December 20, 2025
અજબ ગજબ

સ્થળાંતર કરનારા પક્ષીઓ વચ્ચે ક્યાં રોકાય છે? જાણો વૈજ્ઞાનિક ખુલાસા

Spread the love


હજારો કિલોમીટરની સફર વચ્ચે પક્ષીઓ ક્યાં આરામ કરે છે, શું ખાતા પીતા અને કેવી રીતે ઊર્જા સંચય કરે છે — જાણો રસપ્રદ વિગતો

ઋતુ પ્રમાણે પક્ષીઓ સ્થળાંતર કરે છે, તેમાંય વળી દરેક ઋતુમાં એક શહેરથી બીજા શહેર નહીં, પણ દેશ પણ બદલે છે. પણ સ્થળાંતર કરતી વખતે રસ્તામાં વચ્ચે શું કરે છે એ ખબર છે. જો ના તો અમે તમને જણાવીએ. ઠંડીની સિઝન હોય કે પછી અન્ય ઋતુ પણ પક્ષીઓ હજારો કિલોમીટરની સફર કરીને લોકોને અચરજમાં મૂકતા હોય છે.

વૈજ્ઞાનિકોએ પણ પક્ષીઓનો અભ્યાસ કરતા હોય છે અને જાણવા માગતા હોય છે શા માટે પક્ષીઓ આટલા હજારો કિલોમીટર દૂર સ્થળાંતર કરતા હોય છે, વચ્ચે ક્યાં હોલ્ટ કરતા હોય છે. એટલું જ નહીં, હજારો કિલોમીટરની ઉડાન વચ્ચે ખાવાપીવાનું અને રેસ્ટ ક્યાં કરતા હશે. હજારો કિલોમીટરના પ્રવાસ વખતે એટલી શક્તિ-ઊર્જા કઈ રીતે મળતે હશે, તેમાંય વળી હવામાનમાં પાતળી હવા વખતે કઈ રીતે લાંબી ઉડાન કરી શકે.

એકલદોકલ પક્ષીની જાત મોસમ અનુસાર ઉડાન ભરતા નથી, પરંતુ કરોડો પક્ષીઓ પોતાની રચના અને મોસમના બદલાવ સાથે ઉડાન ભરતા હોય છે. આ મુદ્દે પ્રિસ્ટન યુનિવર્સિટીમાં સંશોધન કરવામાં આવ્યું હતું. મોટાભાગે જમીન પર રહેનારા પક્ષીઓ રાતના સમયગાળા દરમિયાન સ્થળાંતર કરતા હોય અને સૂર્યાસ્ત પછી પોતાની સફર શરુ કરતા હોય છે. હવામાનમાં થનારા ફેરફારને પણ પોતાની ગતિવિધિમાં સમાવેશ કરી લે છે.

પક્ષીઓના માળા અને તેની બાંધણીના સંશોધન અનુસાર કહેવાય છે કે તેમના માળા જ તેમને સૌથી વધુ રક્ષણ પૂરું પાડે છે. માળાની બાંધણી પણ લોકોના રસ્તામાં કે અન્ય કોઈ અવરોધવાળી જગ્યામાં હોતી નથી. ઉપરાંત, લાંબી ઉડાન વખતે પણ રેસ્ટ માટે ગાઢ જંગલના વિસ્તારની પસંદગી કરે છે. આવા વિસ્તારોમાં સૌથી વધુ પક્ષીઓ રેસ્ટ કરતા હોવાનું પણ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો હતો. અન્ય એક રસપ્રદ તારણ એ પણ કાઢવામાં આવ્યું છે કે ઋતુના અનુસાર સ્થળાંતરણ પણ જોવા મળે છે.

પક્ષીઓના માળાના આ મુખ્ય સ્થળો મુખ્યત્વે પાનખર જંગલો છે જ્યાં ઘણા સ્પષ્ટ વિસ્તારો પણ છે. આ વિસ્તારો દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આરામના સ્થળો છે. પાનખરમાં ઉપયોગમાં લેવાતા વિસ્તારનો વસંતમાં ઋતુમાં કામ આવતો નથી. આમ છતાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 17 ટકા વિસ્તાર એવા છે, જે બંને ઋતુમાં ઉપયોગમાં આવે છે. સંશોધકોનો દાવો છે કે પક્ષીઓના રેસ્ટની જગ્યા વધારે છે, તેથી તેમને સંરક્ષણની જરુર હોતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!