Waheeda Rehman Special-1: મજબૂરીમાં હીરોઈન બન્યા, પણ પોતાની શરતે ઈન્ડસ્ટ્રીમાં રાજ કર્યું
વહિદા રહેમાને ફિલ્મી ઈન્ડ્સ્ટ્રીમાં છ દાયકા પોતાની એક્ટિંગની કારકિર્દીને કારણે નામ કમાવ્યું હતું. હિંદી, તેલુગુ, મલયાલી અને બંગાળી ભાષા મળીને લગભગ નેવુંથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. પણ ફિલ્મી દુનિયામાં પોતાની શરતે કામ કર્યું અને એ પણ રાજ કર્યું હતું. વહિદા રહેમાનના આજના જન્મદિવસે વાત કરીએ તેમના જીવનનીઅંતરંગ વાતો અને રસપ્રદ કિસ્સા.
17 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કરી એન્ટ્રી
ત્રીજી ફેબ્રુઆરી 1938ના વહિદા રહેમાનનો જન્મ તમિલનાડુના જિલ્લા કમિશનર અબ્દુર રહેમાન અને મુમતાઝ બેગમના ઘરે થયો હતો. ચાર બહેનમાં સૌથી નાના હતા. વહિદા રહેમાન નાની ઉંમરથી ભરત નાટયમ કરવામાં રસ ધરાવતા અને કેમ કરીને એમાં માસ્ટરી મેળવી હતી. સૌથી મોટી વાત એ હતી કે 17 વર્ષની ઉંમરે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. ડોક્ટર બનવાનું સપનું હતું પણ મજબૂરીને કારણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
ફિલ્મી દુનિયામાં છ દાયકા કર્યું રાજ
વહિદા રહેમાનની જાણીતી ફિલ્મોમાં સીઆઈડી, પ્યાસા, કાગજ કે ફૂલ, ગાઈડ, નીલકમલ અને ચૌંદવી કા ચાંદ વગેરે ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો, પરંતુ પોતાની શરતે અને દિગ્ગજ ડાયરેક્ટર સામે નમતું જોખ્યું નહોતું. પોતાની શરતે ફિલ્મોમાં કામ કરીને છ દાયકા સુધી રાજ કર્યું અને એ કામની નોંધ લઈને તેમને ભારતના જાણીતા પુરસ્કાર પદ્યશ્રી, પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે સહિત અન્ય મોટા એવોર્ડ મળ્યા હતા.
પોતાની શરતોને આધીન કામ કર્યું ફિલ્મોમાં
60-70ના દાયકામાં જાણીતા ડાયરેક્ટર ગુરુ દત્ત, રાજ ખોસલા સહિત અન્ય દિગ્ગજ ફિલ્મમેકર સાથે કામ કરવા માટે અભિનેત્રી તલપાપડ રહેતી ત્યારે વહિદા રહેમાને પોતાની શરતે ફિલ્મમેકર સાથે કામ કર્યું હતું. વહિદાજીએ 17 વર્ષની ઉંમરે એન્ટ્રી કરી હતી અને શરતો આશ્ર્ચર્યજનક હતી. આ શરતોમાં એક પણ માન્ય કોઈ ફિલ્મમેકરને હોઈ શકે છતાં માન્ય રખાવીને પણ રાજ કર્યું હતું. ચાલો એવું શું હતું વહિદા રહેમાનમાં એ જાણીએ.
ભારત નાટયમના જોરે ફિલ્મોમાં ઝંપલાવ્યું
પિતાજી સરકારી અધિકારી હતા. ચેન્નઈથી વિશાખાપટ્ટનમ બદલી થઈ અને અભ્યાસ સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં કર્યો હતો. સ્કૂલના દિવસોમાં વહિદાજીનું સપનું ડોક્ટર બનવાનું હતું, તેથી સખત મહેનત કરતા હતા. પણ એમ થયું નહીં, કારણ 13 વર્ષે તેમના પિતાજીનું નિધન થયું અને માતા બીમાર પડ્યા. પિતાના નિધન પછી ઘરની હાલત બગડી. પરિણામે ભરતનાટયમના જોરે રિજનલ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં ઝંપલાવ્યું હતું. વધુ વિગત સાથેનો અહેવાલ આવતીકાલે કરીશું.
