સાપ્તાહિક રાશિફળ: મેષથી મીન રાશિના જાતકો માટે કેવું હશે આજથી ચાલુ થઈ રહેલું અઠવાડિયું?
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 24મી ઓગસ્ટથી 30મી ઓગસ્ટથી શરૂ અઠવાડિયુ કેટલીક રાશિઓ માટે સારું રહેશે તો કેટલીક રાશિના જાતકો માટે આ અઠવાડિયું સારું રહેવાનું છે. ચાલો જોઈએ આજથી શરૂ થનારું આ અઠવાડિયું કેવું રહેશે અને કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ અઠવાડિયે લાભ જ લાભ થશે.

મેષ
મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેશે. પ્રેમજીવન અને સંતાનની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં માનસિક રીતે થોડા અસ્વસ્થ રહેશો. સંતાનના કરિયર અને અભ્યાસને લઈને થોડી ચિંતા સતાવશે. શત્રુઓ આ સમયે તમારા પર હાવી થવાનો પ્રયાસ કરશે. જીવનસાથીનો સાથ-સહકાર મળશે. અઠવાડિયાના અંત સુધીમાં એક સારો સમય પસાર કરશો. આનંદમાં સમય પસાર કરશો.
વૃષભ
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકોને પણ આ સમયે લાભ સારો એવો લાભ થઈ રહ્યો છે. અઠવાડિયાની શરૂઆતમાં થોડા ઉતાર-ચઢાવ જોવા મળશે. ગુસ્સા અને વાણી પર ખાસ નિયંત્રણ રાખો. પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. વિના કારણ દલીલબાજીમાં પડવાનું ટાળો. શત્રુઓને તમારી સૂઝબૂઝથી માત આપશો.
મિથુન
પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આ સમય સારો રહેશે. બિઝનેસ માટે આ સમય સારો રહેશે. પારિવારિક જીવન સુખદ રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં આંખ, કાન અને ગળા સંબંધિત કોઈ સમસ્યા સતાવી શકે છે. કોઈ નવા વેપારની શરૂઆત કરવાનું વિચારી રહ્યા હોવ તો રોકાઈ જાવ. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ખૂબ જ સારું રહેશે. લાગણીમાં આવી કોઈ નિર્ણય ના લેશો.
કર્ક
કર્ક રાશિના લોકો માટે આ સમયગાળો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહેશે. વેપાર ઠીકઠાક ચાલશે. રોકાણ કરવાથી બચો અને તમારી વાણી પર પણ સંયમ રાખો. પરિવારના સભ્યોનો સાથ-સહકાર મળશે. જે પણ કામ કરશો, એમાં સફળતા મળી રહી છે. પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.
સિંહ
અઠવાડિયાની શરૂઆતમાં થોડો ગભરાટ, બેચેનીનો અનુભવ થશે. તમારા લિક્વિડ ફંડમાં વધારો થશે. પોતાનાઓની સંખ્યા વધશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિનો અનુભવ થશે. રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ નથી. બિઝનેસમાં અઠવાડિયાની અંતમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે આજથી શરૂ થઈ રહેલું આ અઠવાડિયું મિશ્ર ફળદાયી રહેશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો માટે આ સમયગાળો મુશ્કેલ રહેશે. માથા કે આંખો સંબંધિત સમસ્યા સતાવી શકે છે. પાર્ટનરશિપમાં કામ કરી રહેલાં લોકો માટે આ સમયગાળો પ્રતિકૂળ રહેશે ખર્ચ વધતાં તમારી ચિંતા પણ વધશે.
તુલા
તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખર્ચ વધતાં પરેશાનીવાળું રહેશે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આ સમય સારો રહેશે. કોઈ જગ્યાએ પ્રવાસ પર જશો, પણ તમારું મન નહીં લાગે. અઠવાડિયાના અંતમાં લાભ થઈ રહ્યો છે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. જે પણ વસ્તુની ઈચ્છા કરશો એ સરળતાથી મળશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અઠવાડિયું સાર રહેશે. કોર્ટ કચેરીના મામલાથી દૂર રહો. આર્થિક અસ્થિરતા વધી રહી છે. કોઈ પણ નવી શરૂઆત કરવાનું ટાળો. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો તે પણ પાછા મળી શકે છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કોઈ અજાણ્યો ભય આ સમયે તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે.
ધન
ધન રાશિના જાતકો માટે આ અઠવાડિયું પહેલાં કરતાં વધારે સારું રહેશે. વેપાર માટે આ સમય સારો રહેશે. આ સમયે કોઈ પણ જોખમી કામ હાથમાં લેતાં પહેલાં વિચારો. પ્રવાસ પર જવાના યોગ બની રહ્યા છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. અઠવાડિયુ મધ્યમ રહેશે, પણ સકારાત્મક રહેશે. પિતાનો સાથ મળશે. કોર્ટ કચેરીના કેસમાં રાહત મળશે.
મકર
મકર રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અઠવાડિયુ સારું રહેશે. આ સમય તમારા માટે શુભ રહેશે. કુંવારા લોકોના લગ્ન વગેરે નક્કી થઈ શકે છે. કોઈ ઈજા વગેરે થઈ શકે છે એટલે સાવધાન રહેવું પડશે. કામમાં કોઈ અવરોધ આવી રહ્યો હશે તો તે દૂર થશે. ધાર્મિક કાર્યમાં આગળ વધીને હિસ્સો લેશે. કોર્ટ-કચેરીના કેસમાં તમને જિત મળશે.
કુંભ
આ રાશિના જાતકો માટે આ સમયગાળો સારો રહેશે.બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમય લાભ થઈ રહ્યો છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તમારે વિશેષ સાવધ રહેવું પડશે. નોકરી કરી રહેલાં લોકોને પણ આ સમયે પ્રમોશન કે પગારવધારો મળી શકે છે. અઠવાડિયાના અંત સુધીમાં પરિસ્થિતિ તમારા નિયંત્રણમાં આવી જશે.
મીન
મીન રાશિના જાતકોને જીવનસાથીના કરિયરને લઈને કોઈ સારા સમચાાર સાંભળવા મળી શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં તમે તમારા શત્રુઓ પર હાવી થશો. કામમાં આવી રહેલાં અવરોધો પણ દૂર થઈ રહ્યા છે. નોકરી કરી રહેલાં લોકો માટે આ સમય સારો રહેશે. પરિવાર સાથે હસી-ખુશીનો માહોલ જોવા મળશે. અંતમાં થોડી પરેશાની થશે, પણ તમારી સૂઝબૂઝથી તમે એમાંથી બહાર આવી જશો.
