WEF: ટૂરિઝમ ક્ષેત્રે ભારતની હરણફાળ, 119 દેશમાં 39માં ક્રમે
ટૂરિઝમ ઈન્ડેક્સમાં પાકિસ્તાનનો ક્રમ જાણશો તો ચોંકી જશો!
ગુજરાતીઓની સાથે ભારતીય ફરવાના શોખીન હોય છે સર્વવિદિત છે. પણ પડોશી દેશ પાકિસ્તાનમાં અનેક સુંદર ટૂરિસ્ટ લોકેશન છે. પણ ટૂરિસ્ટ ફ્રેન્ડલી પ્રણાલીના અભાવને કારણે વર્ષે વર્ષે પતન થઈ રહ્યું છે. વાત ટૂરિસ્ટ લોકેશનની નહીં, પરંતુ પાકિસ્તાનના કથળતા ટૂરિઝમની જ વાત કરીએ. પાકિસ્તાનનું આર્થિક-નાણાકીય દૃષ્ટિએ પતન થઈ રહ્યું છે પણ હવે ટૂરિઝમ ક્ષેત્રે પડતી થઈ રહી છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે ટૂરિઝમને લઈને 2024ની યાદી જારી કરી છે, જેમાં આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનનું ટૂરિઝમ ક્ષેત્રે પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. 119 દેશની યાદીમાં પાકિસ્તાનનું સ્થાન 101 ક્રમે છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમે પોતાના ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (ટીટીડીઆઈ)ને જારી કર્યો છે, જેમાં પાકિસ્તાનને સૌથી ખરાબ રેન્કિંગ મળ્યું છે. ટ્રાવેલ અને ટૂરિઝમની દૃષ્ટિએ સૌથી લોકપ્રિય 119 દેશની યાદીમાં ભારતના પડોશી દેશ નેપાલ અને બાંગ્લાદેશને 105 અને 109મા ક્રમે છે, જ્યારે આ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ 39મો છે અને શ્રીલંકા 76મા ક્રમે છે. પાકિસ્તાન કરતા નેપાળ અને શ્રીલંકાનું પ્રદર્શન સારું છે.
ટીટીડીઆઈ ઈન્ડેક્સમાં પાકિસ્તાન એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં લોઅર મિડિયમ ઈનકમવાળી અર્થવ્યવસ્થાના રુપમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનનો ક્રમ પણ ચોંકાવનારું છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. 2022માં પાકિસ્તાનનું સારું પ્રદર્શન હતું અને 89થી 83મા સ્થાને રહ્યું હતું. મધ્ય પૂર્વના દેશોની યાદીમાં સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)નું 18મા ક્રમ સાથે ટોચના ક્રમે છે. યુએઈ પછી સઉદી અરેબિયા (41), કતાર (53) અને બહેરિન (18) વગેરે દેશને છે.
ટીટીડીઆઈ ઈન્ડેક્સમાં પર્યટનની દૃષ્ટિએ સૌથી લોકપ્રિય દેશ અમેરિકા છે. અમેરિકા પછી ટોપના દસ દેશમાં સ્પેન, જાપાન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, જર્મની, બ્રિટેન, ચીન, ઈટલી અને સ્વિટઝર્લેન્ડનો નંબર છે. રિપોર્ટમાં જણાવ્યાનુસાર ટીટીડીઆઈ ઈન્ડેક્સમાં ટોચના 30 સાથે મળીને 2022માં દુનિયાની ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ઈકોનોમીમાં 75 ટકા યોગદાન આપ્યું હતું. ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ અર્થવ્યવસ્થામાં 2020થી 2022ની વચ્ચે જેટલો વધારો થયો છે, તેમાં 30 દેશનું યોગદાન 70 ટકા રહ્યું હતું. ટીટીડીઆઈ ઈન્ડેક્સમાં નીચે રહેનારા દેશમાં આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે.
લોકપ્રિય દેશની રેન્કિંગમાં અનુકૂળ બિઝનેસ માહોલ, ટૂરિસ્ટ પોલિસી, સારા ઈન્ફ્રાસ્ટ્રકચરની સાથે સમૃદ્ધ કુદરતી, સાંસ્કૃતિક આકર્ષણના આધારે નક્કી કરે છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે વૈશ્વિક ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ક્ષેત્રે સુધારો થયો હોવા છતાં આ ક્ષેત્રના પડકારો અંગે નિર્દેશ કરવામાં આવ્યા છે. આગામી સમયગાળામાં ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ક્ષેત્રમાં આવનારા રાજકીય સંઘર્ષો, આર્થિક અનિશ્ચિતતા અને એઆઈ (આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ) વગેરેના પડકારોથી ફટકો પડી શકે છે.