July 1, 2025
નેશનલબિઝનેસ

બેંકિંગ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ નારાયણન વાઘુલનું 88 વર્ષે નિધન, ICICI Bank શરુ કરી હતી…

Spread the love

 

ચેન્નઈઃ બેંકિંગ દુનિયાના જાણીતા નારાયણનું વાઘુલનું નિધન થયું. પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા નારાયણન વાઘુલના પરિવારે જણાવ્યું હતું કે પદ્મ ભૂષણ નારાયણ વાઘુલનું 88 વર્ષે આજે બપોરે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. ઉંમર સંબંધિત બીમારીને કારણે તેમનું નિધન થયું છે. પરિવારમાં પત્ની (પદ્મા), પુત્રી (સુધા), પુત્ર (મોહન) છે. બેંકિંગ ક્ષેત્રની કામગીરીને કારણે તેમને 2009માં પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

દક્ષિણ ભારતમાં જન્મેલા વાઘુલનો પરિવાર પછી મદ્રાસ સ્થાયી થયો હતો. વાઘુલની પહેલી પસંદગી બેંકિંગ ક્ષેત્રનું નહોતું પણ નસીબ લઈ ગયું હતું. વાઘુલ મૂળ તો સિવિલ સર્વિસ ક્ષેત્રે આગળ વધવું હતું, પણ પહેલા પ્રયાસમાં નિષ્ફળ રહ્યા હતા. સિવિલ સર્વિસ સાથે બેકિંગની પરીક્ષા પણ આપતા સફળ રહ્યા અને 1955માં એસબીઆઈમાં જોડાયા.

તેમણે પોતાની નોકરીની કારકિર્દીનો પ્રારંભ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)થી કરી હતી અને 44 વર્ષની ઉંમરે બેંક ઓફ ઈન્ડિયાની જવાબદારી સંભાળી હતી. નાની ઉંમરમાં બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન બન્યા હતા. જોકે, નોકરશાહીના હસ્તક્ષેપને કારણે બેંકિંગ ઈન્ડસ્ટ્રી પણ છોડી હતી. રાજીવ ગાંધીની સરકાર વખતે તેમને આઈસીઆઈસીઆઈ બેંકના પ્રમુખ બનવાનું જણાવ્યું હતું.

39 વર્ષની ઉંમરે વાઘુલે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (Central Bank of India)માં એક્ઝક્યુટિવ ડિરેક્ટરની ભૂમિકા સંભાળી હતી. વાઘુલે 1990ના દાયકા દરમિયાન અન્ય અગ્રણી બેંકર કે. વી. કામથને એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે એડીબી (ADB)થી ઓળખાતી બેંકમાંથી પરત લાવવા માટે મહત્ત્વની કામગીરી કરી હતી.

આ ઉપરાંત, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ (ICICI Securities)ને એક ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફર્મ તરીકે સ્થાપિત કરવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ વાઘુલની સ્કિલથી અંજાઈને આઈસીઆઈસીઆઈ (ICICI Bank)માં લાવ્યા હતા અને સુકાન સોંપ્યું હતું. નારાયણન વાઘુલે વિપ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિત મિત્તલ સ્ટીલ જેવા અનેક ગ્રુપમાં ડિરેક્ટર યા ચેરમેન તરીકે સર્વિસ બજાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!