મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનું ‘જૂનું’ નામ શું હતું, એવું શું થયું કે નામ બદલ્યું?
દુનિયાની સૌથી મોટી ટ્રેક્ટર નિર્માતા કંપનીમાં મહિન્દ્રાએ કઈ રીતે ડંકો વગાડ્યો?
ઓટોમોબાઈલ સેક્ટરમાં એક કરતા અનેક કંપનીઓ દુનિયામાં નામ ધરાવે છે. ઓટોમોબાઈલ સેક્ટરમાં ભારતીય કંપનીઓએ વિશેષ નામ કમાવ્યું છે, જેમાં ટાટા હોય કે મહિન્દ્રા બ્રાન્ડે તો ભારતમાં જ નહીં, દુનિયામાં ડંકો વગાડ્યો છે. ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં ટાટાની માફક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કોઈ જોડ મળશે નહીં. જોકે, આનંદ મહિન્દ્રાની કંપનીને કોઈ પૂરી રીતે ઓળખતું નહીં હોય તો. જો તમે જાણવા ઈચ્છતા હોય તો ચાલો એના મૂળ સુધી પહોંચીએ. ઓટોમોબાઈલમાં ટ્રેક્ટરના નિર્માણ ક્ષેત્રે ભારત જ નહીં, દુનિયામાં સૌથી મોટી કંપની છે, પરંતુ એના નામનો ઈતિહાસ રસપ્રદ છે.
2025માં એસયુવી કારનું રેકોર્ડ બ્રેક વેચાણ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની વાત આવે ત્યારે ટ્રેક્ટર અને એસયુવી કાર તમારા દિમાગમાં ચોક્સ છવાઈ જાય છે, જ્યારે કંપનીના શેર પણ માર્કેટમાં જોરદાર ધૂમ મચાવતા હોય છે. કંપનીની ક્લાસિક થારથી લઈને એસયુવી સુધી દુનિયાભરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ નામ કમાવ્યું છે. દેશની જાણીતી ઓટોમોબાઈલ કંપનીઓમાં પણ રાજ કરનારી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 2025માં રેકોર્ડ બ્રેક કર્યો છે. અત્યાર સુધીમાં કંપનીએ સૌથી વધુ એસયુવી કારનું વેચાણ કર્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 50 દેશમાં પોતાની પ્રોડક્ટને વેચે છે, જ્યારે વર્ષમાં 1.50 લાખ ટ્રેક્ટરનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે.
મહિન્દ્રાનું કારથી લઈને ટ્રેક્ટરમાં નામ
કારથી લઈને ટ્રેક્ટરમાં નામ કમાવનાર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના માલિકનું નામ પણ જો તમને પૂછો તો તરત તમે બતાવી દો છો. આનંદ મહિન્દ્રા ખુદ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, તેથી તેમને ઓળખનારાનો એક આખો વર્ગ છે. પણ એક હકીકત છે કે પહેલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનું નામ નહોતું. આ અગાઉ કંપનીએ જૂનું નામ બદલીને નવું નામ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રાખ્યું હતું. હવે તમને તેની તમામ પ્રોડક્ટ પર પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું નામ જોવા મળશે.
કંપનીની શરુઆત ક્યારે થઈ હતી?
કંપનીની શરુઆત 1945માં લુધિયાનામાં થઈ હતી. તેનો આરંભ મહિન્દ્રા બધર્સ (કૈલાશ ચંદ્ર મહિન્દ્રા અને જગદીશ ચંદ્ર મહિન્દ્રા)એ માલિક ગુલામ મોહમ્મદ સાથે મળીને પાર્ટનરશિપમાં કર્યો હતો. અગાઉ સ્ટીલના ટ્રેડિંગમાં કંપની શરુઆત કરી હતી, જ્યારે અત્યારે ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, કૈલાશ ચંદ્ર મહિન્દ્રાના પૌત્ર છે. અગાઉ કંપનીએ મોટા મોટા અધિગ્રહણો કર્યા હતા, જેમાં 1999માં મહિન્દ્રાએ ગુજરાત સરકાર પાસેથી ગુજરાત ટ્રેક્ટર્સનો 100 ટકા હિસ્સો ખરીદ્યો હતો તથા 2007માં પંજાબ ટ્રેક્ટર લિમિટેડને ટેકઓવર કર્યું હતું, જેથી મહિન્દ્રા દુનિયાની સૌથી મોટી ટ્રેક્ટર ઉત્પાદક કંપની બની ગઈ હતી. દેશ-વિદેશની કંપનીઓ પણ ટેકઓવર કરવાને કારણે કંપનીની કાર અનેક દેશોમાં વેચાય છે.
કંપનીનું જૂનું નામ શું હતું, કેમ બદલ્યું?
1945માં જ્યારે કંપનીની શરુઆત કરી ત્યારે તેનું નામ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રાખ્યું હતું, પણ એ વખતે કંપની પાર્ટનરશિપને કારણે મહિન્દ્રા એન્ડ મોહમ્મદ રાખવામાં આવ્યું હતું. કંપનીને મોહમ્મદ નામ ગુલામ મોહમ્મદને કારણે રાખ્યું હતું, જે તેના ફાઉન્ડર મેમ્બર હતા. જોકે એ વાત ગૌણ હતી કે ગુલામ મોહમ્મદની કંપનીમાં ભાગીદારી બહુ ઓછી હતી. આઝાદી પછી ગુલામ મોહમ્મદ પાકિસ્તાન જતા રહ્યા હતા, ત્યારે કંપનીનું નામ એમએન્ડએમ હતું. એ વખતે નામમાં ફેરફાર કરવાના સાધન નહોતા. આ કંપનીમાં બે ભાઈ રહેવાથી પછી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રાખ્યું હતું, જેથી M&M (મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા) રહ્યુ હતું, પરંતુ ફુલ ફોર્મ બદલાઈ ગયું હતું.