વજન ઘટાડવા માટે આખી રાત Vinesh Phogat અને ટીમે કેવા કેવા ઉપાયો અજમાવ્યા, જાણો A to Z…
પેરિસ: પેરિસ ઓલમ્પિક-2024માં કુસ્તીબાજ વિનેશ ફોગાટને બુધવારે મહિલા 50 કિ.ગ્રા. કુશ્તી સ્પર્ધાની ફાઈનલ પહેલાં જ વધુ વજન હોવાને કારણે ઓલિમ્પિકમાંથી ડિસ્કવોલીફાય જાહેર કરવામાં આવી હતી. વિવિધ સ્તરે આ ઘટનાના પડઘા પડી રહ્યા છે અને ઈન્ડિયન રેસલર્સ ફેડરેશન (IWF)એ વિનેશને ગેરલાયક ઠેરવવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટેની અપીલ પણ કરી છે.
આ બાબતે માહિતી આપતા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ જણાવ્યું હતું કે ઈન્ડિયન રેસલર્સ ફેડરેશને સ્ટાર રેસલર વિનેશ ફોગટને વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) પાસે અપીલ કરી છે.
Dr. Dinshaw Pardiwala explains what went into Vinesh Phogat’s weight cut efforts:
Weight cuts cause weakness and energy depletion, which are counterproductive to participation. So wrestlers will resort to some energy restoration with limited water and high-energy foods, usually… pic.twitter.com/N9OvrkoeFG
— Sportstar (@sportstarweb) August 7, 2024
આ મામલે પેરિસમાં ભારતીય ટીમના ચીફ મેડિકલ ઓફિસરનું નિવેદન પણ સામે આવ્યું છે. ચીફ મેડિકલ ઓફિસરે પોતાના નિવેદનમાં વિનેશનું વજન કેવી રીતે વધ્યું અને તેને ઘટાડવા માટે શું શું પગલાં લેવામાં આવ્યા છે એની માહિતી આપી હતી. ચીફ મેડિકલ ઓફિસર ડૉ. દિનશા પારડીવાલાએ જણાવ્યું હતું કે, ‘ગઈકાલે સાંજે સેમિફાઇનલ બાદ વિનેશનું વજન નિર્ધારિત વજન કરતાં 2.7 કિલો વધુ હોવાનું જાણવા મળ્યું હતું.
તેમણે પોતાના સ્ટેટમેન્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે, વજન ઘટાડવા માટે, ટીમ અને કોચે તેમની સામાન્ય પ્રક્રિયા શરૂ કરી, જેમાં અલબત્ત પાણી ઓછું કરવું, ખોરાક ન ખાવાનો સમાવેશ થાય છે. પહેલાં પરસેવો વહાવીને વજન ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માટે સામાન્ય પણે તમારી પાસે થોડો સમય વધારે હોવો જોઈએ, પરંતુ કમનસીબે અમારી પાસે વધુ સમય નહોતો.
#WATCH | Paris: Dr Dinshaw Pardiwala, Chief Medical Officer of the Indian Contingent speaks on Vinesh Phogat’s disqualification
He says, “…Her post-participation weight at the end of the semi-finals in the evening was found to be 2.7 kg more than the allowed weight. The team… pic.twitter.com/bG3CBNV2bg
— ANI (@ANI) August 7, 2024
અમારી પાસે માત્ર 12 કલાક હતા અને એટલા સમયમાં જ વિનેશનું વધી ગયેલું વજન ઘટાડવાનું હતું. વિનેશ અને આખી ટીમને તેનું વજન ઘટાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, વિનેશે આખી રાત સ્ટીમ અને સોના બાથમાં મુકી, તેણે આખી રાત કસરત પણ કરી હતી. આ સિવાય ડોક્ટરોએ જે શક્ય હતા તેમ પ્રયાસ કર્યા હતા. અમે પણ તેનું વજન ઘટાડવાના તમામ પ્રયાસો કરી જોયા હતા. જ્યારે તેણી વધુ પરસેવો ના વહાવી શકી ત્યારે છેલ્લાં વિકલ્પ તરીકે તેના વાળ, નખ પણ કાપવામાં આવ્યા હતા.
