March 21, 2026
ઈન્ટરનેશનલ

ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા અને ડેનમાર્ક સામસામે: જાણો બંને દેશોની સૈન્ય તાકાત અને ગ્રીનલેન્ડનું મહત્વ?

Spread the love

વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ કરીને દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. ઈરાન સહિત ગ્રીનલેન્ડ પર ડોળો ધરાવનાર અમેરિકા હવે એક કરતા અનેક દેશ સામે શિંગડા ભરાવી રહ્યું છે. ગ્રીનલેન્ડ મુદ્દે પણ રીતસરના નવા દાવા કરે છે, ત્યારે ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપિયન દેશના જવાબ વચ્ચે હવે ડેનમાર્કે પણ જવાબ આપ્યો છે.

ડેનમાર્કના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે જો યુનાઇટેડ સ્ટેટ્સ ગ્રીનલેન્ડ પર આક્રમણ કરે, તો સૈનિકોએ “પહેલા ગોળીબાર કરવો અને પ્રશ્નો પછી પૂછવા” પડશે. આ સેનાના 1952ના ‘રૂલ ઓફ એન્ગેજમેન્ટ’ (લડાઈના નિયમો) મુજબ છે, જે સૈનિકોને ઉચ્ચ અધિકારીઓના આદેશની રાહ જોયા વિના આક્રમણખોરો પર હુમલો કરવાની સૂચના આપે છે.

અહીં તમારી ખાતર જણાવી દઈએ કે આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ—જે નાટો (NATO) પ્રદેશ છે—તેને હસ્તગત કરવાની પોતાની કોશિશ તેજ કરી છે. તેમણે કહ્યું છે કે આર્કટિક ટાપુ મેળવવાના તેમના લક્ષ્યને હાંસલ કરવા માટે અમેરિકા જે વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે તેમાં “લશ્કરી બળ” પણ એક વિકલ્પ છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વાત સ્પષ્ટ કરી છે કે ગ્રીનલેન્ડ મેળવવું એ યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રીય સુરક્ષાની પ્રાથમિકતા છે અને આર્કટિક ક્ષેત્રમાં આપણા વિરોધીઓને રોકવા માટે તે અત્યંત મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિ અને તેમની ટીમ આ મહત્વપૂર્ણ વિદેશ નીતિના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છે અને સ્વાભાવિક છે કે યુએસ સૈન્યનો ઉપયોગ કરવો એ કમાન્ડર ઇન ચીફ પાસે હંમેશા એક વિકલ્પ તરીકે ઉપલબ્ધ હોય છે. પણ એની સાથે મહત્ત્વની વાત એ છે કે અમેરિકાને ધમકી આપનાર ડેનમાર્ક છે એટલું શક્તિશાળી કે નહીં એ જાણીએ.

ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ અનુસાર અમેરિકા સામે બાથ ભીડવા તૈયાર ડેનમાર્કની સેના દુનિયામાં 45મા ક્રમે છે, જ્યારે વસ્તી 60 લાખ છે. 90,000ની આસપાસ આર્મી છે. બીજી બાજુ અમેરિકાની વસ્તી 35 કરોડ છે, જ્યારે ડેનમાર્કની કૂલ વસ્તી કરતા અડધી અમેરિકાની આર્મી છે. આર્મીના જ 14 લાખ સૈનિક છે, જ્યારે વાયુદળના સાત લાખ અને નૌકાદળના 6.5 લાખથી વધુ સૈન્ય છે. આર્મીની દૃષ્ટિએ એની કોઈ તુલના થઈ શકે નહીં. હવે વાત કરીએ ગ્રીનલેન્ડની તો એક સ્વતંત્ર દેશ છે, જે કિંગડમ ઓફ ડેનમાર્ક આવે છે, જ્યારે એની વસ્તી 57,000ની છે. ગ્રીનલેન્ડ લોખંડ, યુરેનિયમ, ઝિંક સહિત અન્ય મિનરલ્સના ખજાના માટે મહત્ત્વનું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહે છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડ જોઈએ છે, જ્યારે ગ્રીનલેન્ડ ચારે બાજુથી ચીન અને રશિયાથી પણ ઘેરાયેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!