દુનિયાના સૌથી શક્તિશાળી નેતા વ્લાદિમીર પુતિનની સુપર સિક્યોરિટીનું સિક્રેટ
વિદેશ પ્રવાસમાં સિક્યોરિટી ટીમ કેમ સાથે રાખે છે સ્પેશિયલ ‘સ્ટુલ ક્લેક્ટ સુટકેસ’? જાણો ડમી પુતિન અને બુલેટપ્રૂફ કારની વાતો
રશિયાના વડા પ્રધાન ભારતની મુલાકાતને લઈ ચર્ચામાં છે, પરંતુ દુનિયાના સૌથી શક્તિશાળી નેતા તરીકે તેમની ગણતરી કરવામાં આવે છે. ભારતના પ્રવાસ વખતે તેમની સિક્યોરિટીને લઈ વિશેષ ચર્ચામાં રહ્યા છે. વ્લાદિમીર પુતિનની સિક્યોરિટી ટીમ એટલી મજબૂત છે કે તે કોઈ પણ દેશમાં બોડી ટ્રેસ છોડતા નથી. સિક્યોરિટી ટીમ એટલી પાવરફુલ છે કે દુનિયાના મોટા મોટા દેશ પણ રશિયન રાષ્ટ્રપતિ અનેક દિવસો સુધી વિદેશમાં રહ્યા પછી પણ તેમના ડીએનએનું સેમ્પલ પણ લઈ શકતા નથી.
પુતિનની સિક્યોરિટીના સુપર સિક્રેટની વાત કરીએ તો સ્ટુલ ક્લેક્ટ સુટકેસનું મહત્ત્વ છે. પુતિન જ્યારે વિદેશ જાય છે ત્યારે મળ-મૂત્ર પણ સુરક્ષા ટીમ એક સ્પેશિયલ સુટકેસમાં ક્લેક્ટ કરે છે, જેનો ઉદ્દેશ વિદેશી એજન્સી દ્વારા પુતિનની હેલ્થ કન્ડિશનનું એનાલિસીસ પણ રોકવાનો છે. એવું પણ માનવામાં આવે છે ટીમ રશિયન રાષ્ટ્રપતિની સાથે અંગત પળોમાં પણ સાથે હોય છે. આ સંજોગોમાં રાષ્ટ્રપતિના ડીએનએ સેમ્પલ કોઈ પણ સંજોગોમાં મળવાનું મુશ્કેલ રહે છે.
રશિયન રાષ્ટ્રપતિના બોડીગાર્ડ ફેડરલ પ્રોટેક્ટિવ સર્વિસમાંથી પસંદ કરવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ કરનારા ઉમેદવારને પુતિનની સિક્યોરિટી ટીમમાં પસંદ કરવામાં આવે છે, પરંતુ એ 35 વર્ષે ફરજિયાત નિવૃત્ત થાય છે. ઈન્ટરનેશનલ રિપોર્ટ અનુસાર પુતિન અમુક કાર્યક્રમમાં ડમી પુતિનને પણ મોકલે છે. યુક્રેનની આર્મીએ પણ દાવો કર્યો છે કે પુતિનના ઓછામાં ઓછા ત્રણ બોડી છે, જેમાં તેમના જેવા દેખાવવા માટે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે.
પુતિનની કાર ઓરસ સિનેટ રશિયન સિક્યોરિટી દ્વારા બનાવવામાં આવી છે, જે એક સુપર સિક્યોરિટી લિમોઝિન બુલેટપ્રુફ છે. આ કાર ગ્રેનેડ એટેક પણ મજબૂત રહી શકે છે તેમ જ આગની પણ અસર થતી નથી. સૌથી ખાસ વાત એ છે કે ચાર ટાયર પંક્ચર થયા પછી પણ આ કાર દોડી શકે છે. પુતિન વિદેશ યાત્રા વખતે પણ ફોન રાખતા નથી. કોઈ પણ દેશમાં જતા પૂર્વે પુતિનની સિક્યોરિટી આતંકવાદ અને વિરોધ પ્રદર્શન વગેરે બાબતની પણ સમીક્ષા કરે છે. એના માટે એક સ્પેશિયલ સિક્યોરર ટેલિફોન લાઈન અને ટેલિફોન બૂથ પણ તૈયાર રાખે છે.
