World Sleep Day ક્યારે અને શા માટે ઉજવણી કરાય છે?
ખરાબ ખાણીપીણી, વ્યસ્ત જીવનશૈલી અને તનાવને કારણે લોકો મોટા ભાગે રાતે પણ વ્યવસ્થિત રીતે સૂઈ શકતા નથી, જેને કારણે આરોગ્ય પર અસર પડે છે. પૂરતી ઊંઘ નહીં લેતા હોવાને કારણે લોકો બીમારીના પણ ભોગ બને છે. આ પ્રકારની બીમારીથી બચવા માટે અને જાગૃકતા માટે દુનિયામાં સ્લીપ ડેની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે હ્યુમન રાઈટ્સ અન્વયે વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે તેનો હેતુ ઊંઘ સંબંધિત વિવિધ બાબતે લોકોને જાગૃત કરવાની છે. પોતાની જરુરિયાતોને પૂરી કરવા માટે દિવસ રાત વ્યક્તિ મહેનત કરે છે, પરંતુ એના કારણે ઊંઘ લેવાનું પણ ભૂલી જાય છે. પર્યાપ્ત ઊંઘ નહીં લેવાને કારણે તેની સીધી અસર વ્યક્તિના હેલ્થ પર પડે છે. દર વર્ષે પંદરમી માર્ચના વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે તેની એક થીમ પણ તૈયાર કરાય છે.
2024માં વર્લ્ડ સ્લીપ ડેની થીમ હતી સ્લીપ ઈક્વિટી ફોર ગ્લોબલ હેલ્થ. પર્યાપ્ત ઊંઘ નહીં લેવાને કારણે વ્યક્તિના ફિઝિકલ હેલ્થ સાથે મેન્ટલ હેલ્થ પર અસર પડે છે, તેથી તેના સંબંધમાં વ્યક્તિએ જાગૃતિ રાખવાનું જરુરી છે. તંદુરસ્ત રહેવા માટે એક બાજુ પર્યાપ્ત ઊંઘ સાથે હેલ્થી ફૂડ લેવાની સલાહ આપવામાં આવે છે, જ્યારે તેનું પાલન નહીં કરતા મોટી બીમારીના ભોગ બને છે.
મોટા ભાગના કિસ્સામાં મલ્ટિ નેશનલ કંપની કે મહાનગરોમાં નોકરી કરનારા લોકો પૂરતી ઊંઘ નહીં લેતા હોવાને કારણે લોકો શારીરિક અને માનસિક બીમારીના ભોગ બને છે, તેથી તેના ઉકેલ લાવવા માટે વર્લ્ડ સ્લીપ ડે ઉજવવાની શરુઆત 2008માં કરી હતી, જેમાં હવે 88થી વધુ દેશ વર્લ્ડ સ્લીપ ડે મનાવે છે. વધુમાં કહીએ તો આ દિવસની ઉજવણી કરવાનો ઉદ્દેશ તો ખાસ કરીને તેનાથી થનારી બીમારીઓને બચાવવા માટે વર્લ્ડ સ્લીપ ડે મનાવે છે. વાસ્તવમાં આ દિવસની તમે પણ ઉજવણી કરી શકો છો એ પણ જીવનભર, જે તમારા અને પરિવારના આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.