February 4, 2026
રમત ગમત

વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એક્ટિવ, પણ કમાણીમાં આ ખેલાડી મોખરે!

Spread the love


સોશિયલ મીડિયાના જમાનામાં એક કરતા વધુ જગ્યાએ યૂઝર્સ એક્ટિવ હોય તો વધુ અપડેટ રહી શકે છે. ચાહે પછી એ કોઈ નેતા, સેલિબ્રિટીઝ, ઉદ્યોગપતિ, ફિલ્મ અભિનેતા યા રમતગમતનો ખેલાડી જ કેમ ના હોય. ટીમ ઈન્ડિયાના જાણીતા ધુરંધર બેટ્સમેન વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ છે, જેના મારફત લખલૂટ પણ કમાણી કરે છે. અગાઉ એકાઉન્ટ હેક યા એક્ટિવ નહીં રહેવાને કારણે ઠપ હોવાનું માનવામાં આવતું હતું. પણ હવે એક્ટિવ થવાને કારણે ચર્ચામા છે. પણ વાસ્તવમાં સૌથી વધુ કમાણી કોણ કરે છે એ જાણીએ.

વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થવાથી કેટલું નુકસાન થયું હશે. વિરાટ કોહલી એક પોસ્ટ માટે કેટલા પૈસા લે છે તો એક રિપોર્ટ અનુસાર કોહલી પોતાના એકાઉન્ટની એક પોસ્ટના બદલે 1.35 કરોડ રુપિયા લે છે, જે પાંચ વર્ષ જૂનો રિપોર્ટ છે, જે સમજી શકો છો કેટલું નુકસાન થયું હશે. ફરી એકાઉન્ટ એક્ટિવ થયું છે અને એને લઈ સોશિયલ મીડિયા પર કાગારોળ છે.

પણ સૌથી મહત્ત્વનો સવાલ છે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી પોર્ટુગલનો સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. મીડિયાના દાવા અનુસાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એક પોસ્ટના બદલામાં 27 કરોડ રુપિયાનો ચાર્જ કરે છે. રોનાલ્ડોના ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનારો એથ્લીટ હોવાનું કહેવાય છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું એકાઉન્ટ એક્ટિવ થયા પછી હલચલ મચાવી દીધી છે. કોહલી અચાનક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ગાયબ થઈ ગયું હતું એના પછી અનેક પ્રકારની અટકળો વ્યક્ત કરવામાં આવી રહી હતી. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ પર એક્ટિવ રહેનારા કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 275 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. ઈન્સ્ટાગ્રામ બંધ યા ડીએક્ટિવ પહેલા એક્સ પર તો કોહલી હતો.

જોકે, ઈન્સ્ટાગ્રામ પર અગાઉ એકાઉન્ટ ડિલીટ યા યુઝર નોટ ફાઉન્ડ જોવા મળતું હતું, જે ડિલીટ યા ડિએક્ટિવ હોવાનું જણાતું હતું. આ મુદ્દે લોકોએ પત્ની અનુષ્કા શર્મા પર પણ સવાલો વરસાવ્યા હતા. ફરી કોહલીનું એકાઉન્ટ એક્ટિવ થવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને ખુશી પણ વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!