આ અઠવાડિયે આટલા સ્ટોક પર નજર રાખશો? બોનસની જાહેરાત બાદ ચમકી શકે
મુંબઈઃ શેરબજારમાં આ અઠવાડિયા દરમિયાન ચાર કંપની એક્સ બોનસની જાહેરાત સાથે ટ્રેડ કરશે. આ ચાર કંપનીએ રોકાણકારોને ભૂતકાળમાં મજબૂત વળતર પણ આપ્યું છે, જે આ અઠવાડિયામાં મોટી જાહેરાતને લઈ આ ચાર કંપનીના શેરમાં મોટી હિલચાલ જોવા મળશે, જેમાં બાબા રામદેવની કંપનીનો પણ સમાવેશ થાય છે. જાણી લો કઈ કંપનીઓ છે.
પતંજલિ ફૂડ્સ લિમિટેડ (Patanjali Foods Ltd)
માર્કેટમાં બેતરફી હિલચાલ વચ્ચે આ અઠવાડિયા દરમિયાન ફૂડ સેક્ટરની અગ્રણી પતંજલિ ફૂડ્સ લિમિટેડ બોનસ શેરની વહેંચણી કરશે. પતંજલિ ફૂડ્સ લિમિટેડે એક શેર પર બે શેર બોનસ આપવાની જાહેરાત કરી છે. આ બોનસ ઈશ્યૂ માટે પતંજલિ ફૂડ્સ લિમિટેડ અગિયારમી સપ્ટેમ્બરના તારીખ રેકોર્ડ ડેટ જાહેર કરી છે. એટલે કંપની આ દિવસે શેર એક્સ બોનસ ટ્રેડ કરશે. માર્કેટમાં મોટી હિલચાલ વચ્ચે ગયા અઠવાડિયે શુક્રવારે શેરનો ક્લોઝિંગ ભાવ 1,789.95 રુપિયાના મથાળે રહ્યો હતો.
રેગિસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Regis Industries Ltd)
માર્કેટમાં પેન્ની સ્ટોકની પણ જોરદાર હિલચાલ જોવા મળતી હોય છે, જેમાં રેગિસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પણ રોકાણકારોને બે પર એક બોનસ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે બારમી સપ્ટેમ્બરના બોનસની રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આ અગાઉ જાન્યુઆરી મહિનામાં કંપનીએ કંપનીના શેરનું વિભાજન કર્યું હતું. એ વખતે કંપનીએ પોતાના શેરના 10 હિસ્સામાં વહેંી હતી. ગયા વર્ષે સ્ટોકનો ભાવ બાવન ટકા ઘટ્યો છે, જ્યારે શુક્રવારે બીએસઈમાં સ્ટોકનો ભાવ 7.28 રુપિયાના મથાળે બંધ હતો. બોનસની જાહેરાતને કારણે સ્ટોકના ભાવમાં વધઘટ જોવા મળશે.
સ્ટેલલન્ટ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) લિમિટેડ (Stellant Securities Ltd)
આ સ્ટોક બારમી સપ્ટેમ્બરના એક્સ બોનસ ટ્રેડ કરશે. કંપનીએ એક શેર પર ચાર બોનસ શેર આપવાની સૌથી મોટી જાહેરાત કરી છે. કંપનીએ સૌથી પહેલી વાર બોનસ શેરની જાહેરાત કરી છે. શુક્રવારે સ્ટોકના ભાવમાં અપર સર્કિટ જોવા મળી હતી. ભાવમાં બે ટકાના ઉછાળા બાદ સ્ટોકનો ભાવ બીએસઈમાં 665.45 રુપિયાએ રહ્યો હતો.
હમ્પસ બાયો લિમિટેડ (Hamps Bio Limited)
બોનસ આપવાની જાહેરાતને લઈ ગયા અઠવાડિયા દરમિયાન સ્ટોકના ભાવમાં મજબૂત હિલચાલ રહી હતી. શુક્રવારે જ કંપનીના શેરમાં અપર સર્કિટ જોવા મળી હતી, જ્યારે શેરના ભાવમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં હમ્પસ બાયો લિમિટેડના શેરના ભાવમાં 14 ટકાનો વધારો થોય છે. 261 કરોડના માર્કેટ કેપ ધરાવતા સ્ટોકનો ભાવ ગયા અઠવાડિયે 60 રુપિયાની સપાટીએ હતો, જે બાવન સપ્તાહની ઊંચી અને નીચી સપાટીનો ભાવ અનુક્રમે 107/34.2 રુપિયાનો રહ્યો હતો.
