Investment: તમારા પૈસા સુરક્ષિત રાખવા માટે શું કરશો?
શેરબજારની તુલનામાં બેંકોના રોકાણનો મુદ્દો ચર્ચામાં છે, તેમાંય વળી ગયા અઠવાડિયે ન્યૂ ઈન્ડિયા બેંક પર પ્રતિબંધ પછી બેંકના પૂર્વ જનરલ મેનેજરની ગેરરીતિ અને ધરપકડના અહેવાલ વચ્ચે ફરી બેંકના રોકાણ મુદ્દે ગંભીર સવાલ ઊભા થયા છે, ત્યારે એની સુરક્ષા મુદ્દે વાત કરીએ. સૌથી પહેલા તો તમે તમારી બચતની મૂડી એક જ બેંક રાખવાને બદલે અલગ અલગ બેંકમાં રાખો. ખાસ કરીને તમે જાહેર ક્ષેત્રની બેંક (પીએસયુ) અને મોટી બેંકમાં પૈસા જમા કરો. શક્ય એટલા સહકારી બેંકોમાં મોટી રકમ જમા કરવાનું ટાળો. છેલ્લી મહત્ત્વની વાત તો કોઈ એક જ બેંકમાં 5 લાખ રૂપિયા કરતાં વધુ જમા રાખશો નહીં, કારણ કે વીમાનું કવર પણ 5 લાખ રૂપિયા સુધી મર્યાદિત હોય છે.
અલગ અલગ સેક્ટરમાં રોકાણ કરો
તમારી મૂડી આજીવન ટકી રહે તેના માટે ખાસ કરીને સુરક્ષિત રોકાણ કરવું જોઈએ. બેંકમાં મૂડીનું રોકાણ કરતા પણ ચેતવું જોઈએ. તમારી મૂડીને બચાવવા માટે એક કરતા અનેક વિકલ્પ છે, જેમ કે તમે તમારા પૈસાનું રોકાણ રિયલ એસ્ટેટ પણ કરી શકો છો. એના સિવાય ગોલ્ડ-સિલ્વરમાં ણ રોકાણ કરી શકો છે. છેલ્લે મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં રોકાણ પણ કરી શકો છો. મૂળ નિયમ ધ્યાનમાં રાખો કે એક જ સેક્ટરમાં એક જ જગ્યાએ રોકાણ કરવું નહીં.
ન્યૂ કોઓપરેટિવ પર આરબીઆઈએ મૂક્યો પ્રતિબંધ
મૂળ વાત કરીએ તો ગયા અઠવાડિયા દરમિયાન આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મુંબઈની ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર પ્રતિબંધનો અર્થ છે કે હવે બેંકના ગ્રાહકો રૂપિયા ઉપાડવા કે લેવડ-દેવડની પ્રક્રિયા કરી શકશે નહીં. ગુરુવારથી બેંક પર છ મહિના સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બેન્કમાં અનિયમિતતાઓને લઈને આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ્યારે ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેન્કની બહાર શુક્રવાર અને શનિવારે પણ ગ્રાહકો કતારોમાં જોવા મળ્યા હતા, જ્યારે બેંક પર ગુસ્સો ઠાલવ્યો હતો. આ સંજોગોમાં તમારા મનમાં જો સવાલ થાય તો નક્કી કરી નાખો તમારી મૂડીના તમે જ માલિક છો એનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનું ફાયદાકારક રહે છે.
એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆી બેંકમાં છે સુરક્ષિત
અહીં એ જણાવવાનું કે સહકારી બેંકોમાં થતી ગેરરીતિ મુદ્દે આરબીઆઈએ સખત વલણ અપનાવવું જોઈએ, જ્યારે ઓડિટિંગથી લઈને અન્ય કામગીરી મુદ્દે પૂરતું ધ્યાન આપવું જોઈએ. આ અગાઉ આરબીઆઈએ 2024માં શિવપુર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેન્ક પર બેન મૂક્યો હતો. આ અગાઉ પીએમસી બેન્ક અને યસ બેન્ક પર પણ પ્રતિબંધ મૂક્યા હતા. બે વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં કેટલીક સહકારી બેન્ક પર પણ આ પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. જોકે, જે ગ્રાહકોના ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેન્કમાં ખાતા હતા અને રૂપિયા જમા કરાવ્યા હતા, તે પોતાના રૂપિયા ઉપાડી શકશે નહીં. બેંકમાં વિશ્વાસ મૂકવાના હોય તો એસબીઆઈ, બેંક ઓફ બરોડા કે પછી મોટી જાયન્ટ બેંકમાં એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંકમાં તમારા પૈસા રાખી શકો છો.
