ક્રિકેટની દુનિયાના એવા ક્રિકેટર જેનું દિલ એન્કર પર આવી ગયું પછી શું?
ક્રિકેટ મેચ હવે 365 દિવસ રમાવા લાગી છે, જ્યારે યુવાનોની સાથે મહિલાઓ તેનું આકર્ષણ વધી ગયું છે. પુરુષોની માફક મહિલાઓ ક્રિકેટ રમવા, જોવાની સાથે હવે નવું સેક્ટર ઉમેરાયું છે એ છે રિપોર્ટિંગ થવા લાગ્યું છે. નાની ક્રિકેટ લીગથી શરુ કરીને કાઉન્ટી મેચ હોય કે આઈપીએલ, ટેસ્ટ, વન-ડે સિરીઝ સિવાય વર્લ્ડ કપ. ફેક્ટરીમાં તૈયાર થનારી પ્રોડ્ક્ટના માફક ક્રિકેટરને તૈયાર કરવા માટે કોચથી લઈને અન્ય તમામ ક્ષેત્રે મોટી ઈન્ડસ્ટ્રીની બની ગઈ છે. ઈન્ડ્સ્ટ્રીની નહીં પણ ક્રિકેટનું રિપોર્ટિંગ કરતા હવે એન્કર ઘર સુધી પહોંચી છે એ વાત કરીએ.
જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશન
ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે 2021માં સ્પોર્ટસ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યાં હતા બંનેની લવ સ્ટોરી 2020માં શરુ થયા હતા. સંજનાએ આઈપીએલ, વર્લ્ડ કપ, બેડ મિન્ટન પ્રીમિયર લીગ (પીબીએલ) સહિત અનેક સ્પોર્ટસ શોને હોસ્ટ કર્યા હતા. બંને અનેક ટૂર પર સાથે જતા હતા, તેમાંય વળી બુમરાહ ટીમ ઈન્ડિયા વતીથી રમી રહ્યો હોય ત્યારે સંજના લાઈવ શો હોસ્ટ કરતી હતી, તેથી બંને એકબીજાને પસંદ પડવા લાગ્યા અને લગ્ન કરી લીધા હતા.
શેન વોટ્સન અને લી ફર્લાંગ
ભૂતપૂર્વ ઓસ્ટ્રિલયન ઓલરાઉન્ડર શેન વોટસને પણ જાણીતી સ્પોર્ટસ ચેનલની એન્કર સાથે લગ્ન કર્યાં હતા. ફોક્સ સ્પોર્ટસ ચેનલની લોકપ્રિય એન્કર લી ફર્લાંગ સાથે લગ્ન કર્યાં હતા. લી પહેલા સ્પોર્ટ્સ ટુનાઈટ કરીને એક શો હોસ્ટ કરતી હતી. 2005માં ટીવી ન્યૂકમર ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવી હતી. ફર્લાંગ ફોક્સ સ્પોર્ટસની એક શ્રેષ્ઠ એન્કર બની ગઈ હતી. વોટસનની મુલાકાત 2006માં થઈ હતી. વોટસને લાંબા સમય સુધી ફર્લાંગને ડેટ કર્યા પછી 2010માં લગ્ન કર્યા હતા અને બંનેને બે બાળકો પણ છે.
બેન કટિંગ અને એરિન હોલૈન્ડ
ઓસ્ટ્રિયન ઓલ રાઉન્ડર બેન કટિંગે પણ ટીવી એન્કર એરિન હોલૈન્ડ સાથે લગ્ન કર્યાં હતા. એરિન હોલૈન્ડ મિસ વર્લ્ડ ઓસ્ટ્રિયન રહી ચૂકી છે. એના સિવાય ટીવી એન્કર, હોસ્ટ, મોડલ અને સામાજિક કાર્યકર્તા પણ. એરિન એક એન્કરના સાથે સારી મોડરેટર પણ માનવામાં આવે છે. એરિને બેન કટિંગનો એક ઈન્ટરવ્યૂ લીધો હતો, ત્યારબાદ બંને એકબીજાની નજીક આવી ગયા હતા અને આઈપીએલ 2018માં એન્કરિંગ કરી ચૂકી હતી.
શોન માર્શ અને રેબેકા
આઈપીએલની પહેલી સિઝન દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓપનર બેટર શોન માર્શે એન્કર રેબેકા ઓડોનોવેન સાથે લગ્ન કરીને લાઈમલાઈટમાં આવ્યો હતો. એટલે એન્કર સાથે લગ્ન કરનારો ક્રિકેટર બન્યો હતો. રેબેકા ઘણા બધા શો પણ હોસ્ટ કરી ચૂકી છે અને મિસ યુનિવર્સમાં પણ ભાગ લઈ ચૂકી હતી. ચેનલ સેવનની એન્કર રહી ચૂકેલી રેબેકાને શોન માર્શે 2013માં પ્રપોઝ કર્યું હતું અને 2015માં લગ્ન કર્યાં હતા. શોન અને રેબેકાને ત્રણ બાળકો છે. હાલમાં એક બ્લોગર તરીકે કામ કરે છે અને એની સાથે અનેક પ્રોડક્ટ્સને ઈન્સ્ટાગ્રામ પર હેન્ડલ કરે છે.
મોર્ને મોર્કેલ અને રોજ કેલી
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલ મોર્ને મોર્કેલે પણ ટીવી એન્કર સાથે લગ્ન કર્યા હતા. કારકિર્દીની શરુઆતમાં કેલી ચેનલ નાઈનની રિપોર્ટર હતી ત્યારબાદ ફ્રિલાન્સિંગ પણ કરતી હતી. મોર્કલની મુલાકાત 2012માં દક્ષિણ આફ્રિકાની ટૂર વખતે થઈ હતી, ત્યારબાદ 2013માં આઈપીએલ વખતે બંને સાથે જોવા મળ્યા હતા. મોર્કલે 2014માં દુબઈમાં કેલીને પ્રપોજ કર્યુ હતું. એના પછી 2015માં લગ્ન કર્યાં હતા. 2018માં મોર્કલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારબાદ બંને ઓસ્ટ્રિલાયના સિડનીમાં શિફ્ટ થયા હતા. બંનેને બાળકો પણ છે અને હાલમાં કેલી ચેનલ ટેન માટે સ્પોર્ટસ શોને હોસ્ટ કરે છે.
માર્ટિન ગુપ્તિલ અને લૌરા મેડગોલ્ડ્રિક
માર્ટિન ગુપ્તિલની પણ ગણતરી દુનિયાના આક્રમક બેટર તરીકે કરવામાં આવે છે. ન્યૂ ઝીલેન્ડના અનુભવી બેટ્સમેન ગણાતા ગુપ્તિલે પણ રેડિયો હોસ્ટ અને એન્કર લૌરા મેકગોલ્ડ્રિક સાથે લગ્ન કર્યા હતા. લૌરા ન્યૂઝ પ્રેઝન્ટરના સાથે અભિનેત્રી પણ છે. 2011માં ધ ક્રિકેટ શો હોસ્ટ કરવાની લૌરાને તક મળી ત્યારથી તે સ્ટાર એન્કર બની ગઈ હતી. ધ ક્રિકેટ શોના હોસ્ટ કરતી વખતે ગુપ્તિલ સાથે લૌરાની મુલાકાત થઈ હતા, ત્યારબાદ બંનેએ લગ્ન કર્યાં હતા. લગ્ન પછી પણ લૌરા અનેક વખત ગુપ્તિલના ઈન્ટરવ્યૂ લીધા હતા. લગ્ન પછી બંને બે બાળકો પણ છે.