાશ દીપે ચમત્કાર કર્યો અને એક જ મેચમાં દસ વિકેટ ઝડપી હતી. મેચ જીત્યા પછી આકાશ દીપની આંખો અશ્રુ ધાર હતી અને જીત બહેનની ધરી દીધી હતી. એવું શું હતું એ સમગ્ર કિસ્સાની વાત કરીએ.
બહેન અમે બધા તારી સાથે છીએ
28 વર્ષના આકાશ દીપે ઇંગ્લેન્ડ સામે દસ વિકેટ ઝડપીને 39 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, જેમાં પહેલી ઈનિંગમાં ચાર અને બીજીમાં છ વિકેટ ઝડપતા એજબેસ્ટનનો હીરો બની ગયો. આકાશે બેન ડકેટ, ઓલી પોપ, હેરી બ્રૂક અને ક્રિસ વોક્સની પોતાની જાળમાં ફસાવીને વિકેટ ઝડપતા ભારતની જીત અપાવી હતી. અંગ્રેજોને હરાવ્યા પછી આકાશ ગળગળો થઈ ગયો હતો અને કહ્યું હતું કે મારી બહેન કેન્સરપીડિત છે, જ્યારે પણ હું બોલિંગ કરું છું ત્યારે તેના જ વિચાર મનમાં આવે છે. મેં એના અંગે ક્યારેય કોઈની સાથે વાત કરી નથી, પરંતુ બે મહિના પહેલા મારી બહેનને કેન્સર થયું હોવાની જાણકારી મળી છે. મારા પ્રદર્શનથી બહેનના ચહેરા પર ખુશી આવશે. ચેતેશ્વર પૂજારા સાથે વાત કરતી વખતે આકાશ દીપે કહ્યું હતું કે જ્યારે હું બોલિંગ કરતો ત્યારે તેનો વિચાર અને તેનો ચહેરો મારા દિમાગમાં છવાઈ જતો. મારું આ પ્રદર્શન મારી બહેનની સમર્પિત છે અને હું તેને બતાવવા માગું છું કે બહેન અમે બધા તારી સાથે છીએ.
39 વર્ષ પછી આકાશ દીપે રેકોર્ડ બ્રેક કર્યો
આકાશ દીપે 10 વિકેટ ઝડપ્યા પછી એજબસ્ટનમાં બીજો ફાસ્ટ બોલર બન્યો છે જેને દસ વિકેટ ઝડપી છે. આ અગાઉ ફાસ્ટ બોલર ચેતન શર્માએ 10 વિકેટ ઝડપીને રેકોર્ડ કર્યો હતો. મેચ અંગે જણાવતા આકાશ દીપે કહ્યું હતું કે જે યોજના બનાવી હતી તેમાં સફળ રહ્યા એ વાતની ખુશી થઈ હતી.
આકાશ દીપ છે કરોડોપતિ
હવે સવાલ થાય કે આ નવોદિત બોલર કોણ છે તો મૂળ બિહારનો 28 વર્ષનો આકાશ દીપ જમણેરી બોલર છે. દહેરી (બિહાર)માં જન્મેલો આકાશ દીપે ઇંગ્લેન્ડ સામે ફેબ્રુઆરી, 2024માં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. 2016 અને 2019માં બંગાળ ટીમવતી રમ્યો છે, જ્યારે 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ વતી આઈપીએલમાં રમ્યો છે. જમણેરી ફાસ્ટ બોલર આકાશ દીપે આઠ ટેસ્ટ મેચ રમ્યો છે, જ્યારે 45 ટવેન્ટી-ટવેન્ટી મેચ રમ્યો છે. ટેસ્ટમાં 25 વિકેટ અને ટવેન્ટી-20માં બાવન વિકેટ ઝડપી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં મજબૂત પ્રદર્શન કરનાર આકાશ દીપની નેટવર્થ આઠથી દસ કરોડની છે. ડોમેસ્ટિક ક્રિકેટ સિવાય આકાશ રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આઈપીએલમાંથી કરે છે કમાણી
આકાશ દીપ 2022થી આઈપીએલમાં રમે છે. પંદરમી સિઝનમાં મેગા ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વતીથી 20 લાખ રુપિયાની કમાણી કરી હતી. ત્રીજી સિઝનનો પણ ભાગ બન્યો હતો, ત્યારે 60 લાખ અને સાત વિકેટ ઝડપી હતી. અઢારમી સિઝન પૂર્વે લખનઊ સુપરજાયન્ટસે આઠ કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. આઈપીએલ 2025માં તેને છ મેચ રમીને ત્રણ વિકેટ ઝડપી હતી. આઈપીએલ સિવાય આકાશ સ્પોર્ટ્સ બ્રાન્ડ અને ફિટનેસ બ્રાન્ડનો પણ પ્રચાર કરે છે, તેનાથી લાખો રુપિયાની કમાણી કરે છે.
