July 1, 2025
ધર્મ

Happy Janmashtami: ગુજરાત, મથુરામાં કઈ રીતે ઉજવાશે જન્માષ્ટમી?

Spread the love

ગુજરાતની ગોકુળાષ્ટમી કે જન્માષ્ટમી કે પછી મહારાષ્ટ્રની દહીંહાંડી કે મથુરામાં કૃષ્ણઉત્સવ ક્યારે એનું સેલિબ્રેશન કરવું એના માટે દરેકને વિમાસણ છે. મૂળ વાત તો કૃષ્ણની ભક્તિ અને પૂજાભાવની છે. કૃષ્ણ માટે સમર્પણ અને એના સહારે જીવન નૈયા ચલાવવાની શ્રદ્ધાભાવની છે. બાળ ગોપાલના જન્મનો દિવસ એટલે જન્માષ્ટમી. હિંદુ શાસ્ત્રો પ્રમાણે એક પછી તહેવારોની ઉજવણીની પરંપરા હજુ પણ જળવાઈ રહી છે, જે દ્વારકા હોય કે મથુરા પણ ભારતમાં દરેક કૃષ્ણ, રામ અને શિવજીના મંદિરોમાં કૃષ્ણ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. હિંદુ ધર્મના મુખ્ય તહેવારોમાં જન્માષ્ટમીની ઉજવણી ભારત જ નહીં, વિદેશમાં ઉજવાય છે. ગુજરાતમાં તો ખાસ મેળાની મોસમ શરુ થશે.
dwarka
ગુજરાતના મંદિરોમાં ઉજવાશે જન્માષ્ટમી
ગુજરાતના જાણીતા મંદિરોમાં ઈસ્કોન, દ્વારકા, શામળાજી સહિત ડાકોરમાં ઉજવાશે જન્માષ્ટમી. દ્વારકામાં ભગવાન દ્વારકાધીસનો 5251મો જન્મોત્સવ ઉજવવામાં આવશે. જગતમંદિર દ્વારકામાં સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી મંગળા દર્શન રહેશે. સાત પ્રકારના અલગ અલગ ભોગ ધરાવવામાં આવશે. દ્વારકા સિવાય બેટ દ્વારકા, શ્રીનાથજી વગેરે મંદિરોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત રહેશે.
ભાદ્રપદની આઠમના રોહિણી નક્ષત્રમાં જન્મ

આ વર્ષે પણ 26મી ઓગસ્ટે ઉજવણી કરવામાં આવશે. ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદની આઠમના રોહિણી નક્ષત્રમાં થયો હતો. વિધિપૂર્વક પૂજાપાઠ અને વ્રત રાખવાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે. આજે ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. મથુરાના કૃષ્ણમંદિરમાં કાન્હાજીને પંચામૃતનો અભિષેક કરવામાં આવશે અને એના પછી યશોદાના નંદલાલની સંપૂર્ણ વિધિવત રીતે પૂજાપાઠ કરવામાં આવશે. નંદલાલાને 56 પ્રકારના ભોગ ધરાવવામાં આવશે.
નંદલાલાને આટલી વસ્તુનો ભોગ ધરાવી શકો
જન્માષ્ટમીના દિવસે કનૈયાને પંજરીનો ભોગ ધરાવી શકો છો. પંજરીના ભોગ વિના કાનાની પૂજા અધૂરી રહે છે. પંજરીમાં ઘી, સાકર, ઘઉંનો લોટ સાથે કાજુ, ઈલાયચી અને બદામ પણ નાખી શકો છો. એના સિવાય માખણ, પંચામૃત, ખીર, દહીં અને કેળાં પણ ધરાવી શકો છો.
મથુરામાં કૃષ્ણમંદિર 20 કલાક ખુલ્લું રહેશે
આજે મથુરાના જન્મસ્થળનું મંદિર 20 કલાક ખુલ્લું રહેશે, જેથી ભક્તો નંદલાલના દર્શન કરી શકશે. સામાન્ય રીતે મંદિર 12 કલાક ખુલ્લું રાખવામાં આવશે. આવતીકાલે સવારે સાડા પાંચ વાગ્યે શરણાઈ અને ઢોલના નાદે આરતી કરવામાં આવશે, ત્યારબાદ આઠ વાગ્યે ભગવાનને પંચામૃતનો અભિષેક કરવામાં આવશે તેમ જ જન્મનો કાર્યક્રમ રાતે અગિયાર વાગ્યે કરવામાં આવશે. ગણપતિ અને નવગ્રહ વગેરેની પૂજાપાઠ સાથે કરવામાં આવશે. શ્રીકૃષ્ણ જન્મની મહાઆરજી રાતના 12.10 વાગ્યા સુધી ચાલશે.
આજે શ્રીકૃષ્ણના આટલા જાપ કરો
જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની પૂજાપાઠ માટે તમે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદાય અને ઓમ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયા કુન્ઠમેધસે, સર્વવ્યાધી વિનાશાય પ્રભો મામમૃતં કૃધિ. જન્માષ્ટમીની ઉજવણી કરવાની સાથે ઘરમાં સુખ-શાંતિ માટે તમે મંત્ર-જાપ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!