નોકરી શોધી રહી છે આ ફેમસ એક્ટ્રેસ? જાણો કેમ….
પોતાની અતરંગી ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ (Uorfi Javed) હવે ફરી એક વખત ચર્ચામાં આવી છે પરંતુ આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ જરા જૂદું જ છે. સોશિયલ મીડિયા પર પોતાની ડ્રેસિંગ સેન્સથી લોકોને ચોંકાવી દેતી ઉર્ફી જાવેદ નોકરીની શોધમાં છે એવા અહેવાલોને કારણે ચર્ચામાં આવી છે. ખુદ ઉર્ફીએ આ બાબતે માહિતી આપી છે. એટલું જ નહીં પણ ઉર્ફીએ ખુદ પોતાનો બાયોડેટા પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
View this post on Instagram
ઉર્ફીની આ અનોખી પોસ્ટને કારણે તેના ફેન્સ પણ એકદમ ચોંકી ઉઠ્યા છે. ઉર્ફીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક બાયોડેટા પોસ્ટ કરીને રિસેપ્શનિસ્ટ તરીકે પણ કામ કરવા તૈયાર… જી હા હું નોકરી શોધી રહી છું. હું 31 વર્ષની છું અને હવે મારું ફેશન ઈન્ફ્લ્યુઅન્સ પણ જોખમમાં છે.
પોતાની પોસ્ટમાં ઉર્ફીએ આગળ લખ્યું છે કે હાલમાં મારે મારા પેટનો વિચાર કરવાનો છે અને મારા એ માટે એ જ સારી વાતચ છે. નોકરી કરવી એ મારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. જો તમારી પાસે કોઈ લીડ કે નોકરી હોય તો પ્લીઝ મને જણાવો અને 31મી મે પહેલાં મને નોકરી શોધવામાં મદદ કરો. પોસ્ટની નીચે ઉર્ફીએ બ્રેકેટમાં તેના ફેન્સને એક ખાસ અપીલ પણ કરી છે અને કહ્યું છે કે જો તમે મને પ્રેમ કરો છો તો પ્લીઝ @Myntraને જણાવો કે તમારું એન્ડ ઓફ રિઝન વેચશો નહીં.
ઉર્ફીની આ પોસ્ટ પર અનેક લોકોએ મજેદાર કમેન્ટ્સ કરી છે. નેટિઝન્સે ઉર્ફીને પૂછ્યું છે કે નોકરી મળે તો એની માહિતી આપવા અમે તારો સંપર્ક ક્યાં સાધી શકીએ છીએ તો એના જવાબમાં ઉર્ફીએ કહ્યું હતું કે જો હું તમારા લોકોનું ટ્રોલિંગ હેન્ડલ કરી શકું છું તમારા કોલ પણ હેન્ડલ કરી શકું છું. અનેક લોકોએ ઉર્ફીને જોબની ઓફર આવી છે તો વળી કેટલાક લોકોએ હંમેશની જેમ તેની મજાક પણ ઉડાડી છે.