ટ્રમ્પના નેતૃત્વમાં ફરી શટડાઉન: લાખો કર્મચારીઓ પ્રભાવિત, અર્થતંત્ર પર મોટો બોજ
ફન્ડિંગ ડિલ પર સહમતી ન થતા $400 મિલિયનનો દૈનિક આર્થિક બોજ, હવાઈ સેવાઓ સ્લો અને રાજકીય ખેંચતાણ ચરમસીમાએ.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં ફરી એક વખત અમેરિકામાં સરકારી શટડાઉન થયું છે. ફંડની માગણી કરનારા પ્રસ્તાવ નિષ્ફળ રહ્યા પછી બુધવારે સરકારના મોટા યુનિટ બંધ કરવાની નોબત આવી હતી. ટ્રમ્પ પ્રશાસન અને કોંગ્રેસના ડેમોક્રેટ્સ ફન્ડિંગ ડિલ મુદ્દે સહમતી સાધી શકાઈ નહોતી. 1981 પછીના સમયગાળા પછી અમેરિકામાં આ પંદરમું શટડાઉન છે, જેનાથી દેશના 7.5 લાખ વહીવટી કર્મચારીઓને અસર કરી છે.
રોજનો આર્થિક બોજ 400 મિલિયન ડોલરનો છે
શટડાઉનને કારણે મહત્ત્વના બિલને રોકી દેવામાં આવ્યા છે. હવાઈ યાત્રા સ્લો થઈ રહી છે, જ્યારે વૈજ્ઞાનિક રિસર્ચ અટકાવી દેવામાં આવ્યા છે. સૈનિકોના પગાર રોકી દેવાની સાથે સંઘીય કર્મચારીઓને ફર્લો પર મોકલવામાં આવ્યા છે, જ્યારે રોજનો આર્થિક બોજ 400 મિલિયન ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે.
ડિસેમ્બર સુધીમાં 3 લાખ કર્મચારીને બહાર કઢાશે
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે આ શટડાઉન સરકારી નોકરીમાં વધુ કાપ મૂકવાનો માર્ગ મોકળો કરી શકે છે. વ્હાઈટ હાઉસના અહેવાલ અનુસાર ડિસેમ્બર સુધીમાં ત્રણ લાખ કર્મચારીને બહાર કરવાની યોજના તો પહેલાથી ચાલી રહી છે. ઉપરાષ્ટ્રપતિએ પણ હવાઈ સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. જેડી વાન્સે કહ્યું છે કે એર ટ્રાફિક કન્ટ્રોલર અને ટીએસએ કર્મચારી વિના પગારે કામ કરે છે, જેનાથી હવાઈ સેવા પર અસર પડી છે. ફ્લાઈટ્સ સર્વિસ સ્લો અને સુરક્ષા સંબંધિત જોખમો પણ વધ્યા છે.
શટડાઉન રાજકારણ સિવાય બીજું કાંઈ નહીં
હંગામી ફન્ડિંગ બિલને રોકી દેવામાં આવ્યું છે, કારણ કે રિપબ્લિકન પાર્ટીએ હેલ્થ બેનિફિટને એક્સટેન્ડ કરવાની સમાવી લેવાનો ઈનકાર કર્યો છે. ડેમોક્રેટ્સનું કહેવું છે કે આ બાબત કરોડો અમેરિકન્સ સાથે જોડાયેલો છે અને એને અલગથી ઉકેલી શકાય એમ પણ નથી. એક સેનેટે કહ્યું છે કે ટ્રમ્પ અને રિપબ્લિકને સરકારે એટલા માટે શટડાઉન લાવ્યા છે, કારણ કે વર્કિંગ વર્ગને હેલ્થકેર આપવા ઈચ્છતા નથી. રિપબ્લિકને કહ્યું છે કે આ રાજકારણ સિવાય કંઈ નથી. ભૂતકાળમાં ડેમોક્રેટ્સે આ બિલને સમર્થન આપ્યું હતું પણ ફરક માત્ર એટલો છે કે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ છે.
શટડાઉનની વૈશ્વિક માર્કેટ પર પણ અસરો
શટડાઉનની વોલસ્ટ્રીટ અને એશિયન બજાર પર અસર જોવા મળી હતી. અમેરિકન ડોલર નબળો થવાની સાથે સોનાના ભાવ પણ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. આ શટડાઉન પહેલાની તુલનામાં પણ લાંબુ ચાલું રહી શકે છે, જેનાથી જીડીપી ગ્રોથ પર અસર પડી શકે છે. 2018-19માં 35 દિવસ શટડાઉન ચાલ્યું હતું, ત્યારે ટ્રમ્પનો પહેલો કાર્યકાળ હતો. ડોમેસ્ટિક એવિયેશન સેક્ટર પર વધુ અસર થાય નહીં તેના માટે શટડાઉનને વહેલું પૂરું કર્યું હતું. ટેરિફ પછી શટડાઉનની સ્થાનિક સ્તરે તેમ જ વૈશ્વિક સ્તરે સમસ્યા ઊભી થઈ શકે છે.
