Tug of War: ભારતીય જવાનોએ ચીનની પલટનને આપી ‘ધોબી-પછાડ’, વીડિયો વાઈરલ
નવી દિલ્હીઃ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ટગ ઓફ વોરમાં આમનેસામને ટક્કર થઈ હતી. બંને દેશના જવાનોની વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કરમાં ભારતીય જવાનોએ ચીનના જવાનોને જોરદાર હરાવ્યા હતા, એમ આ અંગે ઈન્ડિયન આર્મીના અધિકારીએ માહિતી આપી હતી.
ભારત અને ચીનની વચ્ચે સીમા-વિવાદ મુદ્દે લાંબા સમયથી ચાલી રહ્યો છે, જેમાં તેના પર દેશના રાજકીય નેતાઓની પણ અવારનવાર પ્રતિક્રિયા આવતી રહે છે. સરકારની વિરુદ્ધ પણ વિપક્ષો પ્રહાર કરતા રહે છે એની વચ્ચે તાજેતરમાં ભારતીય જવાનોએ ટગ ઓફ વોરમાં ચીનના સૈનિકોને પરાસ્ત કર્યા હતા, જ્યારે એનો વીડિયો પણ વાઈરલ થયા પછી લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી.
વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે ભારતીય જવાનો કઈ રીતે ચીનના સૈનિકોને પરાસ્ત કરે છે. ચીનના જવાનોને હરાવ્યા પછી ભારતના જવાનો ખુશી મનાવતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાઈરલ થયા પછી ભારતના પક્ષે લોકોએ સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. વાત કરીએ ટગ ઓફ વોરની તો ભારત અને ચીનના જવાનોની વચ્ચે એક સ્પર્ધાનું આયોજન થયું હતું.
આ સ્પર્ધામાં ભારતીય જવાનોને જોરદાર હંફાવીને પરાસ્ત કર્યા હતા. જોકે, આ સ્પર્ધાનું એ વખતે આયોજન થયું હતું, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશન અન્વયે આફ્રિકાના સુડાનમાં સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે. આ રમતમાં ભારતે ચીનને હરાવ્યું હતું.
#WATCH | Indian troops won a Tug of War that took place between them and Chinese troops during deployment in Sudan, Africa under a UN Peacekeeping mission: Army officials
(Viral video confirmed by Indian Army officials) pic.twitter.com/EpnGKURPa3
— ANI (@ANI) May 28, 2024
સમગ્ર રમત દરમિયાન વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી, જેમાં જોવા મળે છે કે ભારતીય સૈનિકોએ ચીનના જવાનોને હરાવ્યા હતા. લશ્કરના અધિકારીએ આ અંગે માહિતી આપી હતી કે ભારતીય સૈનિકોએ ચીનના જવાનોને પટક્યા હતા. ભારતીય જવાનોને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશન અન્વયે આફ્રિકાના સુડાનમાં તહેનાત કરવામાં આવ્યા ત્યારે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે યોજવામાં આવેલી સ્પર્ધામાં ભારતની શાનદાર વિજય થયો હતો.
અહીં એ વાત પણ જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ મિશનનો ઉદ્દેશ યુદ્ધગ્રસ્ત દેશોમાં સતત સુરક્ષા અને શાંતિનું સ્થાપન કરવાનો છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાસ તો યુદ્ધને ખતમ કરવા ઈચ્છે છે. નાગરિકોની રક્ષા કરવા અને લાંબા ગાળામાં શાંતિ અને સુરક્ષાનું સમર્થન કરવાના ઉદ્દેશનો અમલ કરવામાં આવે છે. આ મિશનમાં લશ્કરના જવાનો, પોલીસ અને આમ આદમીની પણ ભરતી કરવામાં આવે છે.
