June 30, 2025
રમત ગમત

નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું

Spread the love

ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતના સુરત શહેરમાં રહેતી મુસ્કાન ગુપ્તાએ ૩૮મી નેશનલ ગેમ્સમાં ઉતરાખંડ ખાતે સાયકલીંગ રમતમાં પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી રાજ્યનું નામ રોશન કર્યું હતું, ૧૧મી ખેલ મહાકુંભની આવૃત્તિમાં મુસ્કાને સર્વપ્રથમ સાયકલીંગ રમતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો, આ પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા બાદ એનું સપનું હતું કે, નેશનલ ગેમ્સમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવવો એ સપનું તેને સાકાર કર્યું હોવાનું જણાવ્યું હતું.

મુસ્કાન ગુપ્તાએ ગોલ્ડ જીતવાનું સપનું સાકાર કર્યું
ગુજરાતના સુરત શહેરમાં રહેતી મુસ્કાન ગુપ્તાએ ૩૮મી નેશનલ ગેમ્સમાં ઉતરાખંડ ખાતે સાયકલિંગની રમતમાં પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી રાજ્યનું નામ રોશન કર્યું હતું, ૧૧મી ખેલ મહાકુંભની આવૃત્તિમાં મુસ્કાને સર્વપ્રથમ સાયકલીંગ રમતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા બાદ એનું સપનું હતું કે નેશનલ ગેમ્સમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવવો એ સપનું તેને સાકાર કર્યું છે, જ્યારે મુસ્કાને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સેન્ટર ઓફ એક્સેલેન્સ યોજના હેઠળ તાલીમ મેળવી આજે ૩૮મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મે જીત્યો છે. ગત વર્ષે ૩૭મી નેશનલ ગેમ્સમાં મને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો, ત્યાર બાદ મારા કોચ અને ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલેન્સની તાલીમથી આજે મારું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું સાકાર થયું છે.

ટ્વીશા કાકડિયાએ ટેક્વોન્ડો રમતમાં ગોલ્ડ જીતીને ગૌરવ વધાર્યું
ગુજરાતના સુરત શહેરની દીકરી ટ્વીશા કાકડિયાએ ગોવા ખાતે ૩૭મી નેશનલ ગેમ્સ અને ઉતરાખંડ ખાતે ૩૮મી નેશનલ ગેમ્સમાં ટેક્વોન્ડો રમતમાં સતત બે વર્ષથી ગોલ્ડ મેડલ મેળવી દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, ખેલ મહાકુંભના માધ્યમથી ટ્વીશા કાકડિયા એ રમત ગમત ક્ષેત્રે એક આગવું નામ હાંસલ કર્યું છે. તેણે ગુજરાત સરકારના ખેલ મહાકુંભ તેમજ સેન્ટર ઓફ એક્સેલેન્સ યોજનાનો આભાર માનતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની આ યોજનાઓ થકી આજે નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું સાકાર થયું છે, સેન્ટર ઓફ એક્સેલેન્સ યોજના હેઠળ ટ્વીશા છેલ્લા ૮ વર્ષથી ટેક્વોન્ડો રમતની તાલીમ મેળવી રહી છે, ટ્વીશાએ સતત ૬ વર્ષથી ખેલ મહાકુભમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવી એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

૩૮મી નેશનલ ગેમ્સનું આયોજન ૨૮ જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ઉત્તરાખંડના દેહરાદૂન, હલ્દવાની, હરીદ્વાર, ટનકપુર, પીથોરાગઢ, અલ્મોડા, તેરી, શિવપુરી ઋષિકેશ, ભીમતાલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રમત ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના યુવાનોમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ અને સહભાગીતા વધે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં વર્ષોથી ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે. ખેલ મહાકુંભના આયોજનથી ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં વિવિધ મેડલો પ્રાપ્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!