June 30, 2025
મનોરંજનહોમ

Raj Kapoor Special-5: ઝીનતને સાઈનિંગ અમાઉન્ટમાં રાજ કપૂરે શું આપ્યું હતું?

Spread the love

અગાઉ રાજ કપૂર અને વહિદા રહેમાનની વાત કરી. આજે ઝીનત અમાનની વાત કરીએ. હિન્દી સિનેમાના પહેલા શોમેન રાજ કપૂરે તેમની કારકિર્દીમાં ઘણી બધી ફિલ્મો બનાવી અને લોકપ્રિય રહી હતી, જેમાં સામાજિક મેસેજ પણ અચૂક રહેતા. રાજ કપૂરની ફિલ્મો સામાજિક હોવાની સાથે મહિલા પાત્રને પણ અભિનય ક્ષેત્રે નવી દિશા મળતી. ફિલ્મ સત્યમ શિવમ સુંદરમ મારફત ચહેરાના એક બાજુ બળી ગયેલી અભિનેત્રીની બીજી બાજુ સુંદરતાની નજાકત દર્શાવી હતી, જ્યારે ‘પ્રેમ રોગ’ ફિલ્મમાં પણ વિધવાના પુનર્લગ્ન અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. અન્ય ફિલ્મની વાત કરીએ તો રામ તેરી ગંગા મૈલી કહો કે પછી બોબી ફિલ્મમાં એ જ રીતે અભિનેત્રીઓને જોરદાર પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં એમ પણ કહી શકો કે અભિનેત્રીઓના ખભે આખી ફિલ્મ ચલાવવાનો કીમિયો હતો અને સફળ પણ રહ્યો હતો.
વકીલ બાબુના શૂટિંગ વખતે પસંદ પડી ઝીનત
રાજ કપૂરની ફિલ્મ સત્યમ શિવમ સુંદરમ બહુ જાણીતી બની હતી અને તેની ચર્ચા આજે પણ કરવામાં આવે છે. આ ફિલ્મમાં કામ કરવા માટે હેમા માલિનીએ રાજ કપૂરનો સંપર્ક કર્યો હતો. ઝીનત અમાને કહ્યું હતું કે હું રાજ કપૂર સાથે વકીલ બાબૂનું શૂટિંગ કરી રહી હતી એ વખતે ફિલ્મ સત્યમ શિવમ સુંદરમની હીરોઈન રુપાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાજ કપૂર આ ફિલ્મને લઈ ખૂબ ઉત્સાહી હતી, પરંતુ આ ફિલ્મમાં પડકાર અભિનય રુપાનો હતો.
સોનાના સિક્કા આપી દીધા હતા અને
zeenat
આ ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો હોય એમ રુપા એટલે ઝીનત ઘાઘરા-ચૌલી પહેરીને ગાલ પર ટિશ્યુ પેપર લગાવી મેકઅપ કરીને રાજ કપૂરની ઓફિસે પહોંચી ગઈ હતી. ગેટ પર તેને રોકવામાં આવી ત્યારે ઝીનતે રાજ કપૂરને મેસેજ મોકલાવ્યો કે રાજ સાબને જણાવો કે રુપા આવી છે. રાજ કપૂરે રુપાને જોઈને દંગ રહી ગયા હતા. એટલે સમજોને ઝીનતના એ અવતારને જોઈને ખુશ થઈ ગયા હતા. તાત્કાલિક જિન્નતને ફિલ્મની સાઈનિંગ અમાઉન્ટ માટે ચેક નહીં પણ સોનાના સિક્કા આપી દેવામાં આવ્યા હતા.
બોલો, આ મહાન ડાયરેક્ટરની દીર્ઘદૃષ્ટિને લોકો ખૂબ વખાણી હતી. જોકે, આ ફિલ્મની મજાની વાત એ હતી કે ‘સત્યમ શિવમ સુંદરમ’માં બાળ કલાકાર તરીકે કામ કર્યા પછી પદ્યિનીને ‘પ્રેમ રોગ’માં મુખ્ય અભિનેત્રી તરીકે લેવામાં આવી હતી. પદ્મિની કોલ્હાપુરે કહ્યું હતું કે મને સારા કલાકાર તરીકે સારી વ્યક્તિ બનવાની પ્રેરણા પણ રાજ અંકલ પાસેથી મળી હતી.
‘રામ તેરી ગંગા મૈલી’માં કામ કરવાની કરી મનાઈ
