રાવણના મૃત્યુ પછી પત્ની મંદોદરીનું શું થયું? જાણો દશેરાની આ અજાણી વાત…
નવલા નોરતાંનું સમાપન દશેરા પર રાવણ દહનથી થાય છે. દશાનન રાવણની પત્ની હતી મંદોદરી અને મંદોદરી સિવાય રાવણની બીજી બે પત્નીઓ હતી. રામ સાથેના યુદ્ધમાં રાવણના મૃત્યુ બાદ મંદોદરીનું શું થયું? મોટાભાગના લોકોને આ પાછળની સ્ટોરી નથી ખબર, ચાલો તમને જણાવીએ…

આસો મહિનાની કૃષ્ણ પક્ષની દસમના દિવસે વિજયાદશમી કે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. આ સ્ટોરીમાં આજે આપણે વાત કરીશું કે આખરે રાવણના વધ બાદ રાવણની પત્ની મંદોદરીનું શું થયું અને તેમની બીજી બે પત્નીઓ કોણ હતી?
રાવણની બે મુખ્ય પત્નીઓ હતી જેમાંથી એક હતી મંદોદરી એટલે બીજી ધન્ય માલિની. મંદોદરી રાક્ષસ રાજ મયાસુરની દીકરી અને રાવણની પટરાણી હતી, જ્યારે ધન્ય માલિની રાવણની બીજી પત્ની હતી. આ સિવાય એક એવી માન્યતા એવી પણ છે કે રાવણની ત્રીજી પત્ની પણ હતી, પરંતુ રાવણે આ પત્નીની હત્યા કરી હતી.
મંદોદરી પર ફોકસ કરીએ તો મંદોદરી પૂર્વ જન્મમાં મધુરા નામની એક અપ્સરા હતી અને જેમને માતા પાર્વતીએ ભગવાન શિવને મોહિત કરવાનો પ્રયાસ કરવા માટે 12 વર્ષ સુધી કૂવામાં દેડકી બનવાનો શ્રાપ આપ્યો હતો. આ શ્રાપ પૂર્ણ થયા બાદ તે એક સુંદર કન્યાના સ્વરૂપમાં મયાસુર અને હેમા સામે આવી અને તેમણે તેને ખોળે લઈને મંદોદરી એવું નામ આપ્યું.
વાત કરીએ રાવણના મૃત્યુ બાદ મંદોદરીનું શું થયું એની તો રાવણના નિધન બાદ મંદોદરીએ પોતાના દિયર વિભીષણ સાથે લગ્ન કરી લીધા હતા. ભગવાન રામે ખુદ મંદોદરી સામે આ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો હતો અને જણાવ્યું કે આ લગ્ન તાર્કિક અને નૈતિક રીતે યોગ્ય છે. જોકે, મંદોદરીએ પહેલાં ના પાડી હતી, પરંતુ બાદમાં પ્રસ્તાવ સ્વીકારીને વિભીષણ સાથે લગ્ન કર્યા હતા.
આમ મંદોદરીએ લંકાના ભવિષ્ય અને ધાર્મિક નૈતિક વ્યવસ્થાને બનાવી રાખવા માટે વિભીષણ સાથે લગ્ન કર્યા હતા, કારણ કે ભગવાન રામે આ પ્રસ્તાવ મૂક્યો હતો કે વિભીષણને લંકાનો રાજા બનાવવા અને રાજ્યને સ્થિર બનાવવા મંદોદરીએ તેમની સાથે લગ્ન કરવા જોઈએ. આમ રાવણના મૃત્યુ બાદ ભગવાન રામના આદેશ પર રાવણના ભાઈ વિભીષણ સાથે લગ્ન કર્યા અને લંકાના રાજા બન્યા.
