ડો. મનમોહન સિંહની દીકરીઓ શું કરે છે, રાજકારણ સાથે છે કોઈ સંબંધ?
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના નિધન થયા પછી આજે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમસંસ્કાર પણ કરવામાં આવ્યા. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે વિપક્ષની પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. મહાન અર્થશાસ્ત્રી અને સરળ રાજકારણી હોવા છતાં તેમનું વ્યક્તિગત જીવન પણ સાદગીવાળું હતું. 1958માં મનમોહન સિંહે ગુરશરણ કૌર સાથે સાથે લગ્ન કર્યાં હતા અને તેમને ત્રણ દીકરી છે. ત્રણ દીકરીમાં ઉપિંદર કૌર, દમન સિંહ અને અમૃત સિંહ છે. રાજકારણથી અલગ ત્રણેય દીકરીએ પોતાની મેળે અલગ રસ્તો પસંદ કર્યો હતો. શું કરે છે એ વિગતે જાણી લઈએ.
1960s :: Manmohan Singh with Wife Gursharan and their daughter pic.twitter.com/72XkvbLFcu
— indianhistorypics (@IndiaHistorypic) January 20, 2015
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની ત્રણેય દીકરી રાજકારણથી દૂર રહીને પણ નવી સિદ્ધિ સર કરી હતી. સૌથી મોટી દીકરી ઉપિંદર સિંહ ઈતિહાસના વિષયમાં જાણીતા પ્રોફેસર છે, જ્યારે બીજા નંબરની દીકરી અમૃત સિંહે કાયદાશાસ્ત્ર પસંદ કર્યું હતું, જ્યારે ત્રીજી નાની દીકરી દમન સિંહ પણ વ્યવસાયે લેખિકા છે.
ઉપિન્દર સિંહે સંજય બારુના પુસ્તકની કરી હતી ટીકા
સૌથી મોટી દીકરીનું નામ ઉપિન્દર છે, જે અશોકા યુનિવર્સિટીમાં ફેકલ્ટી ડીન છે. ઉપિન્દરના લગ્ન લેખક વિજય તન્ખા સાથે થયા હતા. ઉપિન્દર પણ લેખિકા છે. અનેક પુસ્તકો લખ્યા છે. 2009માં સોશિયલ સાયન્સમાં ઈન્ફોસીસે પુરસ્કાર આપ્યો હતો. સેંટ સ્ટીફન્સ કોલેજ દિલ્હી અને મૈકગિલ યુનિવર્સિટી, મોન્ટ્રિયલમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ભારતના ઈતિહાસ પર પણ ઘણું કામ કર્યું છે. ઉપિન્દરે કેમ્બ્રિજ અને હાર્વર્ડ જેવી કોલેજમાંથી પણ ફેલોશિપ મળી છે. જોકે, જ્યારે સંજય બારુએ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પુસ્તક લખ્યું ત્યારે આ પુસ્તકની ઉપિન્દર સિંહે આકરી ટીકા કરી હતી.
અમૃત સિંહ વ્યવસાયે વકીલ છે
મનમોહન સિંહની બીજા નંબરની દીકરી અમૃત સિંહ છે, જે જાણીતી વકીલ છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં લોની પ્રોફેરસર છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં લો સ્કૂલમાં પ્રેક્ટિસ ઓફ લોની પ્રોફેસર છે. અમૃતે પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. આ ઉપરાંત, પોસ્ટ ગ્રેજ્યુએશન પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કર્યું હતું. ત્યાર બાદ લો સ્કૂલમાંથી કાયદાશાસ્ત્રની ડિગ્રી મેળવી હતી.
દમન સિંહે ખુદ માતાપિતા પર લખ્યું છે પુસ્તક
મનમોહન સિંહની ત્રીજી દીકરી વ્યવસાયે લેખિકા છે. દમન સિંહે પોતાના માતાપિતા માટે બાયોગ્રાફી લખી છે. સ્ટ્રિક્લી પર્સનલઃ મનમોહન એન્ડ ગુરશરણ લખી હતી, જ્યારે ધ લાસ્ટ ફ્રન્ટિયર પણ લોકપ્રિય બની હતી. દમન સિંહ માતાપિતા પર લખેલા પુસ્તકોમાં ખાસ કરીને મનમોહન સિંહના ચરિત્ર પરના વ્યક્તિગત કિસ્સાની છણાવટ કરી હતી. દમન સિંહના લગ્ન આઈપીએસ અધિકારી અશોક પટનાયક સાથે થયા છે. સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી મેથેમેટિકસમાં અભ્યાસ કરીને 1984માં ગ્રેજ્યુએશન કર્યું હતું.