March 5, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

મિડલ ઈસ્ટની આગ હિંદ મહાસાગરમાં ફેલાઈઃ અમેરિકાએ ઈરાનના 13 અબજ ડોલરના યુદ્ધજહાજને ફૂંકી માર્યું

Spread the love

મિડલ ઈસ્ટ અને વેસ્ટ એશિયામાં સંઘર્ષ હજુ ચાલુ છે. અમેરિકન રક્ષા સચિવ પીટ હેગસેથે કહ્યું કે અમેરિકન સબમરીને ઈરાનના જંગી જહાજ પર હુમલો કરીને ડૂબાડી દીધું છે. આ હુમલો શ્રીલંકા નજીક હિંદ મહાસાગરમાં કર્યો હતો. અમેરિકાએ સબમરીન મારફત જહાજ પર સૂચક હુમલો કર્યો ત્યારે જહાજમાં 140 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં અનેક લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે એના અંગે પેન્ટાગોને આ હુમલાનો પણ વીડિયો જારી કરીને કહ્યું હતું કે આ તો શરુઆત છે તેમ જ આગામી દિવસોમાં વધુ એટેક કરવાની ચેતવણી આપી હતી.

અમેરિકા સિવાય ઈઝરાયલ પણ ઈરાન પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. ઈઝરાયલે કહ્યું છે કે અત્યાર સુધીમાં 5,000થી વધુ બોમ્બ ઝિંક્યા છે, જ્યારે મુખ્ય નિશાન તહેરાન સહિત અન્ય લશ્કરી ઠેકાણા પર હુમલા કરવાનું ચાલુ રાખ્યુ છે. ઈરાન સિવાય ઈઝરાયલે લેબેનોનની સીમા ઘૂસીને પમ હુમલા કર્યા છે, જ્યાં ગામડા ઘૂસીને ઓપરેશન ચલાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સેનાએ શાંતિ રાખવાની પણ અપીલ કરી છે.

ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં ઇરાનમાં સૌથી મોટી અંધાંધૂધી સર્જાઈ છે. ઈરાનના ટોચના લીડરની હત્યા કરવાની સાથે રાષ્ટ્રપતિ મસૂદ પેજેશક્યિને પડોશી દેશોને મેસેજ આપ્યો છે કે ઈરાનની પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી. ઈરાન હવે અમેરિકા-ઈઝરાયલ હુમલાનો વળતો જવાબ આપશે. ઈરાનના લોકોમાં ડરનો માહોલ છે, જ્યારે સમગ્ર દેશમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.
કતારના વડા પ્રધાને ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીને ફોન કરીને હુમલા રોકવાની અપીલ કરી હતી. ઈરાન અને અમેરિકાના યુદ્ધમાં અત્યાર સુધીમાં માર્યા જનારાની સંખ્યા 1,100થી વધુ થઈ ગઈ છે,જ્યારે ઈરાની સ્ટેટ મીડિયાએ જણાવ્યું છે કે હુમલાને કારણે શહેર ખંડેર બની ગયું છે. આ યુદ્ધમાં તુર્કીયે અને નાટો પણ એક્ટિવ થયું છે.


ઈરાનના યુદ્ધજહાજને ટોરપીડોથી કઈ રીતે ઉડાવી
અમેરિકન નૌકાદળે ઓહિયો-ક્લાસ સબમરીને આ ઓપરેશન અંઝામ આપ્યો હતો. અમેરિકન સબમરીન હિંદમહાસાગરમાં ડીએગો ગાર્સિયા લશ્કરી મથક પર નજર રાખી રહ્યું છે, જ્યારે ઈરાનના યુદ્ધજહાજનો પણ પીછો કરી રહ્યું હતું, જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદમાં પહોંચ્યા પછી અમેરિકાએ હુમલો કર્યો હતો. અમેરિકન ટોરપિડો મારફત એટેક કર્યો હતો, જ્યારે તેની કિંમત પર યુનિટ 4.2 મિલિયન ડોલરની છે, જ્યારે અમેરિકાએ આવો હુમલો બીજી વખત કર્યો છે. અગાઉ 1982માં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

14 મિલિયન ટનની શિપ હિંદ મહાસાગરમાં ડૂબી
આ ઓપરેશન એટલું સટીક હતું કે એની ઈરાનના રડાર સુધી જાણ થઈ નહોતી. જહાજના સફાયા માટે અમેરિકાએ ઘાતક માર્ક-48 ટોરપીડનો ઉપયોગ કર્યો હતો, જે જહાજના હલ સાથે ટકરાયું હતું, જેનાથી વિસ્ફોટ થયો હતો. પાણીમાં થયેલા વિસ્ફોટને કારણે જહાજને સ્ટ્રક્ચરને નુકસાન થયું અને બે ભાગમાં તૂટી પડ્યું હતું. આગ લાગ્યા પછી જહાજ પર અફડાતફડીના માહોલનું નિર્માણ થયું હતું. આ હુમલાને કારણે લગભગ 14 મિલિયન ટનની મર્ચંટ શિપિંગ હિંદ મહાસાગરમાં ડૂબી ગઈ.

યુદ્ધજહાજ તૂટી પડ્યા પછી શ્રીલંકાના વિદેશ પ્રધાને કહ્યું હતું કે આ વિસ્ફોટ વખતે જહાજ પર 180 લોકો હાજર હતા, જેમાં ફક્ત સૈનિકો નહોતા, પરંતુ અનેક ટેક્નિકલ નિષ્ણાત અને રડાર ઓપરેટર્સ સામેલ હતા. આ જહાજ ઈરાનના નૌકાદળનો ભાગ હતું. ઈરાનને આ સૌથી મોટું નુકસાન થયું હોવાનું નિષ્ણાતે જણાવ્યું હતું. મૃતકમાં મિડ-લેવલ ઓફિસરનો પણ સમાવેશ થાય છે, જે મિશનનું નેતૃત્વ કરતા હતા. 87 જણના મૃતદેહ મળવાની સાથે 32 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અનેક લોકો ગુમ હોવાનું રિપોર્ટમાં જણાવ્યું છે. આ યુદ્ધજહાજનો ખર્ચ અંદાજે 13 અબજ ડોલરની આસપાસ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઈરાનનું IRIS દેના ભારતના વિશાખાપટનમાં ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત મિલન 2026 યુદ્ધાભ્યાસમાં સામેલ હતું, જેમાં ભારતે ભાગ લેવા ઈરાનને આમંત્રણ આપ્યું હતું. ભારતે પણ સ્પષ્ટતા કરી હતી શ્રીલંકાના સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઝોનમાં છે, તેથી ભારત ડાયરેક્ટ ઓપેરશનમાં સામેલ થયું નહોતું. બીજા વિશ્વયુદ્ધની માફક ધીમે ધીમે મિડલ ઈસ્ટના યુદ્ધમાં ડાયરેક્ટ નહીં તો પરોક્ષ રીતે એકબીજા દેશ એક્ટિવ થઈ રહ્યા છે, જે ચિંતાની બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!