લગ્નજીવનને ટકાવી રાખવા શું ધ્યાન રાખશોઃ સાનિયા મિર્ઝા શું કહે છે, ચાલો જાણીએ
લગ્નજીવનને પવિત્ર બંધન માનવામાં આવે છે, જ્યારે એના અંગે કહેવાય છે કે એ એવો લાડું જે ખાય એ પણ પસ્તાય છે, જે ના ખાય એ પણ પસ્તાય છે. વાસ્તવમાં બેલેન્સ જિંદગી જીવવામાં સુખેથી જીવાય છે એવું અનુભવીઓનું માનવું છે. સુખી લગ્નજીવન કઈ રીતે ટકાવવું એ જાણીતી ટેનિસસ્ટારે લોકોને ટિપ આપી હતી. આ જાણીતી ટેનિસ સ્ટાર છે સાનિયા મિરઝા. 14 વર્ષના લગ્નજીવનનો અંત લાવીને ભારતમાં ઠરીઠામ થયા પછી તેને કપલને સલાહ આપી હતી કે લગ્નજીવન કેવી રીતે વીતાવવું જોઈએ અને શું ભૂલો કરવી જોઈએ નહીં.
સાનિયા મિર્ઝાની ઓળખ આપવાનું જરુરી નથી. ભારતની પૂર્વ ટેનિસ સ્ટાર એ સુપરસ્ટારથી કમ નથી. રમતમગમતની દુનિયામાં મોટું નામ કમાવ્યું હતું અને એના પછી પાકિસ્તાની ક્રિકેટરને પરણી હતી. લગ્ન કર્યા પછી વિવાદમાં રહી હતી, જ્યારે પતિ શોએબ મલિકથી અલગ થયા પછી એટલે મલિકે ત્રીજા લગ્ન કર્યા પછી હજુ ભારતમાં સાનિયા તેના દીકરાને લઈને ટ્રોલ-વિવાદમાં છે.
14 વર્ષના લગ્નજીવનનો અંત લાવ્યા પછી સાનિયાએ મેરિડ કપલને લગ્નજીવન ટકાવી રાખવાની સોનેરી સલાહ આપી હતી. સોશિયલ મીડિયા પર પણ તેનો વીડિયો જોરદાર વાઈરલ થયો હતો, જેમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર અંકિતા સહગલ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે લગ્ન કરેલા કપલને કોઈ સલાહ આપવી હોય તો શું કહેશો.
એના જવાબમાં સાનિયાએ કહ્યું હતું કે લગ્ન પછી તમારી જાતને બદલવાની કોશિશ કરશો નહીં. લગ્ન પહેલા જેવા હતા એવા જ રહેવાનો પ્રયાસ કરો. કારણ સ્પષ્ટ છે, લગ્ન પહેલા જેવા તમે હતા એવા જ તમને તમારા પાર્ટનરે તમને પસંદ કર્યા હતા, તેથી એમાં કોઈ બદલાવ લાવશો નહીં.
બીજા સવાલમાં સાનિયાને પૂછવામાં આવ્યું હતું કે લગ્ન પછી બદલાવ લાવવાનું જરુરી છે. એના જવાબમાં સાનિયાએ કહ્યું હતું કે લગ્ન પછી પોતાના પાર્ટનર માટે બદલાવ લાવવાની એકદમ ખોટી બાબત છે. પણ એક વખત તમારા પાર્ટનર માટે બદલાવ લાવો છો ત્યારે એ પરંપરા બની જાય અથવા એની અપેક્ષા રાખવામાં આવે છે. આ બાબત તમને પછી વધુ પરેશાન કરી શકે છે, તેથી સંબંધોની ઈમારત પણ એવી બાંધો જે તમને અને તમારા પરિવારને સુખી બનાવે.
સાનિયા મિર્ઝાએ તો પોતાના અનુભવની ખાણ પરથી જવાબ આપ્યો હતો. કદાચ, એક વખત ઠોકર ખાધા પછી દુનિયાની હકીકત સમજાય પણ વાસ્તવિક બાબત છે. તમે જેવા હોય એવા જ તમારા પાર્ટનર કે પરિવાર સાથે રહો તો ફાયદો રહે છે અને તમે સુખી રહી શકો છો.