એ વખતે એક શોટ પછી બીજો શોટ લેવા માટે ચાર કલાકનો સમય લાગતો હતો. એ વખતે રાજ કપૂર મારી પાસે આવીને કહેતા કે હાલમાં એક શોટ પૂરો થયો છે અને બીજો શોટ લેતા ચાર કલાકનો સમય લાગશે તો તેથી તું સ્ટુડિયોમાં ફિલ્મ જોઈને આવ. એ વખતે રાજ કપૂરે પોતાના સ્ટુડિયોમાં નાનું થિયેટર પણ બનાવ્યું હતું. થિયેટરમાં જોઈને તું ‘મેરા નામ જોકર’ અને ‘આવારા’ જોઈને આવ. જ્યારે ફિલ્મ જોઈને પાછી ફરતી ત્યારે પૂછતા તને કેવી ફિલ્મ લાગી. ફિલ્મ અંગે કલાકો સુધી વાતચીત થતી. આ ફિલ્મ પછી મને રામ તેરી ગંગા મૈલીમાં લેવા ઈચ્છતા હતા, પરંતુ આ ફિલ્મમાં જે પ્રકારના સીન લેવાના થયા, તેથી તેમાં કામ કરવાની મનાઈ કરી હતી, પરંતુ તેમને જરાય ખોટું લાગ્યું નહોતું.
‘બોબી’ ફિલ્મે ડિમ્પલ કાપડિયા સ્ટાર બનાવી
બોબી ફિલ્મની વાત કરીએ તો એમાં પણ એવું જ થયું હતું. બોબીમાં ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયા રાતોરાત સ્ટાર બની ગયા હતા. ડિમ્પલ કાપડિયાએ પણ કહ્યું હતું કે બોબી ફિલ્મમાં જે અભિનય કરવા મળ્યો તે આજ સુધી મળ્યો નથી. ડિમ્પલ કાપડિયાએ એ વાત પણ સ્વીકારી હતી કે રાજ કપૂર શ્રેષ્ઠ અભિનેતા અને જિનિયસ ડાયરેક્ટર હતા. ‘બોબી’ના રિલીઝને પચાસ વર્ષ થઈ ગયા, પરંતુ આ ફિલ્મની સરખામણીએ બીજી કોઈ ફિલ્મ આવી નથી. ફિલ્મમાં ચાર સીન, બે ગીત પછી ફિલ્મમાં હીરોઈન સીધી ક્લાયમેક્સમાં જોવા મળતી હતી. પુરુષપ્રધાન ફિલ્મોની વચ્ચે રાજ કપૂરે મહિલા પાત્રોને ધ્યાનમાં રાખીને અઢળક ફિલ્મો બનાવી હતી, જેમાં અમુક સફળ રહી હતી.
‘રામ તેરી ગંગા મૈલી’માં મંદાકિની છવાઈ ગઈ
છેલ્લે ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ની વાત કરીએ તો આ ફિલ્મમાં રાજીવ કપૂર કરતા ફિલ્મમાં મંદાકિનીનું પાત્ર ચર્ચામાં હતું. મંદાકિનીએ કહ્યું હતું કે એ જમાનામાં દરેક અભિનેત્રીનું સપનું રહેતું કે રાજ કપૂર સાથે કામ કરવા મળે. મારી શરુઆત રાજ કપૂરની ફિલ્મથી થઈ હતી. મારા માટે એ બહુ મોટી તક હતી. મને યાદ છે કે જ્યારે પહેલી વખત રાજ સાહેબને હું મળવા ગઈ હતી તો ચૂડીદાર ડ્રેસ પહેર્યો હતો. મને ડ્રેસમાં જોઈને તેઓ ખુશ થયા હતા. જો તું ટી-શર્ટ પહેરીને આવી હોત તો મને પસંદ પડ્યું નહોત. રાજ કપૂરે મારા પરિવાર અંગે પૂછપરછ કરી ત્યારે મેં જવાબ આપ્યો હતો કે નાના ભાઈ બહેન ઘરે છે. મેં જણાવ્યું કે મારે નાનો ભાઈ અને એક બહેન છે. ક્યારેય તેને ખોળામાં બેસાડીને જમાડ્યા છે. એ વખતે મેં જવાબ આપ્યો હતો કે જે પરિવારમાંથી અમે આવીએ છીએ તેઓ પરિવારથી બહુ નજીક હોય છે અને બાળકોને તો પૂરા દિવસ તેમની સારી રીતે સંભાળીએ છીએ. રાજ કપૂરે મારી સાથેની સહજ વાતચીત કર્યા પછી તેમને મનોમન નક્કી કર્યું હતું કે હું એ ભૂમિકા કરીશ કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!