Raj Kapoor Special-7: રાજ કપૂરને જ્યારે હાર્ટ એટેક આવ્યો ત્યારે દિલીપ કુમારે શું કહ્યું હતું સાયરા બાનુને?
રાજ કપૂરની જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી અને જાણીતા પીઢ અભિનેતા અને અભિનેત્રીઓને આજની તારીખે પણ જૂના જમાનાના કલાકારોની કદર છે. અગાઉ વાત કરી વહીદા રહેમાનની તો આજે વાત કરીએ સાયરા બાનુની. સાયરા બાનુએ દિલીપ કુમાર અને રાજ કપૂરના અંગે મહત્ત્વની વાતો શેર કરી હતી, જેમાં ભલે બોલીવુડમાં રાજ-દિલીપને એકબીજાના પ્રતિસ્પર્ધી માનવામાં આવતા હતા, પરંતુ દિલીપ કુમારની પત્ની સાયરા બાનુએ કહ્યું હતું કે બંને જણ સારા મિત્રો પણ હતા.
રાજ કપૂર એક શોમેન, ડ્રીમર હતા
ગયા અઠવાડિયા દરમિયાન સાયરા બાનુ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં રાજ કપૂર અને દિલીપ કુમારની સાથે વીતાવેલી પળોને શેર કરવામાં આવી હતી. એક ફોટોગ્રાફમાં બંને સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. બંને મજાક-મસ્તી કરતા પણ વીડિયોમાં જોવા મળ્યા હતા. સાયરા બાનુએ જૂના અનુભવોને વાગોળતા લખ્યું હતું કે રાજ કપૂર એક શોમેન, ડ્રીમર, એક સ્ટોરીટેલર અને એક જમાનામાં પેશાવરની ગલીઓમાં ફરનારા છોકરો.
દિલીપ કુમાર અને રાજ કપૂર બંને પેશાવરના હતા
સાયરા બાનુએ આગળ લખ્યું હતું કે ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં રાજ કપૂર અને દિલીપ કુમારને ફિલ્મોમાં કામ કરવાનું પસંદ હતું, જ્યારે અમુક લોકો તેમને પ્રતિદ્વંદ્વી માનતા હતા, પરંતુ વાસ્તવમાં બંને પેશાવરની ગલીઓમાં ઉછરેલા પણ બાળપણના દોસ્તો હતો. ઈન્ડસ્ટ્રીમાં પ્રતિસ્પર્ધાની વચ્ચે પણ બંનેની મિત્રતા ગાઢ હતી.
રાજ કપૂરની અંતિમ પળોમાં દિલીપ કુમારે કહ્યું હતું
સાયરા બાનોએ રાજ કપૂરના અંતિમ દિવસોને યાદ કરતા લખ્યું હતું કે જ્યારે રાજ કપૂરને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેઓ હોસ્પિટલમાં હતા. આ વાત જાણ્યા પછી દિલીપ કુમાર વિદેશથી ભારત ફર્યા પછી હોસ્પિટલ પહોંચ્યા હતા. અંતિમ પળોમાં દિલીપ કુમારે કહ્યું હતું કે રાજ ઉઠી જા હું તારા માટે ચાપેલીની કબાબ લાવ્યો છું, ચાલ ફરી બજારમાં ફરવા જઈએ. બાળપણમાં જે માર્કેટમાં ફરવા જતા હતા ત્યાં ચાલ લટાર મારવા જોઈએ. ચાલ હવે બસ કર. હવે એક્ટિંગ કરીશ નહીં. મને પેશાવરની ગલીઓમાં લઈ જા!
