17મી 18મી જાન્યુઆરી ક્યારે છે સંકષ્ટી ચતુર્થી? અહીં જાણી લો એક ક્લિક પર…
હિંદુ ધર્મમાં સંકષ્ટી ચતુર્થીનું એક આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને સંકષ્ટીના દિવસે ભગવાન ગણેશજીની ઉપાસના કરવામાં આવે છે. સકટ ચોથ કે સંકટ ચતુર્થીને તિલકુટા ચૌથના નામે પણ ઓળખવામાં આવે છે. હિંદુ પંચાગ અનુસાર માઘ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને સકટ ચૌથ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે માતાઓ પોતાના સંતાન માટે વ્રત રાખે છે. સાંજના સમયે ચંદ્રમાને અર્ધ્ય આપ્યા બાદ જ આ વ્રત ખોલવામાં આવે છે.
એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ આ વ્રત સાચી નિષ્ઠા અને ભક્તિ સાથે કરે છે તો એના પર ભગવાન ગણેશજીની કૃપા બની રહે છે. આ વખતે સકટ ચોથ ક્યારે આવે છે 17મી જાન્યુઆરી કે 18મી જાન્યુઆરીના? જો તમને પણ આ સવાલ સતાવી રહ્યો હોય તો આ વખતે ઉદયા તિથિ અનુસાર સકટ ચતુર્થીનું વ્રક 17મી જાન્યુઆરીના રાખવામાં આવશે. આ દિવસે સકટ ચતુર્થીના દિવસે સવારે 4.06 કલાકે શરૂ તશે અને 18મી જાન્યુઆરીના 8.30 કલાકે તિથિ પૂરી થશે.
વાત કરીએ પૂજન મુહૂર્તની તો સકટ ચૌથના પૂજા માટેનું પહેલું મુહૂર્ત સવારે 5.27 કલાકથી 6.21 કલાક સુધી રહેશે. જ્યારે બીજું મુહૂર્ત 8.34 કલાકથી 9.53 કલાક સુધી રહેશે. આ સાથે ચંદ્રમાને અર્ધ્ય આપવાનો સમય રાતે 9.09 કલાક સુધી રહેશે.
સંકષ્ટી ચતુર્થીના દિવલે ભગવાન ગણેશજીની સાથે સાથે ચંદ્ર દેવનું પૂજન પણ કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ નિર્જલા વ્રત રાખે છે. રાતે ચંદ્રોદય બાદ ચંદ્રદેવને અર્ધ્ય આપીને વિધિ-વિધાનથી પૂજા કરે છે. આ દિવસે પૂજામાં ગણેશ મંત્રનું જાપ કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે અને જો તમે ઈચ્છો તો ગણેશ મંત્રનો જાપ કરતાં કરતાં 21 દુર્વા ભગવાન ગણેશને અર્પિત કરી શકાય છે.
સંકટ ચતુર્થીના દિવસે ઘરના પૂજા સ્થળે તાંબાના લોટામાં ગંગા જળ ભરીને એની ઉપર એક સોપારી રાખો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહી છે.