February 4, 2026
મનોરંજન

જાણો કોણ છે એ લોકો જે ‘જલસા’ની બારીમાંથી બિગ બીની સંડે મીટિંગ આરામથી જુએ છે? વીડિયો થયો વાઈરલ…

Spread the love


બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લાં કેટલાય દાયકાઓથી દર રવિવારે સાંજે ‘જલસા’ના ગેટ પર આવીને તેમને મળવા આવેલા ફેન્સ સાથે મીટિંગ કરે છે. ખુદ બિગ બી પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મીટિંગના વીડિયો શેર કરતાં રહે છે. જો તમે પણ ધ્યાનથી જોયા હશે તો આ વીડિયોમાં તમને બિગ બીની પાછળની બાજુએ આવેલી ઈમારતની બારીમાંથી તેમના પડોશીઓ પણ ડોકાતા જોવા મળે છે. શું તમે જાણો છો આ લોકો કોણ છે? ચાલો તમને આજે આ સ્ટોરીમાં બિગ બીના આ પડોશીઓ કોણ છે એ જણાવીશું…

બિગ બીએ શેર કરેલાં વીડિયોમાં પાછળ બાલકનીમાં જોવા મળતાં આ લોકો હકીકતમાં કોઈ સામાન્ય પડોશી નથી પરંતુ અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ની બિલકુલ પાછળ આવેલી સોસાયટીના રહેવાસીઓ છે. બિગ બીની પાછળ આ જે લોકો બારીમાં ઊભેલાં દેખાય છે તેઓ આ બિલ્ડિંગમાં રહેતા પરિવારો અથવા તેમના ઘરે આવેલા મહેમાનો હોય છે.

મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા આ લોકો માટે બિગ બીની સનડે મીટિંગ દર રવિવારની એક ફિક્સ ઈવેન્ટ જેવું છે. જ્યાં હજારો લોકો રસ્તા પર કલાકો સુધી ઉભા રહીને અમિતાભની એક ઝલક મેળવવા તડપે છે, ત્યાં આ પડોશીઓ પોતાના ઘરની બારી કે બાલ્કનીમાં બેસીને આરામથી આ આખો નજારો જોઈ શકે છે. સોશિયલ મીડિયા પર લોકો ઘણીવાર મજાકમાં લખે છે કે, આ લોકો પાસે દુનિયાનો સૌથી મોંઘો અને બેસ્ટ વ્યુ છે.


અહીંયા તમારી જાણ માટે કે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન જે વિસ્તારમાં રહે છે ત્યાં બોલીવૂડની અનેક હસ્તીઓ તેમના પડોશી છે. બિગ બીના બંગલા ‘જલસા’ની આસપાસ અક્ષય કુમાર, રીતિક રોશન, અજય દેવગન અને કાજોલ જેવા મોટા સિતારાઓના પણ ઘર આવેલા છે. જોકે, સંડે મીટિંગ સમયે જે બારી દેખાય છે તે ચોક્કસપણે જલસાને અડીને આવેલી બિલ્ડિંગના રહેવાસીઓની જ હોય છે.

જ્યારે પણ અમિતાભ બચ્ચન વીડિયો શેર કરે છે, ત્યારે ફેન્સનું ધ્યાન એ બારી પર ચોક્કસ જાય છે. કેટલાક ચાહકો તો કમેન્ટ્સમાં એવું પણ પૂછે છે કે શું આ લોકો પડોશી છે કે બચ્ચન સાહેબના સ્ટાફના લોકો? પરંતુ હકીકતમાં તેઓ પડોશીઓ જ છે જેઓ આ ઐતિહાસિક પળોના સાક્ષી બને છે.

આ સિવાય હાલમાં જ સોશિયલ મીડિયા પર નિર્મિત જેસરાની નામના શખ્સે બિગ બીનો સન્ડે મીટિંગનો વીડિયો બનાવીને શેર કરીને પોતાની આઈડેન્ટિટી રીવિલ કરી છે. આ વીડિયો શેર કરતાં જ નિર્મિતે એ વાતનો ખુલાસો કર્યો હતો કે હું એ જ વ્યક્તિ છું કે જેને બિગ બી ક્યારેક ક્યારે હાથ જોડીને ધન્યવાદ પણ પાઠવે છે. નિર્મિતે એવું પણ જણાવ્યું હતું કે હું ખૂબ જ ખુશનસીબ છું છે કે મને બિગ બીના પડોશી બનવાનો મોકો મળ્યો છે. ફેન્સ બિગ બીના વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેણે એક્ટરને પર્સનલી મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ બિગ બી ફિલ્મ કલ્કી ટુમાં જોવા મળશે. આ સિવાય હાલમાં જ બિગ બીએ કૌન બનેગા કરોડપતિની સિઝન 17મા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!