બાબા સિદ્દીકીની હત્યામાં કઈ પિસ્તોલનો ઉપયોગ થયો હતો?
મુંબઈમાં એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં મુંબઈ પોલીસે મહત્ત્વની જાણકારી આપી હતી. બાબા સિદ્દીકીની હત્યા માટે કઈ પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો એના અંગે મુંબઈ પોલીસે માહિતી આપતા કહ્યું કે બાબા સિદ્દીકીની હત્યામાં ત્રણ પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો, જેમાં એક ઓસ્ટ્રેલિયાની ગ્લોક પિસ્તોલ, એક તુર્કીની પિસ્તોલ અને ત્રીજી દેશી પિસ્તોલ હતી. પોલીસે આ ત્રણેય પિસ્તોલને જપ્ત કરી છે. 12મી ઓક્ટોબરે નિર્મલનગરમાં ઝીશાન સિદ્દીકીની ઓફિસ બહાર બાબા સિદ્દીકીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
બાબા સિદ્દીકીના કેસમાં શૂટર્સ 28 દિવસમાં પાંચ વખત બાબા સિદ્દીકીના ઘરે અને ઓફિસની બહાર રેકી કરવા ગયા હતા. બાબા સિદ્દીકીના ઘરે તેઓ કલાકો સુધી રોકાતા હતા અને તેમની મૂવમેન્ટને ટ્રેક કરી હતી. રેકી પછી દશેરના દિવસે હત્યાકાંડને અંજામ આપ્યો હતો. હત્યાકાંડમાં સામેલ ઝીશાન અખ્તર ઘટના વખતે મુંબઈ બહાર હતો. જીશાન મુંબઈ બહાર રહીને ઓપરેશનનું કોઓર્ડિનેટનું કામ કરતો હતો. શૂટરોને શુભમનો ભાઈ પ્રવીણ પુમેથી મુંબઈ છોડવા ગયો હતો અને શૂટરને પૈસા પણ શુભમે આપ્યા હતા.
લોરેન્સ જ્યારે પણ કોર્ટ યા જેલમાં જાય છે ત્યારે તેના મળતિયા લોકો લોરેન્સના વીડિયો બનાવે છે. આ વીડિયોમાં લોરેન્સ ક્યારેક મૂછમાં તાવ આપીને કેમેરા સામે હસતો જોવા મળતો, જ્યારે સોશિયલ મીડિયા મારફત પણ લોરેન્સે પોતાની ગેંગને વધુ મજબૂત બનાવી હતી. સોશિયલ મીડિયા મારફત લોરેન્સ તેના સાગરિતોની ભરતી કરવામાં આવી હતી. સૌથી મોટી વાત એ છે કે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા અને બાબા સિદ્દીકી કેસમાં ફાયરિંગમાં શૂટરની ઉંમર નાની છે. એના સિવાય એ પણ જાણવા મળ્યું છે કે અનેક વખત લોરેન્સ અને એના ભાઈ અનમોલનું નામ લઈને ક્રિમિનલને પણ ધમકીભર્યા વીડિયો બનાવ્યા હતા અને નામ પણ લોરેન્સ અને અનમોલનું નામ લેવામાં આવે છે.