કેવડિયાનું કલ્યાણઃ એકતા દિવસે મોદીએ કહ્યું સરદાર પટેલ દરેક પેઢીને પ્રેરણા આપતા રહેશે…
અઠવાડિયામાં બીજી વખત ગુજરાતની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયા ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું કર્યું છે. વિકાસના કામોથી કેવડિયામાં સુવિધાઓમાં વધુ વધારો થશે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે આજે ગુજરાતના કેવડિયામાં એકતાના શપથ લીધા. પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. સરદાર પટેલની પ્રતિમાનું પૂજન કર્યું ત્યારબાદ એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. એકતા પરેડમાં સંબોધન દરમિયાન સરકાર પટેલના કરેલા કાર્યોને યાદ કર્યાં હતા.
પીએમ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 284 કરોડ રુપિયાના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે. સરદાર પટેલની જન્મજયંતી પર આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે સરદાર વલ્લ્ભભાઈ પટેલ દરેક પેઢીને પ્રોત્સાહિત કરતા રહેશે. પીએમ મોદીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પણ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે તેમને શત શત નમન લખ્યું હતું. દેશની એકતા અને સંપ્રભુતાની રક્ષા તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. તેમનું વ્યક્તિત્વ દેશની દરેક પેઢીને પ્રેરિત કરતી રહેશે.
બે વર્ષ સુધી સરકાર 150મી જયંતીનું કરશે સેલિબ્રેશન. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે સરદાર પટેલની 150મી જયંતીનું વર્ષ શરુ થઈ રહ્યું છે અને દેશ આગામી બે વર્ષ સુધી તેનું સેલિબ્રેશન કરશે. વલ્લભભાઈ પટેલના અસાધારણ યોગદાન માટે શ્રદ્ધાંજલિ.
મોદીએ આગળ કહ્યું કે દેશને સ્વતંત્રતા મળી ત્યારે અમુક લોકોને એમ હતું કે દેશ વિખરાઈ જશે, પરંતુ કોઈ વિચાર્યું નહોતું કે સેંકડો રજવાડાનું વિલિનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કરી શકાય છે, પરંતુ એ સરદાર સાહેબે કરી બતાવ્યું હતું. એ પણ પુરવાર થયું કારણ કે સરદાર પટેલ પોતાના વ્યવહારમાં યથાર્થવાદી હતા.
પોતાના સંકલ્પમાં સત્યવાદી અને પોતાના કાર્યોમાં પણ માનવતાવાદી હતા અને પોતાના ઉદ્દેશોમાં પણ પ્રખર રાષ્ટ્રવાદી હતા. ભારતના પહેલા ગૃહ પ્રધાન વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષે દેશના સેંકડો રજવાડાઓને એક કર્યા હતા. સરકાર પટેલની દુરંદેશીપણાને કારણે દેશના 563 રજવાડા ભારતનો હિસ્સો બન્યા હતા, તેથી જ તેમને લોખંડી પુરુષ કહેવાતા હતા.