Viral Video: સુષમા સ્વરાજને મનમોહન સિંહે શાયરીના અંદાજમાં આપ્યો હતો જવાબ…
મહાન અર્થશાસ્ત્રી શાયરના અંદાજોમાં જવાબ આપીને વિપક્ષની બોલતી બંધ કરી હતી…
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અવસાન પછી સાત દિવસના આખા દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સ્વભાવે સરળ અને મહાન અર્થશાસ્ત્રી હતા. વડા પ્રધાન તરીકે કામગીરી કરતા પણ નાણા પ્રધાન તરીકેની ભૂમિકાએ દેશને મોટી મુશ્કેલીઓમાંથી ઉગાર્યા હતો. દસ વર્ષ વડા પ્રધાન રહ્યા હતા, પરંતુ મનમોહન સિંહ વધુ બોલતા નહોતા. પણ એક વખત સંસદમાં શાયરના અંદાજમાં એક શાયરી બોલ્યા ત્યારે સાથી પક્ષના નેતાઓની સાથે વિપક્ષમાં રહેલા સુષમા સ્વરાજ પણ હસી પડ્યા હતા.
વડા પ્રધાન મનમોહન સિંહ પોતાના જીવનમાં સફળ અર્થશાસ્ત્રી, પોલિસી મેકર અને રાજનેતા તરીકે સફળ રહ્યા હતા. એક મહાનાયક તરીકે સફળ રહ્યા હતા. એક અર્થશાસ્ત્રી હતા, તેથી કંઈ બોલતા નહોતા. સંસદમાં એક વખત શાયરી બોલ્યા ત્યારે વિપક્ષના નેતાઓ પણ તાલીઓ પાડી હતી, જ્યારે ખુદ સુષ્મા સ્વરાજ પણ હસવા લાગ્યા હતા. ડો. મનમોહન સિંહ સંસદમાં એક શાયરી બોલ્યા હતા કે માના કી તેરી દીદ કે કાબિલ નહીં હું મૈં.
તુ ઈધર ઉધર કી ન બાત કર, યે બતા કે કારવાં ક્યોં લૂટા
એ વખતના મનમોહન સિંહના શાયરાના અંદાજ સૌને પસંદ પડ્યો હતો. લોકો તાલીઓ પાડીને તેમની પ્રશંસા કરી હતી. આજે પણ એ દિવસને લોકો યાદ કરે છે. જ્યારે સંસદમાં ભાજપના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજ અને મનમોહન સિંહની વચ્ચે શેરો શાયરી થઈ હતી.
23મી માર્ચ, 2011ના રોજ લોકસભામાં વોટના બદલે નોટ વિષય પર ચર્ચા થઈ રહી હતી ત્યારે મનમોહન સિંહે વિપક્ષ પર સવાલનો જવાબ આપી રહ્યા હતા ત્યારે સુષમા સ્વરાજે કટાક્ષ કરતા કહ્યું હતું કે તુ ઈધર ઉધર કી ન બાત કર, યે બતા કે કારવાં ક્યોં લૂટા, મુઝે રહજનો સે ગિલા નહીં, તેરી રહબરી કા સવાલ હૈ.
माना कि तेरी दीद के क़ाबिल नहीं हूँ मैं…#ManmohanSingh pic.twitter.com/1FupbsFmEC
— कविताएँ और साहित्य (@kavitaaayein) December 26, 2024
માના કી તેરી દીદ કે કાબિલ નહીં હું મૈં
એના જવાબમાં મનમોહન સિંહે કહ્યું હતું કે માના કી તેરી દીદ કે કાબિલ નહીં હું મૈં, તુ મેરા શૌક તો દેખ મેરા ઈંતજાર તો દેખ. એ વખતે સુષમા સ્વરાજ તરફ કેમેરાએ ફોક્સ કર્યું ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા હસી પડ્યા હતા. મનમોહન સિંહના આ જવાબ પર સત્તાધારી પક્ષે પણ વધાવી લીધા હતા, જ્યારે વિપક્ષે પણ ચૂપકિદી સેવી રાખી હતી.
હજારો જવાબો સે અચ્છી મેરી ખામોશી
આવું બીજી વખત 27 ઓગસ્ટ, 2012માં બન્યું હતું. સંસદનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે મનમોહન સરકાર પર કોલસા બ્લોક ફાળવણીનો ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે મનમોહન સિંહે કહ્યું હતું કે કોલ બ્લોક ફાળવણીના આરોપોને ફગાવ્યા હતા અને તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. લોકસભામાં નિવેદન આપ્યા પછી મનમોહન સિંહે સંસદ ભવનની બહાર પણ મીડિયાને નિવેદન આપ્યું હતું. પોતાની ચુપકિદી અંગે કહ્યુ હતું કે હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને સવાલો કી આબરુ રખી.
2013માં શાયરાના અંદાજ જોવા મળ્યો
વર્ષ 2013માં લોકસભા ફરી મનમોહન સિંહનો શાયરાના અંદાજ જોવા મળ્યો હતો. ડો. મનમોહન સિંહે કહ્યું હતું કે હમે ઉનસે વફા કી ઉમ્મીદ, જો નહીં જાનતે વફા ક્યા હૈ. જવાબમાં ભાજપવતીથી સુષમા સ્વરાજે પૂર્વ પીએમને જવાબ આપતા કહ્યું હતું કે પ્રધાનમંત્રીના શેરનો જવાબ આપીને ઉધાર ચૂકવવા માગું છું, એ પણ બે શેર કહીશ. એ જ વખતે ગૃહના સ્પીકર મીરા કુમારે કહ્યું હતું કે તો પછી એમનું ઉધાર થઈ જશે, જ્યારે તેમની એ વાત પર આખા ગૃહમાં ઉપસ્થિત લોકો હસી પડ્યા હતા.
