MahaKumbh: ખૂની, બરફાની, ખિચડિયા અને રાજ રાજેશ્વરી નાગામાં શું તફાવત હોય છે?
હિંદુ ધર્મમાં સાધુ-સંતોને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે, જ્યારે તેમને પવિત્ર પણ માનવામાં આવે છે. મહાકુંભમાં નાગા સાધુઓના અખાડાએ આ વખતે પણ લોકોનું દિલ જીતી લીધું છે. મહાકુંભ પ્રયાગરાજનું પહેલું અમૃતસ્નાન થઈ ગયું છે. પહેલા અમૃત સ્નાનમાં 13 અખાડાએ સ્નાન કર્યું છે એની સાથે સાડા ત્રણ કરોડ લોકોએ અમૃત સ્નાન કર્યું છે. 29મી જાન્યુઆરીના બીજું અમૃત સ્નાન રહેશે. બીજા અમૃત સ્નાનમાં 12,000 સંતોને નાગા સાધુ બનવાની પરીક્ષા આપશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
કઈ રીતે બને છે નાગા સાધુ?
બીજા અમૃત સ્નાનમાં પણ પહેલું અમૃત સ્નાન તો નાગા સાધુઓનું થશે, પરંતુ એના પહેલા 27મી જાન્યુઆરીના અખાડાઓમાં અનુષ્ઠાનની શરુઆત થશે, જેમાં પહેલા દિવસે અડધી રાતના વિશેષ પૂજા કરવામાં આવશે. આ પૂજામાં દીક્ષા લેનારા સંતોને ગુરુજીના સામે લાવવામાં આવશે. સંન્યાસી મધરાતના ગંગાજીમાં ડૂબકી લગાવશે અને સ્નાન કર્યા પછી અડધી જટા કાપી લેવામાં આવશે એના પછી તપસ્યા માટે વન-જંગલમાં મોકલવામાં આવે અને ફરી જ્યારે સંત પોતાની શિબિર છોડી દે ત્યારે તેમને મનાવીને પાછા બોલાવવામાં આવશે. ત્રીજા દિવસે તેઓ નાગા સાધુ બનવા માટે તૈયાર બાવા નાગાવેશમાં પાછા ફરે અને તેમને અખાડાના મહામંડલેશ્વર સમક્ષ હાજર થવું પડે છે. જોકે, ગુરુના હાથમાં પરચી હોય અને તેનાથી એ નક્કી થાય કે તેઓ નાગા સંત બની શકે છે કે નહીં. એના પછી ગુરુ વહેલી પરોઢના ચાર વાગ્યે પૂરી જટા કાપી લે અને 29મી જાન્યુઆરીના મૌની અમાવસ્યાના સ્નાન માટે જશે ત્યાર પછી તેમને નાગા સાધુ તરીકે સ્વીકારવામાં આવશે. તો હવે તમને સવાલ થાય કે નાગા સાધુઓની કઈ રીતે ઓળખ થાય છે.
ઓળખ કઈ રીતે થાય?
મહાકુંભમાં સ્થાનના જણાવ્યા મુજબ દિક્ષા લેનારા નાગા સાધુઓની ઓળખ કરવામાં આવે છે, જે તેમના નજીકના હોય છે, તેથી અખાડાને ખબર પડે છે કે કોણ છે નાગા. જેમ કે ઉજ્જૈનમાં દીક્ષા લેનારા નાગા સાધુઓને ખૂની નાગા કહેવાય છે. હરદ્રારમાં દીક્ષા લેનારા નાગા સાધુઓને બરફાની નાગા, નાશિકમાં દીક્ષાના લેનારા નાગા સાધુઓને ખિચડિયા તથા પ્રયાગરાજમાં દીક્ષા લેનારા સાધુઓને રાજરાજેશ્વરી નાગા કહેવાય છે.