સૈફ અલી ખાન પર ક્યારે અને કઈ રીતે થયો હુમલો?, સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ
મુંબઈઃ બોલીવુડના રાજવી પરિવાર પૈકીના એક પટોડી ખાનદાન પરિવારમાંથી સૈફ અલી ખાન પર રાતે થયેલા હુમલાથી બોલીવુડ જગતમાં ખળભળાટ મચી ગયો છે. મુંબઈમાં અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને એક હુમલાખોરે ચાકુથી હુમલો કર્યો હતો, જેનાથી ગંભીર ઘાયલ થયા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં જોખમનું કોઈ કારણ નથી, એમ હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું હતું.
ચાકુના હુમલામાં પહોંચી ગંભીર ઈજા
આ મુદ્દે પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના મધરાતે સૈફ અલી ખાન બાંદ્રા ખાતેના નિવાસસ્થાને હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ પછી પોલીસ ઘટનાસ્થળે રવાના થઈ હતી અને તપાસ હાથ ધરી હતી. સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને એક અજાણ્યા શખસે ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. બાંદ્રાની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે કલાકારોની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊઠાવવામાં આવ્યા છે.
ચોરીના ઉદ્દેશથી થયો સૈફ પર હુમલો
બાંદ્રાના ડીસીપીએ કહ્યું હતું કે બુધવારે રાતના 2.30 વાગ્યાના સુમારે સૈફ અલી ખાનના ઘરમાં અજાણ્યો શખસ ઘૂસી ગયો હતો, ત્યાર બાદ સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કર્યો હતો. અગાઉ અજ્ઞાત શખસ અને મેડની વચ્ચે વિવાદ થયો હતો. ચોરીના ઈરાદાથી ઘૂસેલા શખસે સૈફ અલી ખાનની વસ્તુઓની ચોરી કરી ત્યારે ચોરે તેના પર હુમલો કર્યો હતો.
ક્યાં પહોંચી ઈજાગ્રસ્ત
સૈફી અલી ખાન પર ધારદાર હથિયારથી છ વખત હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફની ગરદન, છાતીમાં વાગ્યું હતું. આ ઉપરાંત, શરીરમાં પર ઈજા પહોંચી છે. સૈફ અલી ખાનના ઘરે કામ કરનારા સ્ટાફની અટક કરવામાં આવી છે ત્યાર બાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને પૂછપરછ હાથ ધરી છે.
પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત
સૈફ અલી ખાનની ટીમ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે હુમલાખોરનો સૈફ પ્રતિકાર પણ કર્યો હતો. પરિવારમાં સૈફ અલી ખાન સિવાય કરિના કપૂર સહિત અન્ય સભ્યો સુરક્ષિત છે. કરિના કપૂરની મીડિયા ટીમે કહ્યું હતું કે પોલીસ તપાસ કરી રહી હોવાથી નક્કર તપાસ થાય નહીં ત્યાં સુધી કોઈ અટકળો નહીં કરવી. આ હુમલા મુદ્દે મુંબઈ પોલીસે કહ્યું હતું કે ઘરના સીસીટીવી કેમેરા મારફત તપાસ હાથ ધરવામાં આવી છે. બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાનના નિવાસસ્થાન બાંદ્રા પોશ વિસ્તારમાં ગણતરી કરવામાં આવે છે, જ્યાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત ગોઠવવામાં આવી છે. અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ અગાઉ બોલીવુડના ભાઈજાન સલમાન ખાનના નિવાસસ્થાને હુમલો કરવામાં આવ્યો હતો.
