Waheeda Rehman Special-3: ‘ગાઈડ’ ફિલ્મનો શ્રેય વહિદા રહેમાને કોને આપ્યો હતો, જાણો?
વહિદા રહેમાનને હિંદી સિનેમાના 70ના દાયકાના દિગ્ગજ અભિનેત્રી પૈકીના એક હતા. હિન્દી સિનેમામાં એક પછી એક સુપરહીટ ફિલ્મો આપી અને લોકપ્રિય બન્યા હતા. પોતાની દમદાર ભૂમિકાને લઈને વહિદા રહેમાને દર્શકોના જ નહીં, પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ધુરંધર ડિરેક્ટરના પણ દિલ જીત્યા હતા. ફિલ્મોની સાથે પ્રોફેશનલ લાઈફને લઈ ચર્ચામાં રહેનારા વહિદા રહેમાન માટે ગાઈડ ફિલ્મએ ચાર ચાંદ લગાવ્યા હતા. વહિદા રહેમાને ‘ગાઈડ’ ફિલ્મને લઈને પણ મહત્ત્વની વાત કરી હતી. જાણીએ વહિદા રહેમાનના મતે જાણીએ રસપ્રદ કિસ્સા.
એક ઈન્ટરવ્યૂમાં વહિદા રહેમાને કહ્યું હતું કે ગાઈડ ફિલ્મ અંગે રસપ્રદ કિસ્સા જણાવ્યા હતા. વહિદા રહેમાને ફિલ્મ ગાઈડ અંગે વાત કરી હતી. ગાઈડ ફિલ્મ માટે મારો દેવાનંદે સંપર્ક કર્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ગાઈડ ફિલ્મના મૂળ નિર્દેશક ચેતન આનંદ અને ટૈડ ડેનિયલવસ્કી મને ફિલ્મમાં લેવા ઈચ્છતા નહોતા, પણ મને દેવા નંદને કારણે ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ હતી.
વહિદા રહેમાને કહ્યું હતું કે તમારા બંને ડિરેક્ટર તો મને પસંદ કરતા નથી. જો તમે મને લેશો તો તમારા માટે મુશ્કેલી ઊભી થશે. આમ છતાં દેવા નંદે મારી એક વાત માની નહીં. દેવાનંદે આગળ વધીને કહ્યું હતું કે મારી મરજી હું કોને લઉ અને ના લઉઁ એ હું નક્કી કરીશ. એના પછી ગાઈડ ફિલ્મમાં કામ કર્યું.
વાસ્તવમાં દેવા નંદ સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો હતો. આ સારી વાત હતી. તેઓ એકદમ કૈઝુઅલ અને આકર્ષક હતા. તેઓ જ્યારે પણ ફિલ્મના સેટ પર આવતા હતા ત્યારે સરળ લાગતા હતા. મને તો ક્યારેય અનુભવ થયો નહોતો કે તેઓ સ્ટાર છે. તેઓ એટલા દિગ્ગજ કલાકાર હતા પણ લોકો સાથે જોડાયેલા હતા. આ ફિલ્મમાં કામ કર્યા પછી ગાઈડે નવો ઈતિહાસ સર્જયો હતો અને આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે.
