July 1, 2025
ટેકનોલોજીટોપ ન્યુઝ

Shocking News: WhatsAppએ ભારતમાં આટલા લાખ એકાઉન્ટ કર્યા બંધ…

Spread the love

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp)એ એકબીજા સાથે જોડાયેલા રહેવા માટેની સૌથી મહત્ત્વની કડી બની ગઈ છે પણ હવે આ વોટ્સએપની લઈને જ મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. સામે આવી રહેલી માહિતી પ્રમાણે વોટ્સએપનો દુરુપયોગ રોકવા અને પ્લેટફોર્મની વિશ્વસનિયતા જળવાઈ રહી એ માટે કંપનીએ પહેલી એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે એકલા ભારતમાં જ આશરે 71 લાખ જેટલા એકાઉન્ટ બંધ કરી દીધા હતા.

મેટાની માલિકી હેઠળના આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા યુઝર્સની પ્રાઈવસી અને સેફ્ટી માટે આ પગલું ભરવામાં આવ્યું છે. અહીંયા તમારી જાણ માટે કે કંપની દ્વારા દર વર્ષે આવી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને બિનજરૂરી એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

એપ્રિલ 2024 માટે WhatsAppનો ભારતના માસિક રિપોર્ટમાં જ જોવા મળ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કુલ 7,182,000 એકાઉન્ટ્સ બેન કરી દેવામાં આવ્યા હતા અને એમાંથી 1,302,000 એકાઉન્ટ્સ તો યુઝર્સને કોઈ પણ પ્રકારની જાણ થાય એ પહેલાં બેન કી દેવામાં આવ્યા હતા. એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાની પહેલ એ WhatsAppના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021ના પાલનનો એક ભાગ છે.

જૂન 2024નો તાજેતરનો રિપોર્ટ જોઈએ તો યુઝર્સની ફરિયાદો અને ઇન-હાઉસ ડિટેક્શન સિસ્ટમ્સ બંનેનો ઉપયોગ કરીને ગેરવર્તણૂંક અને દુરુપયોગ સામે WhatsApp દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!