વકફ સુધારા કાયદો: સુપ્રીમ કોર્ટે કેટલીક કલમો પર શા માટે લગાવી રોક?
સુપ્રીમ કોર્ટે Waqf (સુધારા) ખરડા 2025ની અમુક જોગવાઈઓ પર સ્ટે મૂક્યો, આદેશમાં શું કહ્યું?
નવી દિલ્હીઃ વક્ફ (સુધારા) ખરડા 2025ના અમલીકરણ પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટે આજે ઈનકાર કર્યો છે, જ્યારે અમુક કલમો પર પણ રોક મૂકવાનો આદેશ આપ્યો છે. વક્ફ સુધારા એક્ટ 2025માં કલમ (3) (આર), 3 સી, 14 જેવી જોગવાઈઓ પણ અયોગ્ય હોવાનું જણાવ્યું છે, જેથી તેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વક્ફ સંશોધન બિલને લઈ મહત્ત્વનો નિર્ણય આપ્યો છે, જેમાં કહ્યું છે કાયદા પર રોક લગાવવાનો કોઈ અધિકાર નથી.
સુપ્રીમ કોર્ટે સમગ્ર વક્ફ સુધારા બિલ પર સ્ટે મૂક્યો નથી, પણ અમુક જોગવાઈઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે, જેમાં પાંચ વર્ષ સુધી મુસ્લિમ ધર્મ પાળવાની જોગવાઈ પર રોક મૂક્યો છે, જે નિર્ણયને મનમાનીભર્યો ગણતા તેના પર રોક મૂકી છે. સુપ્રીમ કોર્ટે વક્ફ કરવા માટે પાંચ વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરવાની શરતને પણ ફગાવી છે અને કહ્યું છે કે અમુક કલમો વિવાદાસ્પદ છે અને નોંધ્યું હતું કે અમે જૂના કાયદાઓ પણ જોયા છે, પણ સમગ્ર કાયદા પર રોક લગાવવાનો પણ કોઈ આધાર નથી.
આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે કાર્યપાલિકા કોઈ પણ નાગરિકાના અધિકારોનું નિર્ધારણ કરતી નથી, જ્યાં સુધી રેવન્યુ રેકોર્ડમાં સંપત્તિ મુદ્દે છેવટનો નિર્ણય લેવામાં આવે નહીં ત્યાં સુધી પ્રોપર્ટી રાઈટ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. જોકે, સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કોઈ પણ ત્રીજી પાર્ટીનો રાઈટ્સ પણ માન્ય ગણવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા અંગેની આજની સુનાવણીમાં ન્યાયાધીશે જણાવ્યુ હતું કે બોર્ડમાં સ્ટેટ લેવલ પર મહત્તમ ત્રણ બિનમુસ્લિમ સભ્યો રહી શકશે. અલબત્ત, બોર્ડમાં અગિયાર સભ્યમાં મુસ્લિમ સભ્યોની બહુમતી જરુરી રહેશે. એટલું જ નહીં, બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પણ મુસ્લિમ હોવા જોઈએ. ટૂંકમાં આ આદેશ વક્ફ એક્ટની કાયદેસરતા પર અંતિમ ભલામણ સૂચવતા નથી, જેથી પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન સંબંધિત જોગવાઈ યોગ્ય નથી, એમ કોર્ટે નોંધ્યું હતું.
