July 1, 2025
નેશનલ

હવે આ તારીખ સુધી Chardham Yatraમાં VIP Darshan પર પ્રતિબંધની મુદ્દત લંબાવાઈ

Spread the love

દહેરાદૂન: ચારધામ યાત્રાએ જનારા યાત્રાળુઓ માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા વીઆઈપી દર્શન બાબતે મહત્વનો નિર્ણય (Uttarakhand Government Big Decision on VIP Darshan) લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા વીઆઈપી દર્શન પરની રોકની મુદ્દત 10મી જૂન સુધી લંબાવવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી (CM Pushkar Singh Dhami)ના આદેશ બાદ મુખ્ય સચિવ દ્વારા તમામ રાજ્યના મુખ્ય સચિવોને આ માહિતી આપતો પત્ર મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં આ મર્યાદા 30મી મે સુધીની હતી.
આ બાબતે માહિતી આપતા ઉત્તરાખંડના પોલીસ DGP અભિનવ કુમારે જણાવ્યું હતું કે ચારધામ યાત્રા માટે મોટાપાયે વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જ હરિદ્વાર તેમ જ દેહરાદૂનમાં રજિસ્ટ્રેશન વિના આવનારા યાત્રાળુઓની રહેવાની તેમ જ રજિસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
10મી મેથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 14 લાખથી વધુ યાત્રાળુઓ ઉત્તરાખંડ પહોંચી ચૂક્યા છે. આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓના આગમન અંગે એવો દાવો કરાઈ રહ્યો છે કે કોરોના બાદ પહેલી જ વખત આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ચારધામ યાત્રા (Char Dham Yatra)ની શરૂઆતમાં પહોંચ્યા હોય. યાત્રાળુઓની સંખ્યા 14 લાખને વટાવી ગઈ છે.
આ ઉપરાંત આદિ કૈલાશ યાત્રામાં પણ યાત્રાળુઓની ભીડને ધ્યાનમાં લઈને પિથોરાગઢ પ્રશાસન દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે અને આ નવી વ્યવસ્થા અનુસાર યાત્રાળુઓએ ઈનર લાઈન પાસ હવે ધારચુલા તેમજ પિથોરાગઢ હેડક્વાર્ટરમાં બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત યાત્રાળુઓનું મેડિકલ અને પોલીસ વેરિફિકેશન પણ હેડક્વાર્ટર ખાતે કરી શકાશે. ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ અને ચકાસણી માટે રૂમ બનાવ્યા છે. હેડક્વાર્ટર ખાતે ઈનર લાઈન પાસ બનાવવાની આ સુવિધાને કારણે યાત્રાળુઓને ઘણી રાહત મળશે એવો વિશ્ર્વાસ વ્યકત કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન બોર્ડર પર છિયાલેખથી આગળ જવા માટે ઈનર લાઈન પાસ ફરજિયાત છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!