આર્મીને કારણે દેશ શક્તિશાળી, જાણો ભારતનો દુનિયામાં ક્રમ?
દુનિયાના શક્તિશાળી દેશની યાદી જાહેર કરવામાં આવી
વૈશ્વિક સ્તરે ટેરિફ વોર વચ્ચે દુનિયાના શેરબજાર મોટી ઉથલપાથલ વચ્ચે શક્તિશાળી દેશો પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યા છે, જેમાં અનેક દેશ યુદ્ધ લડી રહ્યા છે પણ દેશની સલ્તનત લશ્કરના હાથમાં છે. જેટલી આર્મી શક્તિશાળી હશે એટલા મજબૂતાઈથી દેશની સરહદોને મજબૂત કરી શકાય છે. સરહદ પર 24 કલાક ખડે પગે આર્મી રહેવાને કારણે આજની દેશવાસીઓ સૂઈ શકે છે અને કરોડોની આબાદીવાળો ભારત દેશ આર્મીને કારણે ટોપ ટેનમાં સ્થાન ધરાવે છે. જાણીએ કઈ રીતે અને કયું સ્થાન ધરાવે છે વિગતે. તાજેતરમાં દુનિયાના શક્તિશાળી દેશની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં અમેરિકા, રશિયા, ભારત સહિતના દેશોને સ્થાન મળ્યું છે. શક્તિશાળી દેશની યાદીમાં ખાસ કરીને લશ્કરી સામ્રાજ્યને ધ્યાનમાં રાખીને આપ્યું છે. દુનિયાના શક્તિશાળી ટોચના દસ દેશમાં પાકિસ્તાનની બાદબાકી થઈ છે.
સંરક્ષણ બજેટ, શસ્ત્રોને બાબત વિશેષ મૂકાય છે ભાર
ગ્લોબલ પાવર ઈન્ડેક્સમાં આર્થિક, મિલિટરી અને જીયોપોલિટિકલ બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. દુનિયાના શક્તિશાળી દેશની યાદી માટે 60થી વધુ પરિમાણ પર આધાર રાખવામાં આવ્યો છે. ખાસ કરીને દુનિયાના પાવરફુલ દેશ માટે સંરક્ષણ બજેટ, શસ્ત્રોનો ભંડાર અને વ્યૂહાત્મક સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવી છે.
ભારતે 2024માં 67 અબજનું બજેટ ફાળવ્યું
ભારતની વાત કરીએ તો વિશ્વના શક્તિશાળી રાષ્ટ્રમાં ચોથો કમ છે. ભારતીય લશ્કરની વાત કરવામાં આવે તો 14.55 લાખ સૈનિક ધરાવે છે, જ્યારે 11.55 લાખ રિઝર્વ ફોર્સ છે તેમજ પેરામલિટરી ફોર્સ 25.27 લાખ છે. ભારત પાસે શસ્ત્રોની વાત કરી તો 4200થી વધુ ટેન્ક ધરાવે છે, જ્યારે સ્વદેશી મિસાઈલ સિસ્ટમ્સ (ખાસ કરીને તેજસ, રફાલે, અગ્નિ અને બ્રહ્મોસ જેવી મિસાઈલ ધરાવે છે)ને કારણે દેશનું લશ્કર વધુ મજબૂત હોવાનું પુરવાર થાય છે. ભારત મિલિટરી પાછળ 75 અબજ ડોલરનો ખર્ચ કરે છે, જેમાં 2024માં 67 અબજ બજેટ ફાળવ્યું હતું.
દુનિયાના પાવરફુલ દેશમાં અમેરિકા-રશિયા મોખરે
ભારત ચોથા ક્રમે હોવા છતાં અમેરિકા, રશિયા અને ચીન અનુકમે પોતાના ક્રમને જાળવી રાખ્યો છે. મજબૂત એરફોર્સ 13,043 લશ્કરી વિમાન, 1,700થી વધુ ફાઈટર જેટ સહિત 13.28 લાખ ફોર્સ ધરાવે છે, જ્યારે રિઝર્વ ફોર્સ 7.99 લાખ છે. બીજી 4,640 જેટલી ટેન્ક ધરાવે છે. રશિયાની વાત કરીએ તો 5750 ટેન્ક, 4200થી વધુ લશ્કરી વિમાન સહિત પરમાણુ બોમ્બ ધરાવવાથી પાવરફુલ માનવામાં આવે છે. ચીન પાવર ઈન્ડેક્સમાં (0.0788 સાથે) ત્રીજા ક્રમે છે, જ્યારે 30 લાખથી વધુ લશ્કર ફોર્સ ધરાવે છે. ભારત ચોથા ક્રમે રહ્યા પછી અનુક્રમે દક્ષિણ કોરિયા (પાંચમા), છઠ્ઠા ક્રમે યુનાઈટેડ કિંગડમ, સાતમા ફ્રાન્સ, આઠમા જાપાન, નવમા તુર્કેય અને દસમા ક્રમે ઈટલી છે, જ્યારે સૌથી ચોંકાવનારી વાત એ છે કે પાકિસ્તાન દસમાંથી બહાર નીકળીને બારમા ક્રમે છે.