બોલો, આઠ આઠ વખત કર્યું મતદાન, જાણો ક્યાંની છે આ આશ્ચર્યજનક ઘટના!
આજે લોકસભાની ચૂંટણી-2024 (Lok Sabha Elections-2024) માટે પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે એક યુવકે લોકસભા-2024 ચૂંટણી માટે એક વખત નહીં પણ આઠ આઠ વખત મતદાન કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં યુવકની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આને કારણે ચૂંટણીની નિષ્પક્ષતા અને પારદર્શિતા સામે સવાલો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. ચાલો જોઈએ આખરે ક્યાંની છે આ ઘટના…
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વીડિયો ઉત્તર પ્રદેશના એટા મતદાન કેન્દ્રનો છે. જ્યાં યુવકે આઠ આઠ વખત મતદાન કર્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Congress Leaders Rahul Gandhi) તેમ જ સપાના અખિલેશ યાદવ (Akhilesh Yadav) પણ શેર કર્યો છે.
चुनाव आयोग जी,
देख रहे हैं.. एक लड़का 8-8 बार वोट कर रहा है.
अब तो जागिए. pic.twitter.com/2UQqE1XfLv
— Congress (@INCIndia) May 19, 2024
આ બનાવ પ્રકાશમાં આવતા ઉત્તર પ્રદેશના એટાના નયાગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આઠ વખત મતદાન કરનારા યુવકની રાજન સિંહ તરીકે કરવામાં આવી છે અને તે પમારાન ગામનો રહેવાસી છે. પોલીસે રાજનની ધરપકડ કરી છે.
વીડિયોમાં એક યુવક EVM Machine પાસે ઊભો છે અને તે 8 વખત મતદાન કર્યું હોવાનો દાવો કરી રહ્યો છે. આ વીડિયોમાં યુવકે એક પછી એક એમ આઠ વખત અલગ અલગ નામથી મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કર્યું હતું. તેણે મતદાન કરવાનો વીડિયો પણ બનાવ્યો હતો.
સપાના પ્રમુખ અખિલેશ યાદવે આ વીડિયો શેર કરીને ચૂંટણીની પારદર્શકતા અને નિષ્પક્ષતા સામે સવાલ ઉપસ્થિત કરીને ચૂંટણી પંચ (Election Commission Of India) પાસે આ મામલે પગલાં લેવાની માંગણી કરી છે.