June 30, 2025
અજબ ગજબટ્રાવેલવાંચન વૈવિધ્યમ

ટ્રેનોમાં સૌથી સુરક્ષિત કોચ-સીટ કયો માનવામાં આવે છે?

Spread the love

ભારતીય રેલવે દેશમાં સસ્તા અને ઝડપી પરિવહન માટે ટ્રેન સૌથી સુરક્ષિત પરિવહન માનવામાં આવે છે. પણ લોકલ પેસેન્જરના ટ્રેનની તુલનામાં એક્સપ્રેસ-ગૂડસ ટ્રેનના અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે ત્યારે સામાન્ય લોકોના મનમાં સવાલ થાય કે ટ્રેનમાં સૌથી સુરક્ષિત કોચ યા સીટ કઈ માનવામાં આવે છે. આ મુદ્દે ભારતીય રેલવેએ કોઈ નક્કર માહિતી આપી નથી. આમ છતાં અમુક તર્કના આધારે અમુક કોચ-સીટને સુરક્ષિત માનવામાં આવે છે. અમુક નિષ્ણાતો પણ સૌથી સુરક્ષિત કોચ અંગે પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે, જેને આધારે તમે સુરક્ષિત કોચ માની શકો છો.
સૌથી પહેલા વાત કરીએ ટ્રેનના કોચની પોઝિશનની તો એન્જિન પછી સૌથી પહેલો કોચ એવન આવે છે, ત્યારબાદ બીવન, બીટુ, બીથ્રી અને પછી બી4 કોચનો નંબર આવે છે. આ બધા કોચમાંથી એસીથ્રી કોચ હોય છે, જ્યારે જે ટ્રેનમાં પેન્ટ્રી કોચ હોય છે ત્યારપછી એસવન, એસ2, એસ3નો નંબર આવે છે. આ સ્લીપર ક્સાસના કોચ હોય છે. એના પછી જનરલ કોચના ડબ્બાનો ક્રમ આવે છે.
આ તો રેલવેની સામાન્ય પોઝિશન માનવામાં આવે છે, પરંતુ હજુ મનમાં થાય કે સુરક્ષિત કોચ કયો હોય છે. તમને થાય કે ટ્રેનમાં સૌથી સુરક્ષિત કોચ એસ1 હોશે, પરંતુ એવું નથી. નિષ્ણાતો પણ માને છે કે સૌથી સુરક્ષિત કોચ તો મિડલ માનવામાં આવે છે. ઉપરની પોઝિશન પ્રમાણે ભારતીય ટ્રેનમાં સૌથી સુરક્ષિત કોચ તો બી4 માનવામાં આવે છે. તો બીજી બાજુ નિષ્ણાતો માને છે કે અકસ્માત વખત તો સાઈડ કોચને વધુ જોખમ રહે છે. આમ છતાં અમુક ટ્રેનોમાં પોઝિશન અલગ હોય છે, તેથી ટિકિટ લેતી વખતે ટ્રેનની પસંદગી કરો તો મિડલ કોચની પસંદગી કરી શકો છો.
સૌથી સુરક્ષિત કોચ પછી સૌથી સુરક્ષિત સીટ કઈ ગણાય છે તો ફેડરલ રેલવે સેફ્ટી 1970 અનુસાર કોઈ પણ કોચની મિડલ સીટ સૌથી વધારે સુરક્ષિત માનવામાં આવે છે. જો તમારા કોચની 72 સીટ હોય તો સૌથી સુરક્ષિત સીટ 32થી 35 નંબરની માનવામાં આવે છે. ટૂંકમાં, જો તમે ટિકિટ બુક કરતા હોય ત્યારે તમે તમે મિડલ કોચની સાથે મિડલ સીટ પસંદ કરવાનું ચૂકવું જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!