પીએમ મોદીનો ઉત્તરાધિકારી કોણ બની શકે, લોકોની પસંદ કોણ છે?
દેશના શ્રેષ્ઠ વડા પ્રધાન તરીકે કોનું નામ પર મહોર મારવામાં આવી?
ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં વિજય પછી એક પછી એક રાજ્યની ચૂંટણી જીતતું જાય છે. લોકસભાની ચૂંટણી પણ નરેન્દ્ર મોદીના દમ પર જીત્યા પછી મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી વગેરે રાજ્યમાં જીતવાને કારણે વિપક્ષી ગઠબંધનને જોરદાર ઝટકો લાગ્યો છે. તાજેતરમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો, જેમાં એક અહેવાલમાં દાવો કર્યો હતો કે જો હાલ ચૂંટણી યોજવામાં આવે તો ભાજપ પોતાના દમ પર ચૂંટણી જીતી જાય, જ્યારે કોંગ્રેસને બહુ ઓછી બેઠકો મળી શકે છે. એના સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી અંગે પણ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં યોગી આદિત્યનાથ અને અમિત શાહ વચ્ચે જોરદાર ટક્કર રહી હતી. અમિત શાહને યોગી કરતા એક ટકા વધુ મત મળ્યો હતો.
મીડિયાના એક સર્વેક્ષણમાં 26.8 ટકા લોકોએ નરેન્દ્ર મોદી પછી દેશના વડા પ્રધાન તરીકે અમિત શાહ બનવા જોઈએ એમ જણાવ્યું હતું, જ્યારે 25.3 ટકા લોકોએ યોગી આદિત્યનાથ બનવા જોઈએ. જોકે, એનાથી ઓછા મતમાં 14.6 ટકા લોકોએ નીતિન ગડકરી અને રાજનાથ સિંહને 5.5 ટકા અને શિવરાજ સિંહને 3.2 ટકા તરીકે પસંદગી કરી હતી. અલબત્ત, ભારતીય જનતા પાર્ટીમાં બે નહીં, પરંતુ અન્ય બીજા ત્રણ નેતા પીએમપદના દાવેદાર છે.
ઉપરાંત, દેશના સૌથી શ્રેષ્ઠ વડા પ્રધાન તરીકે પણ સવાલ કરવામાં આવ્યા હતા, જેમાં 13.6 ટકા લોકો સદ્ગત વડા પ્રધાન મનમોહન સિંહને 13.6 ટકા મત આપ્યા હતા, પરંતુ પહેલા ક્રમે તો નરેન્દ્ર મોદીને 50 ટકાથી વધુ માર્ક આપ્યા હતા, જ્યારે અટલ બિહારી વાજપેયીને 11.8 ટકા તેમ જ ઈન્દિરા ગાંધીને 10.3 ટકા શ્રેષ્ઠ વડા પ્રધાન તરીકે ગણતરી કરી હતી.
લોકસભાની ચૂંટણી જો અત્યારે યોજવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને 281 સીટ મળી શકે છે, જ્યારે કોંગ્રેસની બેઠકો ઘટીને 78 થઈ શકે છે. જોકે, ગયા વર્ષની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 99 સીટ મળી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 240 સીટ પર વિજય મળ્યો હતો. મીડિયાના સર્વેમાં 54,418 લોકોને સમાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કૂલ મળીને 70,000 લોકો સાથે વાતચીત કરી હતી. આમ છતાં સર્વે કરવા માટે એક લાખ 25,000 લોકોના મત લેવામાં આવ્યા હતા.