February 4, 2026
ટોપ ન્યુઝનેશનલ

180 કિમીની ઝડપે પણ પાણીનું ટીપું ન ઢોળાયું! વંદે ભારત સ્લીપર ટ્રેનનો સ્પીડ ટેસ્ટ સફળ

Spread the love


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કર્યો વીડિયો: કોટા-નાગદા સેક્શનમાં સ્લીપર ટ્રેને મચાવી ધૂમ


ભારતીય રેલવે ટૂંક સમયમાં વંદે ભારતીય સ્લીપર ટ્રેન દોડાવશે. રેલવેએ આ નવી વંદે ભારત સ્લીપર ટ્રેનનો સ્પીડ ટેસ્ટ હાથ ધર્યો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે મહત્ત્વની અપડેટ આપતા વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ટ્રેન કલાકના 180 કિલોમીટરની ઝડપથી પસાર થતી જોવા મળી હતી.

રેલવેએ પણ ભારતીય રેલવેની આ સિદ્ધિનો વીડિયો ટ્રેનની સ્પીડ, બેલેન્સ અને સ્થિરતા દર્શાવવા માટે વોટર ટેસ્ટની પદ્ધતિ બતાવી હતી, જે નવી પેઢીની ટ્રેનની એડવાન્સ ટેક્નોલોજીની વિશેષતાનો પણ નિર્દેશ કર્યો હતો. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ રેલવેની પ્રશંસા કરી હતી.


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને લખ્યું હતું કે ટેસ્ટ વખતે ટ્રેનની સ્પીડ કલાકના 180 કિલોમીટરની ઝડપે પહોંચ્યા પછી પણ ગ્લાસમાંથી પાણીનું એક ટિંપું પડ્યું નહોતું. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે રેલવે સેફ્ટી કમિશનરની આગેવાનીમાં વંદે ભારત સ્લીપર ટ્રેનનું પરીક્ષણ કર્યું હતું. આ ટ્રેન કોટા-નાગદા સેક્શનમાં કલાકના 180 કિલોમીટરની ઝડપથી દોડાવવામાં આવી હતી. વોટર ટેસ્ટના માધ્યમથી એડવાન્સ પેઢીની ટ્રેનમાં આધુનિક ટેક્નલોજીનું સફળતા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

ભારતીય રેલવે તરફથી એડવાન્સ ટેક્નલોજીની વિશેષતા સભર વંદે ભારત સ્લીપર ટ્રેનને ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. આ ટ્રેન વંદે ભારત રેલ નેટવર્કની વર્તમાન ચેર કારનું સ્લિપર વર્ઝન છે. ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (બીઈએમએલ)એ ફુલ્લી એસી વંદે ભારત સ્લીપર ટ્રેનની બે પ્રોટોટાઈપ રેક્સને તૈયાર કરી છે, જે હાલમાં ટેસ્ટિંગ ફેઝમાં છે. વર્તમાન પરીક્ષણમાં વંદે ભારત સ્લીપર ટ્રેનને વોટર ટેસ્ટ દ્વારા તેની વિશેષતાઓનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!