Wedding Bells: Sonkashi Weds Zahir, સામે આવી લગ્ન પછીની પહેલી તસવીર…
બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha)એ આખરે આજે પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Boy Friend Zahir Iqbal) સાથે લગ્ન કરી લીધા છે. હવે આ નવ પરિણીત કપલ પરિવાર અને મિત્રો સાથે આ ખાસ દિવસના ગ્રાન્ડ સેલિબ્રેશનમાં વ્યસ્ત થઈ ગયું છે. ફેન્સ આતુરતાપૂર્વક કપલના લગ્ન પછીના પહેલાં ફોટોગ્રાફ્સની રાહ જોઈ રહ્યા છે.
દરમિયાન સોનાક્ષી સિન્હા અને ઝહિરે ઈકબાલે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગ્નના ફોટો શેર કર્યા છે. દુલ્હા દુલ્હન બંને જણ વ્હાઈટ કલરના વેડિંગ આઉટફિટમાં સરસમજાના શોભી રહ્યા હતા.
આજે સવારે જ કપલે એક્ટ્રેસના બાંદ્રા ખાતે આવેલા ઘરે બંને પરિવાર અને નજીકના મિત્રોની હાજરી વચ્ચે જ રજીસ્ટર મેરેજ કરી લીધા હતા. દીકરી અને જમાઈને આશીર્વાદ આપવા પિતા શત્રુઘ્ન સિન્હા અને મમ્મી પૂનમ સિન્હા પણ પહોંચ્યા હતા, પરંતુ સોનાક્ષીના બંને ભાઈ લવ અને કુશની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. આ લગ્નને કારણે સિન્હા પરિવારમાં ઘણા બધા મતભેદ થયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.
લગ્ન પછીની ઉજવણીમાં 1000થી વધુ મહેમાનો હાજર રહેશે એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે. જોકે, આ ઇવેન્ટ માટે કોને કોને આમંત્રણ આપવામાં આવ્યું છે એ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી રહી.
સોનાક્ષી અને ઝહિર લગ્ન બાદ એક્ટ્રેસના બાંદ્રા ખાતે આવેલા આ જ ઘરમાં રહેવાના છે. આ ઘર સોનાક્ષીએ ગયા વર્ષે જ 11 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદ્યું હતું. બાંદ્રાના પોશ વિસ્તારમાં આવેલી ઈમારતમાં 26મા માળ પર 4200 સ્ક્વેર ફૂટ એરિયામાં આવેલો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝહિર ઈકબાલ અને સોનાક્ષી સિન્હાના લગ્ન (Zahir Iqbal and Sonakshi Sinha wedding)થી સિન્હા જ પરિવારમાં ફાટફૂટ જોવા મળી હતી. મમ્મી પૂનમ અને ભાઈએ સોનાક્ષી સામેની નારાજગી વ્યક્ત કરતા તેને સોશીયલ મિડીયા પ્લેટફોર્મ પર અનફોલો કરી દીધી હતી.