AIનો દુરુપયોગ કરી હેકર્સ હવે કોડિંગ વગર બનાવી રહ્યા છે નકલી વેબસાઈટ, સતર્ક રહેવું જરૂરી!
એઆઈ (આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ) આવ્યા પછી કોર્પોરેટ સેક્ટરથી લઈને અન્ય સેક્ટરમાં કામકાજ કરવમાં રાહત થઈ છે, પરંતુ એની વિપરીત અસરો પણ જોવા મળે છે. હેકર્સ પણ એનઆઈની મદદદથી સાયબર એટેક્સ કરે છે, જેને ઓળખવાનું મુશ્કેલ છે. એઆઈની મદદથી સ્કેમિંગને વાઈબ સ્કેમિંગ કહેવાય છે, જેનાથી જોખમ થાય છે.
એઆઈ આવ્યા પછી કામકાજ કરવાનું સરળ થઈ ગયું છે, જે કામકાજ કરવા માટે બુદ્ધિ લગાવવાની જરુર પડતી નથી અને નહીં તો વ્યક્તિની પણ. એઆઈના કારણે નોકરીઓ પર પણ જોખમો તોળાઈ રહ્યા છે. એઆઈની મદદથી કામકાજ કરવાનું ઝડપી બની ગયું છે, જ્યારે તેનો દુરુપયોગ પણ વધી ગયો છે, જેનાથી સરકાર પણ પરેશાન છે. વાત કરીએ વાઈબ સ્કેમિંગની. અત્યાર સુધીમાં વાઈબ કોડિંગની વાત જાણી હશે, પરંતુ વાઈબ સ્કેમિંગે ચિંતા વધારી છે તો ચાલો જાણીએ કઈ રીતે બચી શકાય.
વાઈબ સ્કેમિંગને સીધી ભાષા સરળતાથી સમજીએ નકબી વેબ પેજીસ હોય છે, જે અસી સમજાવામાં આવે છે. સ્કેમર્સ એઆઈ ટુલ્સની મદદથી એકદમ અસલી જોવા મળતા નકલી વેબ પેજીસ, ફિશિંગ ઈમેલ અને બનાવટી વેબસાઈટ તૈયાર કરે છે. લોકો તેને અસલી માનીને યૂઝ કરે છે અને સેન્સેટિવ ડેટા સ્કેમર સુધી પહોંચે છે. એના સિવાય સ્કેમર ફિશિંગ એટેક, માલવેર અને સ્કેમ કેમ્પેન ચલાવવા માટે એઆઈ યૂઝ કરે છે. આ પણ વાઈબ સ્કેમિંગ જ કહેવાય છે.
સ્કેમર ટેક્નિકલ નોલેજની જરુરિયાત રહેતી નથી. એને ફક્ત એઆઈ ટૂલ્સનો પ્રોમ્પ્ટ આપવાના હોય છે અને એઆઈ ટૂલ એના માટે બનાવટી વેબસાઈટ અને ફિશિંગ ઈમેલ, મેસેજ વગેરે પણ તૈયાર કરી આપે છે. વાઈબ કોડિંગ પ્રોગ્રામિંગ ટેક્નિક છે, જેમાં કોડિંગ માટે બનાવવામાં આવેલી એઆઈ મોડલને પ્રોબ્લમ ગણાવવાની રહે છે. પ્રોમ્પટના આધારે આ મોડલ એક સોફ્ટવેર તૈયાર કરશે, જે વિના કોડિંગ જાણકારીના ફક્ત પ્રોમ્પ્ટ આપીને કોઈ એપ્લિકેશન અથવા સોફ્ટવેર ડેવલપ કરી શકે છે, જે પણ વાઈબ કોડિંગ અન્વયે આવે છે. ચેટજીપીટી, જૈમિની સહિત અનેક એઆઈ ચેટબોટમાં સેફગાર્ડ્સ છે, જેની મદદથી એનો દુરુપયોગ કરવાનું મુશ્કેલ છે, પરંતુ આ ફુલપ્રુફ નથી. એઆઈ મોડલ્સ અને ચેટબોટ્સને લાંબા સમયથી ચિંતાનો વિષય રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ના કારણે થતા સાયબર ગુનાઓની જાણે એક લહેર આવી ગઈ છે. તેનું એક ઉદાહરણ ‘ક્લોડ એક્સટોર્શન કેમ્પેઈન’ (Claude extortion campaign) હતું, જેમાં હુમલાખોરોએ AI નો ઉપયોગ કરીને મોટા પાયે કૌભાંડ કર્યું હતું. આ એટેક એવા માલવેર વેરિઅન્ટ્સ તૈયાર કરતો હતો, જેને શોધવા ખૂબ મુશ્કેલ હતા અને તે પરંપરાગત સુરક્ષા પ્રણાલીઓને (traditional defenses) સરળતાથી બાયપાસ કરી શકતા હતા. ‘વાઇબ સ્કેમિંગ’ (Vibe scamming) ના કારણે આ જોખમ વધુ વધી ગયું છે. ગયા વર્ષે સાયબર ક્રાઇમના કારણે વિશ્વભરમાં 8 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું હતું, જેમાં AI દ્વારા થતા સ્કેમની મોટી ભૂમિકા હતી. બીજી તરફ AI મોડલ્સ સતત એડવાન્સ થઈ રહ્યા છે અને તેમાં સુરક્ષાના ઉપાયોની ઉણપ હોવાને કારણે આ જોખમ હજુ વધવાની આશંકા છે.
વાઇબ સ્કેમિંગથી બચવાના ઉપાયો શું છે?
સાવધ બ્રાઉઝિંગ: ઇન્ટરનેટ બ્રાઉઝ કરતી વખતે વધારાની સાવધાની રાખવાની જરૂર છે અને URL સહિત અન્ય વસ્તુઓને ધ્યાનથી જુઓ.
મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA): જ્યાં પણ શક્ય હોય ત્યાં મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશનને ઇનેબલ કરો. આ તમારા એકાઉન્ટ પર સુરક્ષાનું એક વધારાનું સ્તર (layer) બનાવે છે.
ઉતાવળા નિર્ણયો ન લો: જો કોઈ કોલ, મેસેજ કે ઈમેલ પર તમને ડરાવીને અથવા ઉતાવળમાં એક્શન લેવાનું કહે, તો સતર્ક થઈ જાઓ. આ હેકિંગની એક પદ્ધતિ હોઈ શકે છે.
સોફ્ટવેર અપડેટ અને એન્ટી-વાયરસ: ડિવાઇસની સુરક્ષા માટે વિશ્વાસપાત્ર એન્ટી-વાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો અને તમારા ડિવાઇસ તથા સોફ્ટવેરને હંમેશા અપડેટ રાખો.
