March 21, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

UPI ટ્રાન્ઝેક્શનમાં નવો રેકોર્ડ: ડિસેમ્બરમાં 27 લાખ કરોડના નાણાકીય વ્યવહારો નોંધાયા

Spread the love

ડિસેમ્બર મહિનામાં રોજના સરેરાશ ૬૯.૮ કરોડ યુપીઆઈ વ્યવહારો થયા, નાના વેપારીઓ અને સ્થાનિક ખરીદીમાં ડિજિટલ પેમેન્ટનો ક્રેઝ વધ્યો

વીતેલા ડિસેમ્બરમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ)થી થનારી લેણદેણમાં જોરદાર વધારો થયો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા જારી કરેલા આંકડા અનુસાર ડિસેમ્બરમાં યુપીઆઈ મારફત 21.63 અબજ સોદા થયા હતા, જે અગાઉના વર્ષની તુલનામાં 29 ટકા વધુ છે, જ્યારે આ ડીલની કૂલ રકમ 20 ટકાથી વધીને 27.97 લાખ કરોડ રુપિયા થયા છે.

મહિનાના હિસાબથી જોવામાં આવે તો યુપીઆઈ લેણદેણની સંખ્યા અને રકમમાં નોંધપાજ્ઞ વધારો થયો છે. ડિસેમ્બરમાં સરેરાશ 90,217 કરોડ રુપિયાના નાણાકીય વ્યવહારો થયા હતા, જ્યારે નવેમ્બરમાં એની રકમ 87,721 કરોડ હતો.

ડિસેમ્બરમાં રોજના સરેરાશ 69.8 કરોડ યુપીઆઈથી નાણાકીય વ્યવહારો કરવામાં આવે છે, જે નવેમ્બરમાં 68.2 કરોડ હતા. નવેમ્બરમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 20.47 અબજ હતી, જે વર્ષના આધારે 32 ટકા વધુ હતી. નાણાકીય વ્યવહારોની કૂલ રકમ 26.32 લાખ કરોડ હતી, જેમાં 22 ટકાનો વધારો થયો છે. ઈન્ટરેસ્ટ મની ટ્રાન્સફર સિસ્ટમ (આઈએમપીએસ) મારફત ડિસેમ્બરમાં કૂલ 6.62 લાખ કરોડ રુપિયાના વ્યવહાર થયા હતા, જે અગાઉના વર્ષની તુલનામાં 10 ટકા વધુ છે અને નવેમ્બરમાં 6.15 લાખ કરોડ રુપિયાથી વધુ છે.

મળતી માહિતી અનુસાર ભારતમાં અત્યારે 70.9 કરોડ એક્ટિવ યુપીઆઈ ક્યુઆર કોડ છે. જુલાઈ, 2024 પછી એની સંખ્યામાં 21 ટકાનો વધારો થયો છે, જેમાં કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, બસ સ્ટેશનની આસપાસની નાની-મોટી દુકાનો, નાના ગામડાના વેપારી વર્ગ સુધી પણ યુપીઆઈથી વિશેષ ટ્રાન્ઝેક્શન થવા લાગ્યા છે. રિપોર્ટમાં જણાવ્યાનુસાર ડાયરેક્ટ વ્યક્તિથી દુકાનદાર (પીટુએમ)ની લેણદેણ, વ્યક્તિથી વ્યક્તિ (પીટૂપી) લેણદેણ વધારે રહે છે, જે એક વાત પુરવાર કરે છે ખરીદી માટે સૌથી વધુ યુપીઆઈનો ઉપયોગ કરે છે.

પીટૂએમ ટ્રાન્ઝેક્શન 35 ટકાથી વધીને 37.46 અબજ થયો છે, જ્યારે પીટૂપી ટ્રાન્ઝેક્શન પણ 29 ટકા વધીને 21.65 અબજ થયા છે, જેમાં સરેરાશ લેણદેણની રકમ 1,262 રુપિયા થઈ છે, જે અગાઉ 1,363 હતી. હવે એવું પણ જાણવા મળ્યું છે કે નાના-નાના ટ્રાન્ઝેક્શન જેમ કે ટ્રાવેલિંગ, ખાણીપીણી, દવા અને સ્થાનિક સ્તરેની ખરીદી માટે યુપીઆઈનો સૌથી વધુ ઉપયોગ થાય છે. માર્કેટમાંથી રોકડ રકમની બાદબાકી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!